૧૯૦ શ્રી પ્રવચન રત્નો -૧ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જિનેશ્વર દેવે જેવો પ્રગટ કર્યો અને એવો હતો એ હું છું. મારામાં અને ભગવાનમાં કાંઈ ફેર નથી. ભગવાનની પર્યાય પ્રગટ થઈ ગયેલી છે; મારી પર્યાય અપૂર્ણ છે. છતાં એ રાગ આદિ ચીજ જેમ ભગવાનમાં નથી એમ મારામાં પણ નથી.
અરેરે! આવી વાતો! ક્યાં નવરાશ છે. માણસ પાસે? એમ દ્વેષ-એમ મોહ-એમ ક્રોધ-એમ ક્રોધ જરી આવી જાય.... ધર્મી છે.. લડાઈ વગેરેમાં પણ ઊભો હોય છતાં એ ધર્મી ક્રોધને પોતાનું સ્વરૂપ જાણતો નથી. એ ક્રોધને ક્રોધની હૈયાતીમાં, ક્રોધને.... જાણવાનો પોતાનો સ્વભાવ છે તેને જાણે છે. સમજાણુ કાંઈ
આવી વાત છે. ક્રોધ.... એમ માન, ધર્મીને જરા માન આવી જાય... ધર્મી છે. ... આહા! છતાં એ જાણે છે કે એ મારી ચીજ નહીં હો! એતો પારકી ચીજ આવીને દેખાવ દયે છે.. આહાહા!
જેમ ઘરમાં પોતે રહ્યો હોય અને કોઈકની સ્ત્રી કે છોકરો પોતાના મોઢા આગળ આમ આવીને ચાલ્યા જાય બારણા પાસેથી... એમ આ ક્રોધનો અંશ પણ આવીને દેખાવ ધ્યે છે, એ મારી ચીજ નહીં.
આવું ઝીણું છે. એટલે તો લોકો કહે છે ને કે આ સોનગઢવાળાનું એકાંત છે. વ્યવહારથી થાય એમ કહેતા નથી.. પણ અહીં પ્રભુ તો એમ કહે છે કે વ્યવહારનો રાગ આવે એને ધર્મી પોતાનો માનતો નથી.
પ્રભુ! વીતરાગ માર્ગ ઝીણો બહુ છે બાપુ! ત્રણ લોકના નાથ સીમંધર ભગવાન મહાવિદેહમાં બિરાજે છે. એના આહીં પડયા વિરહ! વાણી રહી ગઈ. આહા! સાક્ષાત્ કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા. આઠ દિવસ ત્યાં રહ્યા હતા. આવીને આ વાણી બનાવી છે. (શાસ્ત્રો બનાવ્યાં છે.) એની ટીકા કરનાર તો ત્યાં ગયા ન હતા. પણ એ અહીં ભગવાન પાસે અંદર ગયા હતા. તેથી આ ટીકા બનાવી છે આહા!
આવું છે...! આ કઇ જાતનો ઉપદેશ? બાપુ, ભાઈ! માર્ગ તો આ છે, બાપુ! વીતરાગ..! વીતરાગનો માર્ગ વીતરાગભાવથી હોય છે. વીતરાગનો માર્ગ રાગથી હોય નહીં... તો (એ) વીતરાગ માર્ગ ન કહેવાય.
એથી સમ્યગ્દ્રષ્ટિ આત્માને વીતરાગસ્વરૂપે જ જાણે છે તેથી પર્યાયમાં... સમ્યગ્દર્શન એ.. વીતરાગી પર્યાય પ્રગટ થઈ છે. વીતરાગી પર્યાયથી વિરૂદ્ધનો માન કે ક્રોધ એ એને પોતાનો માનતો નથી. આહાહાહા!
માયા.... માયા પણ જરી આવે છે. પણ એ દેખાવ દયે છે... તે વખતે તે જ્ઞાનનો પર્યાય તેને જાણવાની પોતાની શક્તિથી પ્રગટેલું જ્ઞાન આ છે એમ જાણે છે, છૂટી જાય છે. આહા! આવું આકરું છે.
લોભ... ઈચ્છા કોઈ વર્તી આવે છતાં ધર્મી એને કહીએ કે એ ઈચ્છાને પણ પોતામાં ન લાવતાં... એ મારું સ્વરૂપ જ નથી.... લોભ મારું સ્વરૂપ જ નથી.... મારી જાત નથી.... મારી નાત નથી એ તો કજાત છે.. એ આત્મ જાત નહીં... ઈચ્છાને પણ અન્ય જાણીને માત્ર જાણવાવાળો રહે છે. હું તો એક જ્ઞાયક જાણનારો છું.. આહા!