શ્રી પ્રવચન રત્નો-૧ ૧૭૯
પોતાનું અસ્તિત્વ કેવડું છે. કેટલું છે અને ક્યાં છે એમ આંહી સિદ્ધ કરવું છે. અગ્નિ પણ પોતાના અસ્તિત્વમાં રહીને બાળે છે એમ કહેવું પણ એ અગ્નિરૂપ થઈને છે એતો.
એમ પરને જાણે છે એ પોતાના સ્વરૂપે થઈને જાણે છે.. પરરૂપે થઈને જાણે છે એમ છે.. નહીં.. આહાહાહા!
‘અગ્નિ પોતાના શુદ્ધ સ્વરૂપે છે’ ... જોયું? શુદ્ધ સ્વરૂપે એમ ભાષા લીધી છે. ‘અગ્નિનો એવો સ્વભાવ છે.’ ... એ દ્રષ્ટાંત.. હવે સિદ્ધાંત.. એમ જીવ જ્ઞાનસ્વરૂપ છે’ ... છે? જેમ અગ્નિનો દાહક સ્વભાવ છે એમ જીવનો જ્ઞાનસ્વભાવ છે. અગ્નિ જેમ બધાને બાળે છે એમ સમસ્ત જ્ઞેયને જાણે છે.. ઓલામાં બાળતો થકો અગ્નિ પોતાના શુદ્ધ સ્વરૂપે છે એમ જાણતો થકો (જીવ) પોતાના સ્વરૂપે છે. આહાહાહા!
સર્વજ્ઞ અને સર્વદ્રર્શિત્ત્વ (શક્તિ) માં એ લીધું નથી? શક્તિમાં! સર્વજ્ઞ એ આત્મજ્ઞપણું છે.. આત્મજ્ઞ એ સર્વજ્ઞપણું છે. સર્વને જાણે છે એમ નહીં... આત્માનો સ્વભાવ જ સર્વજ્ઞ છે.. એ પોતે પોતાને જાણે છે.. સર્વજ્ઞ કહ્યું છતાં એ આત્મજ્ઞ છે.. આહાહા!
ઝીણું છે, ભાઈ! શું થાય? અનંતકાળથી જન્મ મરણ થાય છે એને મટાડવાનો ઉપાય અલૌકિક છે.. આહા!
ચૈતન્ય સત્તા એટલે કે જેનું હોવાપણું એકલું ચૈતન્યથી જ છે. જેનું હોવાપણું એકલું ચૈતન્યથી છે એને પકડીને અનુભવ કરવો એનું નામ પ્રથમ ધર્મની શરૂઆત છે. સત્તા એટલે જેનું હોવાપણું જ્ઞાનપણે જેનું હોવાપણું છે. એ રાગપણે કે શરીરપણે જેનું હોવાપણું નથી.
એથી એ જ્ઞાન બધાંને જાણતો થકો છતાં પોતાના જ્ઞાન સ્વરૂપે જ થઈને એ રહ્યો છે. પરને જાણતાં પરસ્વરૂપે થઈને રહ્યો છે એમ નથી.
આહા! ‘એવો વસ્તુનો સ્વભાવ છે. જ્ઞેયના જાણપણાથી જીવને અશુદ્ધપણું માને છે તે ન માનો.’
આહા! પર સંબંધીનું જ્ઞાન થતાં હું પરને અડી ગયો છું અથવા પર મારામાં આવી ગયું છે એમ ન માનો.
હવે આવી વ્યાખ્યા! ઝીણી! હેં! બહુ આકરું પડે... સંપ્રદાયમાં તો બસ જાણે વ્રત અને તપ- ભક્તિ, પૂજા... યાત્રા બાત્રાને જાણે ધર્મ, આ વળી પોષા અને સામાયિક... દયા... પડિક્રમણાં.. બધી રાગની ક્રિયાઓ છે.
એ વખતે રાગ થયો પણ કહે છે કે જીવનો સ્વભાવતો જાણવું જ છે, એ રાગ કાળે પણ જીવ રાગને અને પોતાને જાણે છે... આ તો જીવનો સ્વભાવ છે. એ તો શુદ્ધજીવનું સ્વરૂપ જ છે. આહાહાહા!
પરનું કરવું એ તો ન મળે; પણ રાગનું કરવું એ પણ ન મળે; પણ રાગનું જાણવું એ પણ રાગમાં જઈને જાણે એમ પણ નથી. આહાહાહા!
આવો આ માર્ગ! વીતરાગ પરમેશ્વર! જિનેન્દ્ર દેવ... ગણધરો અને ઇન્દ્રોની વચ્ચેનો આ ત્રિલોકનાથનો પોકાર છે. આહા! માર્ગ આ છે. ભાઈ! તે સાંભળ્યું ન હોય માટે કાંઈ બીજી ચીજ થઈ જાય?