૧૮૦ શ્રી પ્રવચન રત્નો-૧
શ્રોતા- જ્ઞાન રાગને તો ન જાણે પણ જ્ઞાન નિર્મલ પર્યાયને પણ ન જાણે? જવાબ- પર્યાય પોતાને જાણે છે એ તો સ્વની છે ને! શ્રોતા- પર્યાય દ્રવ્યને ક્યાં અડે છે? જવાબ-પોતાને જાણે છે. પર્યાય પર્યાયને જાણે છે. અનંતી પર્યાયોને જાણે છે. પણ એ અનંતી પર્યાયોને અડીને જાણતો નથી.
ઝીણું બહુ! આહા! જ્ઞાનની એક જ પર્યાય એટલી તાકાતવાળી છે કે એક જ પર્યાયમાં છ દ્રવ્યના ગુણ પર્યાય જણાય અને પોતાના ત્રિકાળી દ્રવ્ય ગુણ પર્યાય જણાય એવી એક સમયની પર્યાયની તાકાત છે; તે પર્યાય પરને તો અડતી નથી... આહાહાહા! .. એથી આગળ અહીં નથી કહેવું... પણ એ પર્યાય દ્રવ્યને પણ અડતી નથી. અહીં તો પરની અપેક્ષાની વાત છે. પર્યાય જો દ્રવ્યરૂપે થઈ જાય તો એ એક સમયની છે.. ને વસ્તુ ત્રિકાળ છે. આહા! ત્રિકાળને અડીને પર્યાય કામ કરતી નથી કેમકે બે વચ્ચે પણ અભાવ છે; અતત્ ભાવ! પ્રવચનસારમાં છે. જે પર્યાય ભાવ છે તે દ્રવ્યમાં અતત્ ભાવ છે; દ્રવ્યભાવ છે તે પર્યાયમાં અતત્ભાવ છે. પર્યાયમાં સ્વપર જાણવાનો સ્વભાવ સ્વતઃ છે.. એમાં રાગને અને શરીરને જાણવું એથી મારું જ્ઞાન ભ્રષ્ટ થઈ ગયું કે પરમાં વયું ગયું એમ.. ન.. થી.. એ અજ્ઞાનીની અનાદિની ભ્રમણા છે. જીવનો જ્ઞાન સ્વભાવ છે તે દયા વિકલ્પનું કરવું એવું એનું સ્વરૂપ નથી. પણ તેને જાણવું અડીને એવું પણ એનું સ્વરૂપ નથી. એનાથી ભિન્ન રહીને પોતાને જાણતાં એ જણાય જાય છે, એ તો જીવનો સ્વ-પરનો જ્ઞાનનો ઉદય છે.. જીવનો.. આહાહાહા...! સમજાણું કાં... ઈ...?
એ તો સ્વ-પર પ્રકાશમય જ્ઞાનનું અસ્તિત્વ છે. એ જ્ઞાનનું અસ્તિત્વ છે.. એ રાગનું અસ્તિત્વ નથી. સમજાણું કાંઈ?
શ્રોતા- જ્ઞાનમાં પરનો પ્રતિભાસ.. થાય.. જવાબ- પ્રતિભાસ થાય એ ભાષા વ્યવહાર છે. શ્રોતા- જ્ઞાનને કારણે એ થાય છે...? જવાબ- નહીં! નહીં! પ્રતિભાસ થાય એ ભાષા વ્યવહાર છે. પણ જેવું ત્યાં સ્વરૂપ છે એવું જ્ઞાનનું તે કાળે પોતાથી જાણવું થઈ જાય એવું એનું સ્વરૂપ છે.
શ્રોતા- ત્યારે સ્વચ્છત્ત્વ શક્તિનું કેવું... જવાબ- એ પણ એવું જ એ પણ પોતે પોતાને પૂર્ણ જાણે છે. દ્રષ્ટાંત પણ શું કરે? દર્પણનો દાખલો આપીને કહ્યું છે. સ્વચ્છત્ત્વ શક્તિમાં છે. પણ દર્પણમાં જે કોઈ ચીજ જણાય છે... એ દર્પણની થઈ નથી. અહીં અગ્નિ છે... એ દર્પણમાં જણાય છે તો દર્પણમાં જણાય છે એ શું અગ્નિ છે? એ તો અરીસાની સ્વચ્છતા છે. અગ્નિને હાથ લગાડતા ઉષ્ણ લાગે છે.. એવી અગ્નિ છે શું ત્યાં? એ તો અરીસાની અવસ્થા છે... (અરીસાને) હાથ લગાડતાં ત્યાં શું ઉષ્ણ લાગે છે? આહા! આવું ઝીણું છે.. આ બધું અંદર જાણવું પડશે હોં! .. એ ચોરાશીના અવતાર કરી કરીને મરી ગયો છે. આ જાણવાની એ. બી. સી. ડી. છે... કકકો છે... આ