Pravach Ratno Part 1 (Gujarati). Gatha: 199 Date: 15-07-1979 Pravachan: 275.

< Previous Page   Next Page >


Page 184 of 225
PDF/HTML Page 197 of 238

 

૧૮૪ શ્રી પ્રવચન રત્નો-૧

દિનાંક – ૧પ–૧–૭૯ શ્રી સમયસાર ગાથા ૧૯૯ પ્રવચન નં. ૨૭પ

હવે સમ્યગ્દ્રષ્ટિ સ્વને અને પરને પ્રમાણે જાણે છે.

पोग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो।
ण दु एस मज्झ भावो जोगणभावो हु अहमेकको।। २९९।।
પુદ્ગલ કરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ,
આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞયક ભાવ છું. ૧૯૯

જીણી વાત છે ભાઈ... નિર્જરા અધિકાર છે ને! નિર્જરા એટલે શુદ્ધિ સ્વરૂપ જે શુદ્ધ છે... પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે.. પૂર્ણ અતીન્દ્રિય આનંદનો મહાસાગર છે. એવા આત્માને અંતરમાં દ્રષ્ટિ અંતર્મુખ કરી અને એનું વેદન સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદનું વેદન આવે એને અહીંઆ સમ્યગ્દ્રષ્ટિ કહે છે. આહા!

એને નિર્જરા હોય છે. નિર્જરા તત્ત્વની.. વાત ત્રણ પ્રકારે કર્મનું ખરવું એને નિર્જરા કહે છે.. અશુદ્ધતાનું ટળવું એને નિર્જરા કહે છે એ એક શુદ્ધનું વધવું.

વીતરાગમાર્ગ કોઈ અલૌકિક છે ભાઈ! કાલે કોઈક કહેતું હતું કે આ વર્ષાદ ખેંચાણો છે ને તો બાર-ચૌદ ઢોર મરી ગયા ઘાસ વગર કહો! આવા અવતાર! આમ તો અગીયાર ઇંચ વર્ષાદ આવી ગયો છે. ઘાસ થોડું હતું એ બધું ખવાઈ ગયું... બાર-ચૌદ ઢોર ઘાસ વગર મરી ગયા. આવા અવતાર તેં અનંતવાર કર્યા છે... એક આત્મજ્ઞાન વિના બાકી બધું કર્યું છે. દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા આદિ કર્યા છે.. એ સંસાર છે.

અહીંયા તો સમ્યગ્દ્રષ્ટિ.. જેને આત્મા ચૈતન્ય રત્નાકર, મહાપ્રભુ અનંત શક્તિઓથી બિરાજમાન, કાલે કહ્યું હતું કે એક આત્મામાં એટલી શક્તિઓ એટલે સ્વભાવ એટલે ગુણો એટલા છે કે અનંતા મોઢાં કરીએ- મુખ કરીએ- એક એક મુખમાં અનંતી જીભ કરો તો પણ કહી શકાય નહીં. આહા! પ્રભુ! એને ખબર નથી. બહારની બધી વાતોમાં અને ભીખમાં.. પોતાથી વિશેષ જાણે બહારમાં છે એમ લાગ્યું છે એટલે અટકી ગયો છે. પોતાની અંદર વિશેષ કોઈ જુદી ચીજ છે... આહા! એના તરફ એણે કદી નજર કરી નથી. એ આંહી કહે છે.

સમ્યગ્દ્રષ્ટિ જીવ.. સમ્યક્ નામ સત્ય- જેવું હોય તેવું પૂર્ણ સ્વરૂપ.. કેવું? અનંત મુખથી અને એક એક મુખમાં અનંત જીભે એના ગુણ કહેવા જાય તો પણ ગુણની સંખ્યા એટલી છે કે કહી શકાય નહીં! આહાહાહા! રાત્રે કહ્યું હતું. એવો આ ભગવાન આત્મા શરીર એ તો માટી છે એ પર છે... જગતની ચીજ છે.. કર્મ અંદર છે એ જડ છે, પર છે. એનું તો આત્મામાં અસત્પણું છે સ્વમાં સત્પણું છે અને પરનું તેમાં અસત્ પણું છે.

હવે એમાં રખડે છે કેમ? આટલી આટલી શક્તિઓ પડી છે. આહા! એ અનંત ગુણોની સંખ્યા કહી શકાતી નથી, એવો આ ભગવાન આત્મા એણે સમ્યક્ એટલે જેવું સત્યસ્વરૂપ છે એવી અંતરદ્રષ્ટિ