૧૭૮ શ્રી પ્રવચન રત્નો-૧ આમ... છૂટી જશે.. જુવાન અવસ્થા હશે તોય છૂટી જશે. આહા! આહા! એ છૂટું જ તત્ત્વ છે એની સાથે એક ક્યાં રહેલો છે. એક ક્ષેત્રે પણ ભેગું નથી.. પોતાના અને પરના ક્ષેત્ર.. આકાશની અપેક્ષાએ (એકક્ષેત્રાવગાહ) કહેવાય. શરીર અને કર્મ... અરે! અહીં તો રાગનું ક્ષેત્ર પણ ભિન્ન ગણ્યું છે.. એવું છે.. “સંવર અધિકાર” દયા-દાન-ભક્તિના પરિણામ થાય... ભાઈ! એ વિકલ્પ છે. એનું ક્ષેત્ર એટલું ભિન્ન ગણ્યું છે. એ ભિન્ન ક્ષેત્રને ભિન્ન ભાવને જ્ઞાનમાં રહીને સ્વમાં રહીને જાણવું એ તો સ્વપર પ્રકાશક જીવનો શુદ્ધ ઉદય ભાવ છે. સ્વ પર પ્રકાશક જીવનો સ્વભાવ છે. એ પોતાનું પ્રગટપણું છે. પોતાનો એ સ્વભાવ છે એ ઉદય તો સ્વભાવ જ છે એમ કહે છે.
એ શુદ્ધ સ્વભાવનું જ પ્રગટપણું છે. હવે આવી વાતો...! પકડાય નહીં.. બિચારાં શું કરે? પછી હાલ્યા જાય છે... ક્રિયાકાંડમાં જોડાઈ જાય છે. વ્રત કરો ને અપવાસ કરો ને આયંબિલ કરો.. ધર્મ થઈ જશે.. અરેરે! જીવને ક્યાંય રખડાવી માર્યો છે... ભ્રમણામાં ને ભ્રમણામાં.
અહીં તો એ સિદ્ધ કરે છે કે શુદ્ધ જીવનો સ્વભાવ તો સ્વ-પર ને જાણવું એ અપેક્ષાએ પરનું કહેવું છે... જ્ઞાન જ્ઞાનને જાણે અને જ્ઞાનમાં પર વસ્તુ જણાય છે. એ તો જ્ઞાન છે... અને જ્ઞાન સિવાય પોતાના બીજા અનંતગણને જાણે.. એ પણ પર-પ્રકાશક છે. આહાહાહા! છતાં તે જ્ઞાન અનંતગુણને જાણે છતાં તે ગુણો જ્ઞાનમાં આવી નથી ગયા. આહા! આવું છે...
શ્રોતા- તાદાત્મ્ય સંબંધ હોવા છતાં જુદોને જુદો રહે છે? જવાબ- તાદાત્મ્ય સંબંધ જ્ઞાન અને આત્મા સાથે છે.. રાગ.. એ સંયોગી સંબંધ નથી એમ કહ્યુંને એ સંયોગી ભાવ છે. એ સંયોગી ભાવને અડતો પણ નથી.
શ્રોતા- રાગને ક્ષણિક તાદાત્મ્ય કહેવાય? જવાબ- એ અપેક્ષાથી એની પર્યાયમાં છે ને એ અપેક્ષાથી બાકી પરમાર્થે એ સંયોગી ભાવ છે; એની સાથે સંબંધ છે જ નહીં. તાદાત્મ્ય સંબંધ નથી એટલે સંબંધ નથી.. એમ.. ત્રિકાળની સાથે સંબંધ નથી. પર્યાયની સત્તા.. પર્યાયમાં છે એને જાણતાં જ્ઞાન રાગને અડીને જાણે છે એમ નહીં એ તો એની પર્યાયમાં છે તે અશુદ્ધતા બતાવવી હોય એ માટે.
અહીં તો એની પર્યાયમાં છે. તેની પર્યાય તે કાળે તેને અને પરને જાણે એવો પોતામાં રહીને રાગને જાણે એવો સ્વભાવ છે. જ્ઞાન તે વખતે પણ રાગરૂપ થયું જ નથી. આહાહાહા! સમજાણું કાંઈ?
એ તો શુદ્ધ સ્વભાવોદયઃ શુદ્ધ જીવ સ્વભાવ ઉદય એટલે સ્વરૂપ જ છે એમ કહેવું છે. આહા! ભાવાર્થ- જેમ અગ્નિનો દાહક સ્વભાવ છે. સમસ્ત દાહ્ય વસ્તુને બાળે છે. દ્રષ્ટાંત આપે છે. અગ્નિનો દાહક સ્વભાવ છે. એ બધી વસ્તુને બાળે છે. છતાં બાળતો થકો અગ્નિ પોતાના શુદ્ધ સ્વરૂપે છે. અગ્નિનો એ વો જ સ્વભાવ છે બધાને અગ્નિ કાંઈ પરરૂપે લાકડારૂપે કે છાણા રૂપે થઈ બાળ્યું નથી.. આહા..! બાળે છે એ પણ વ્યવહાર છે કહ્યું ને!
‘બાળતો થકો અગ્નિ પોતાના શુદ્ધસ્વરૂપે છે અગ્નિનો એવો જ સ્વભાવ છે.’ સમજાવવું તે શી રીતે સમજાવવું? આહાહાહા! લાકડાં-અડાયા છાણા- અગ્નિ એ રૂપે થાય છે... એ અગ્નિ પોતાના સ્વરૂપે થઈ છે.. એ છાણાના આકારે છાણાના સ્વરૂપે નથી થઈ.