શ્રી પ્રવચન રત્નો-૧ ૧૮૯ પરને જાણું એવું સ્વ-પર પ્રકાશક મારી સત્તાનું સ્વરૂપ છે. એનાથી હું મને જાણું છું.. આવું છે!
સ્વ અને પરને જાણે છે સ્વ એ જ્ઞાયક ભાવ અને રાગ એ પર.. અહીં અત્યારે રાગ લેવો છે. આ અપેક્ષા છે. ખરેખર તો અહીં સંબંધીનું જ્ઞાન પોતાનામાં પોતાથી સ્વ-પર પ્રકાશના સામર્થ્યથી થયેલું છે, તેને જાણે છે. અહીં રાગ બતાવવો છે. રાગને ધર્મી જાણે છે પણ રાગ (તે) હું નહીં.. હું છું ત્યાં રાગ નથી અને રાગ છે ત્યાં હું નથી. આહાહાહા! આવી વાત! માણસને નવરાશ ક્યાં છે.. પોતાના હિતને માટે વખત લેવો એ પણ વખત એને મળતો નથી એમ કહે છે. મરવાનો વખત નથી. આ વેપાર અને આ ધંધા! બાપુ! દેહ છૂટવાના ટાણા આવશે ભાઈ! એ ટાણે (મોત) અકસ્માત આવીને ઉભું રહેશે. આહાહાહા! વાત કરતાં કરતાં (દેહ) છૂટી જશે. એમ નહીં કે એ કહેશે કે હવે હું છૂટું છું.. આ દેહ તો જડ છે માટી છે એને જે સમયે છૂટવાનો સમય છે તે સમયે એનો છૂટયે જ છૂટકો છે. એ એનો સમય છે.
ભગવાનના જ્ઞાનમાં તો છે.. પણ તારે શરીરમાં રહેવાની આટલી જ યોગ્યતા છે.. એટલી યોગ્યતા સુધી રહીને દેહ છૂટી જશે. આહા!
અહીં કહે છે પ્રભુ...! ધર્મી એને કહીએ જેને આત્માનું દર્શન થયું છે. એને દયા-દાન-ભક્તિ- જાત્રાનો રાગ આવે પણ ધર્મી એને પોતાનો માનતો નથી. એને પોતાનો ન માને. જેમ આ માટી જડ ધૂળ છે અને એનું અસ્તિત્વ તદ્ન ભિન્ન છે. (તેમ રાગ ભિન્ન છે) એ પર છે. રાગનું અસ્તિત્વ પર્યાયમાં જરા દેખાય છતાં એ અસ્તિત્વ મારું સ્વરૂપ નથી. આહા!
ધર્મી એને કહીએ.. સમ્યગ્દર્શન એ ધર્મની પહેલી સીઢી- એને કહીએ રાગને પણ પોતાની ચીજ ન માને. આહા! ત્યાં વળી આ બાયડી મારી અને આ છોકરાં મારા... પ્રભુ! ધર્મી એમ માને નહીં કહેશે હમણાં એ... સમજાણું કાંઈ?
આ દીકરો મારો છે અને આ દીકરી મારી છે.. આ મારી બાયડી છે. અરે પ્રભુ! કોની બાયડી? કોના છોકરાં? એનો આત્મા જુદો એના શરીરના પરમાણુ જુદા.. તારાં જુદા.. એ તારા ક્યાંથી આવ્યાં? આહા! શું થયું છે તને પ્રભુ! આહાહાહા!
આહીં કહે છે કે એ સ્વ-પરને જાણે છે. આ જ પ્રમાણે રાગ પદ બદલીને દ્વેષ આવે.. દ્વેષ લેવો “છે?” દ્વેષનો અંશ આવે તો પણ ધર્મીને આત્માના આનંદના સ્વાદ આગળ એ દ્વેષનો સ્વાદ આકુળતા છે માટે એ મારું સ્વરૂપ નથી. આહા! સમજાય છે કાંઈ?
દ્વેષનો અંશ છે એ મારી ચીજ નહીં. હું તો પ્રભુ જ્ઞાયક ચૈતન્ય જ્યોત અનાદિ સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેશ્વર દેવ પરમેશ્વર પરમાત્મા એણે જે આ આત્માને જોયો એ આત્મા તો રાગ અને વિકાર રહિત પ્રભુ આત્મા છે. તેને ભગવાને આત્મા કહ્યો છે. આહા! એ ભગવાન પોતે એમ કહે છે કે, ‘ભાઈ! જે ધર્મી થાય એને રાગ અને દ્વેષના અંશ આવે.. એની એટલી નબળાઈ છે.. પણ એ મારું નહીં મને નહીં હું એને અડતોય નથી. આહા! આવી વાત છે! સાંભળવી મુશ્કેલ પડે, બાપુ! શું કરે.. એ દ્વેષ, મોહ.. આ મોહ એટલે મિથ્યાત્વ નહીં! પણ પર તરફ જરાક સાવધાની જાય છે એ પણ હું નહીં, હું નહીં.. અહીં સમ્યગ્દ્રષ્ટિને લેવો છે ને! મિથ્યાત્વ છે જ નહીં ત્યાં.. પણ કોઈ જરી સમ્યક્ત્વ મોહનીયનો ઉદય હોય કોઈ વખત... એ પર તરફની સાવધાની એ પણ હું નહીં. એ હું નહીં.. હું તો જાણનાર ચૈતન્ય