શ્રી પ્રવચન રત્નો-૧ ૧૭પ છે.. મરણ તુલ્ય કરે છે, કળશ ટીકામાં આવ્યું હતું.
જગત હણાય છે એમ આવ્યું હતું. અહીં તો પોતે મરણ તુલ્ય થઈ જાય છે. પોતે પોતાને મરણ તુલ્ય કરી નાખે છે. એટલે કે જાણે હું જ્ઞાન દર્શન આનંદ સ્વભાવવાળી ચૈતન્ય જાગતી જ્યોત છું એમ નથી માનતો. એ તો જાણે હું રાગને કરું છું ને રાગને સ્પર્શુ છું. એણે જીવના સ્વરૂપને મરણતુલ્ય કરી નાખ્યું.. જાણનાર દેખનાર (એવો) સ્વભાવને એણે હણી નાખ્યો. આહાહાહા!
પરને તો હણી શકતો નથી.. આહા! પણ પોતાને વ્યવહાર રત્નત્રયનો રાગ આવે એને હું અડું છું. એ તો ઠીક પણ વળી એમ માને કે વ્યવહાર રત્નત્રયથી મને નિશ્ચયનો લાભ થાય છે.. અરે પ્રભુ! તું જ્ઞાન અને આનંદનો ધણી છો... (એવો) તને રાગના વિકારથી અવિકારનો લાભ થાય? અવિકારી તું છો તો એમાંથી અવિકારીનો લાભ થાય આહા! સમજાણું કાંઈ? આવો આ ધર્મ!
આહીં તો એથી આગળ જઈને એને જાણવું કહે એ (માને છે કે) જાણું એટલે હું અશુદ્ધ થઈ જઉં છું.. પોતાનું જાણવું એ તો પોતાનો સ્વભાવ છે. પોતામાં રહીને જાણી શકાય એ તો એનો સ્વભાવ છે. પરનું જાણવું થયું માટે અશુદ્ધ થઈ ગયો. પર વસ્તુ છે ને? એને જાણ્યું માટે અશુદ્ધ થઈ ગયો. માટે સ્વને જાણું તો શુદ્ધ! અને પરને છોડી દઉં.. પરને જાણવું એ તો પોતાનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે. એને છોડવા જઈશ તો તારી વસ્તુ છૂટી જશે. આહાહાહા!
અરે! ચોરાશીના અવતારમાં રખડી મર્યો છે અનંતકાળ! આવી ભ્રમણા ક્યાંક ક્યાંક અટકવાનાં સ્થાન અનંત છૂટવાનું સાધન એક સ્વસ્વરૂપ! સમજાણું કાંઈ?
એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ છે. અડે કોને? અત્યંત અભાવ છે. આહાહાહા! આકરું કામ! આ શરીરનો પગ જમીનને અડે નહીં છતાં ત્યાં જો કાંકરી હોય અને લાગે તો એમ દેખાય આહા! લાગ્યું પણ નથી. કાંકરી શરીરને અડી નથી. એ શરીરમાં કંઈક થયું એને જ્ઞાન અડયું નથી. આહાહાહા! એના તરફનો અણગમાનો જરા વિકલ્પ આવ્યો એને જ્યાં (જ્ઞાન) અડયું નથી!
જ્ઞાનનો સ્વભાવ એવો છે જ નહીં કે પરને અડવું! આહા! એ તો ભગવાન પોતાના સ્વભાવમાં રહી અને તેનું જ્ઞાન કરે એમ કહેવું એ પણ વ્યવહાર છે. એ સંબંધી પોતાનું જ્ઞાન એને એ જાણે છે; એને સ્પર્શીને જાણે છે. રાગને સ્પર્શીને રાગને જાણતો નથી. આહાહાહા!
અરેરે મારું શું થશે? હું ક્યાં જઈશ? અને શું છું હું? એ તો જ્ઞાન સ્વરૂપી ભગવાન છે... એ ક્યાં જાય? ... આહાહાહા!
બેનનો શબ્દ આવે છે ને? જાગતો જીવ ઊભો છે ને એ ક્યાં જાય? એ જાણક સ્વભાવી ભગવાન ધ્રુવ છે ને! એ પરિણમે તો જાણવારૂપે પરિણમે પર છે માટે પરને જાણવા માટે પરિણમે છે એમ પણ નથી. આહા!
એ તો પોતાનો સ્વભાવ જ સ્વ પર પરિણતિ જાણવાનો સ્વભાવ છે. એ આત્મજ્ઞપણું છે. એ સ્વપણું છે. પણ અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે હું પરને જાણું છું તો બહાર વયો ગયો... પરને જાણું છું તો.. હું બહાર ગયો એમ એને થઈ જાય છે.
ભારે વાત છે, ભાઈ! પરને જાણું છું એમ કહેવું એ પણ ઉપચાર છે, વ્યવહાર છે, આહા!