શ્રી પ્રવચન રત્નો -૧ ૧૯પ અનેકપણાની પુષ્ટિ નથી થતી અનેકપણાની પુષ્ટિ થાય છે. આહા... હા! ભગવાન.... આવો છે! જન્મ - મરણ રહિત ઈ ચીજ કોઈ અલૌકિક છે!
આખા જગતથી ઉદાસ થવું પડશે પ્રભુ! રાગને પર્યાયથી પણ ઉદાસ થવું પડશે! ઉદાસ થવું પડશે ભાઈ! અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ, ત્યાં તારું આસન લગાવી દે આહા... હા! ઉદાસીનોડહં, ઉદાસીન...! ઉદાસીન પરથી ઉદાસ થઈને પોતાના સ્વભાવમાં આસન લગાવી દે! આહા! ઈ આસન લગાવવાથી એકપણાની શુદ્ધિ રહેતી નથી ત્યાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે તો શુદ્ધિ વૃદ્ધિ પામે છે તે અનેકપણાની પુષ્ટિ નથી કરતી, શુદ્ધિની વૃદ્ધિએ અનેકપણાની એકપણાની પુષ્ટિ કરે છે. આહા... હા! સમજાય છે કાંઈ...?
આહા... હા ‘તેના અર્થાત્ સૂર્યના પ્રકાશનની (પ્રકાશવાની) હીનાધિકતારૂપ ભેદો તેના સામાન્ય પ્રકાશસ્વભાવને ભેદતા નથી.’ પ્રકાશ.. . પ્રકાશ... પ્રકાશ વધતો જાય એમાં ભેદ નહીં, ભલે પ્રકાશ વધતો હોય પણ પ્રકાશની જ પુષ્ટિ ત્યાં છે આહા.. હા!
તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા’ (કેટલાક) આમાંથી કાઢે! (જુઓ!) કર્મના ઉદયથી ઢંકાયેલો આત્મા એમ (કહ્યું છે) એ.. કર્મના ઉદયને વશ પડયો રહેલો આત્મા એમ (અર્થ છે) સમજાણું કાંઈ... ? કર્મના પટલના ઉદયથી, ઢંકાયેલો (એટલે) કર્મના ઉદયમાં, વશ થઈને, પોતાના સ્વભાવને ઢાંકી દીધો છે. આહા... હા! દુશ્મનને વશ થઈને સજ્જનની સત્શક્તિને ઢાંકી દીધી. એ રાગ, કર્મનો ઉદય એ દુશ્મન છે. એને વશ થઈને નિજશક્તિને ઢાંકી દીધી. આહા... હા! એ કર્મના ઉદયથી ઢંકાયેલો આત્મા એક કહ્યું દ્રષ્ટાંત દેવું છે ને...! વાદળ ને પ્રકાશ. વાદળ ઢાંકે છે તો પ્રકાશ ઢંકાય છે પણ ખરેખર તો ઢંકાવવાની યોગ્યતા પ્રકાશની પોતાનાથી છે. એ વાદળ પ્રકાશને ઢાંકે છે એમ કહેવું ઈ તો વ્વહારથી કથન છે. આહા... હા! સમજાણું કાંઈ?
એમ અહીંયાં અશુદ્ધતાની દશા ઉત્પન્ન થઈ તે કર્મના ઉદયને વશ થઈ ગયો છે એ કર્મથી હઠીને અંતરમાં જેમ જેમ અશુદ્ધતા ઘટતી જાય છે તેમ તેમ કરમ પણ દૂર થતા જાય છે તેમ વિજ્ઞાનઘન આત્મા પોતાની પર્યાયમાં પ્રકાશમાં પુષ્ટ થતો જાય છે. આહા... હા! આવો ધરમ હવે આરે...! એવી વાતું છે ભાઈ!
‘કરમના વિઘટન અનુસાર’ ભાષા.. છે? એ પછી વર્ણીજી હારે પ્રશ્ન થ્યાતા તો એણે એ જ કહ્યુંઃ “કે જ્ઞાનાવરણીય કર્મનો જેટલો ક્ષય, ક્ષયોપશમ થાય એટલું જ્ઞાન આવે” તમે કહો છો કે જ્ઞાનની પોતાની યોગ્યતાથી જ્ઞાન થાય છે. આહા... હા! આ તો નિમિત્તથી કથન કયુ છે. સમજાણું કાંઈ...?
નિમિત્તને વશ થાય છે (પોતે) એટલો આત્મા ઢંકાઈ ગયો છે. જેટલો નિમિત્તના વશથી છૂટયો એટલો આત્માનો વિકાસ થયો આહા... હા! સમજાણું કાંઈ... ? પ્રભુ, આતો વીતરાગના ઘરની વાતું બાપા!
અરે! ભરતક્ષેત્ર જેવા સાધારણ ક્ષેત્ર! એમાં ગરીબ માણસોને ઘરે વસ્તી (ગરીબ) એમાં આ તવંગરની વાતું કરવી! આહા... હા! મહા ભગવાન પૂર્ણાનંદનો નાથ! અંતર મહેલમાં બિરાજે છે આનંદના મહેલમાં!