શ્રી પ્રવચન રત્નો-૧ ૧૮૩
શ્રોતા- આ ભણતર જુદી જાતનું છે. વાત સાચી છે... આહાહા...! એટલી વાત કાને પડે છે એય ભાગ્યશાળી છે ને! આવી આ વાત! પરમાત્માના શ્રીમુખેથી નીકળેલી વાત છે... સમજાણું કાંઈ? ક્યાંય આ નથી... પ્રભુ! તું કોણ છો? ક્યાં છો? કેવો છો? સમયે સમયે તું કેવડો છો? એ પર જે જ્ઞેય છે એટલું જ અહીં જ્ઞાન થાય.. અને સ્વનું (પણ) જ્ઞાન થાય તેવડો તે સમયે એવડી પર્યાય તારી છે.. (એ) તારાથી આહા!
શ્રોતા- આજે તત્ત્વની બહુ મજા આવી... જવાબ- આ શ્લોક એવો છે. એ વધારે તો અહીં “चुम्बन” માંથી આવ્યું “ચુંબન” છે ને! એનો અર્થ કરી નાખ્યો “અશુદ્ધગુણ” પણ ચુમ્બનનો અર્થ સ્પર્શવું છે. એ ત્રીજી ગાથામાં કર્યો ને! કે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને એ સ્પર્શે છે પરને સ્પર્શતો નથી. એનો આ બધો વિસ્તાર છે. આહાહાહા!
આ તો જ્ઞાનસ્વરૂપી ભગવાન... જ્ઞાનમાં ઠરે એની વાતું છે, બાપા! જેવી જેની સત્તા એટલે હોવાપણે છે તેમાં તે ઠરે... આહાહાહા! સમજાણું કાંઈ?
એ વસ્તુ છે. ‘જીવ વસ્તુમાં એક દ્રવ્યરૂપે પરિણમે છે એમ શોભતું નથી.’ રાગરૂપે આત્મા પરિણમે છે કે આત્મા રાગરૂપે થાય છે કે જ્ઞેય આત્માપણે થાય છે એમ શોભતું નથી. આહા! ‘જીવ સમસ્ત જ્ઞેયને જાણે છે, જ્ઞાન જ્ઞાનરૂપ છે, જ્ઞેય વસ્તુ જ્ઞેયરૂપ છે; કોઈ દ્રવ્ય પોતાનું દ્રવ્યત્ત્વ છોડીને અન્ય દ્રવ્યરૂપે તો નથી થયું... એવો અનુભવ કોને છે તે કહે છે. આહાહા! “શુદ્ધદ્રવ્યનિરૂપણાપિત્તમયેઃ” સમસ્ત વિકલ્પથી રહિત શુદ્ધ ચેતનામાત્ર જીવ વસ્તુના પ્રત્યક્ષ અનુભવમાં સ્થાપ્યું છે બુદ્ધિનું સર્વસ્વ જેણે એવા જીવને.
‘નિરૂપણ’ એટલે પ્રત્યક્ષ અનુભવ. આહાહા! જોયું કથન છે એનું વાચ્ય છે એને અહીં લીધું પછી. ‘નિરૂપણ’ વાચ્ય છે એને નિરૂપણ શબ્દથી કહ્યું આહાહા! એવા જીવને આ હોય છે. આવો અનુભવ એને હોય છે એમ કહેવું છે અહીં... આહાહાહા..!
જેણે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી.. એમાં બુદ્ધિને સ્થાપીને જ્ઞાનનો અનુભવ કર્યો એને આ વાત હોય છે. અજ્ઞાનીને એ વાત હોતી નથી. ચાહે તો સાધુ થયો હોય પાંચ મહાવ્રત પાળતો હોય પણ અજ્ઞાની છે એને આ વાત શોભતી નથી... એને હોતી નથી.
‘સત્તા માત્ર શુદ્ધ જીવવસ્તુને પ્રત્યક્ષ આસ્વાદે છે. જોયું? “तत्त्वंसमुत्पश्यतः” સમ્યક્પ્રકારે ઉગ્રપણે પશ્યતઃ આસ્વાદે છે. એવા જીવને આહાહાહા! આવા જીવને આ હોય છે. વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું એને પ્રગટ છે.. કે પરને જાણતાં પરમાં જ્ઞાન ગયું નથી... પરથી જ્ઞાન થયું નથી.
જીવ સમસ્ત જ્ઞેયને જાણે છે,... સમસ્તજ્ઞેયથી ભિન્ન છે એવો સ્વભાવ સમ્યગ્દ્રષ્ટિ જીવ જાણે છે. લ્યો... પ્રમાણ વચન ગુરુદેવ.