Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 182 of 225
PDF/HTML Page 195 of 238

 

૧૮૨ શ્રી પ્રવચન રત્નો-૧

અહીં તો ત્યાં સુધી લઈ ગયા કે જે કાળે જે પ્રકારનો.. એ તો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન એમ આવ્યું છે ને? એનો અર્થ પછી કરશે. જે કાળે જે રાગ આવે દયા-દાન-વ્રતાદિનો તે પ્રકારનું જ જ્ઞાન અહીં પોતાને સ્વ-પર પ્રકાશકના સામર્થ્ય...

ને લઈને એ રાગ આવ્યો એને કારણે નહીં. એ કાળે આનો સ્વભાવ પર્યાયમાં સ્વ-પર પ્રકાશક આનો અને આનો બન્નેનું જેટલું સ્વરૂપ છે તેવું જાણવાની પર્યાય પ્રગટી.

શ્રોતા- પર સંબંધીનું પોતાનું જ્ઞાન જવાબ- એ પર સંબંધીનું કહેવું એ વ્યવહાર છે. એ પણ નહીં.. એ પોતાનું છે. શ્રોતા- જ્ઞાનમાં આવ્યું તો પરનો સંબંધ ક્યાં ગયો? જવાબ- કોણે કીધું તમને? ખબર નથી...! .. પર છે એટલા સંબંધનું સ્વરૂપ પોતામાં જાણવાની શક્તિ છે તેથી પોતામાં જાણે છે. લોકાલોકને જાણે છે એ લોકાલોકને લઈને નહીં આહાહા!

એ જ્ઞાનની પર્યાયનું એટલું સામર્થ્ય છે કે “સ્વ-પર પ્રકાશક” એ સ્વસ્વરૂપ જ છે.. સ્વ જ્ઞેય એટલું એનું સ્વરૂપ છે. આહા! સમજાણું?

બધું ઝીણું પડયું આજે. કલાક થયો. આ અધિકાર એવો છે... ગાથા એવી છે! સમય સમયનો પર્યાય એવડો છે. ત્રિકાળ તો ધ્રુવ છે... પણ અહીં પોતાની પર્યાય પ્રગટ થાય છે એ જેટલું સામે જ્ઞેયનું પ્રમાણ છે એટલા પ્રમાણમાં જ્ઞાનની પર્યાય પોતામાં પોતાથી પ્રગટ થાય છે. પૂરી પ્રગટે છે ત્યારે આ પ્રશ્ન (રહેતો) નથી. સમજાણું કાંઈ? આહા! જે સમયમાં જે જ્ઞેય સામે છે તેટલા પ્રમાણમાં જ્ઞાનની પર્યાય પોતાથી પોતામાં સ્વ-પર પ્રકાશરૂપ સ્વથી પ્રકાશે છે.

આવું છે આ! એક અક્ષર (જો) ફરે તો બધું ફરી જાય... આહા! આ વાત હતી જ નહીં. એટલે લોકોને નવીન લાગે. આ જાણે બધો નવો ધર્મ કાઢયો? નવો નથી, બાપુ! અનાદિનો તું છો.. તો સ્વપર પ્રકાશનું સામર્થ્ય સ્વથી-પોતાથી-પોતામાં અનાદિનું છે.

એ ચેતન.. ચેતન.. ચેતન.. ચેતન...! એ અચેતનને જાણે એમ કહેવું એ પણ વ્યવહાર છે. અચેતનમાં રાગ અને શરીર બધું અચેતન આવી ગયું. આહા! અને તેના સંબંધીનું તેટલું જ જ્ઞાન એ જ્ઞેય જેટલું છે એટલું જ્ઞાન અહીં સ્વ-પર પ્રકાશન એને લઈને પ્રગટયું છે એમે ય નથી.

તે સમયનો એનો સ્વ-પર પ્રકાશનું જેટલું સામર્થ્ય છે તેથી એ પ્રગટયું છે તે સ્વ છે. આહા! આહાહાહા!

પકડાય એટલું પકડવું, બાપુ! તારી લીલા તો અપાર છે. આ કોઈ પંડિતાઈની ચીજ નથી. આ તો અંતરના સ્વભાવના નાદની ચીજ છે.