૧૯૬ શ્રી પ્રવચન રત્નો -૧
એ આત્મા જેટલો કર્મના ઉદયને વશ થાય છે એટલી ત્યાં આત્માની પર્યાય ઢંકાય છે. જેટલો આત્મા નિમિત્તને વશ ન થઈને રહ્યો તો કર્મનું ઘટવું થયું એમ કહેવામાં આવ્યું ઈ આત્મા પોતે જ કર્મને વશ ન થયો તો કર્મ ઘટયાં! અશુદ્ધ પર્યાય નિમિત્તને વશ થતી હતી એવો અર્થ છે ભાઈ! છે?
‘કર્મના વિઘટન અનુસાર’ ભાષા છે. જેમ વાદળના ઘટવાને કારણ પ્રકાશ પ્રગટ થાય છે એમ અહીંયા કર્મના ઘટવાને કારણે આહા...! એનો અર્થ એ છે કે પોતાની અશુદ્ધપર્યાય જે પરને-નિમિત્તને તાબે થતી હતી એ નિમિત્તને તાબેથી હઠી, તો કર્મનો ક્ષયોપશમ એમ કહેવામાં આવેલ છે. વાત તો આમ છે ભાઈ....!
એકબાજુ એમ કહે કે આત્માની પર્યાય જે સમયે જે ઉત્પન્ન થવાની છે તે પોતાથી ઉત્પન્ન થાય છે અને એકબાજુ અમે કહે કે કર્મ ઘટે તેટલો પ્રકાશ થાય. ભઈ! એનો ન્યાય તો સમજવો પડશે ને...! આહા.... હા! શાસ્ત્ર વાંચનામાં પણ બાપુ! તો એ દ્રષ્ટિ યથાર્થપણે હો તો એમાં સમજી શકે! પરદ્રવ્ય ઘટવાને કારણે આત્મામાં પ્રકાશ વધે છે? પણ આત્મામાં એક અભાવ નામનો ગુણ છે, એ અશુદ્ધતાના અભાવરૂપે પરિણમે છે. તેટલી પુષ્ટિ, જ્ઞાનની વૃદ્ધિ થાય છે.
આહા... હા! સાધારણ માણસને... અભ્યાસ ન હોય અંદરમાં આહા...! અને ક્યાં જાવું છે ક્યાં! આહા...! દેહ તો પડી જશે પ્રભુ! દેહ તો સંયોગ છે. પરમાં છે તારામાં છે નહીં પણ એકક્ષેત્રે ભેગું હોય ત્યાં સુધી તને લાગે કે દેહમાં છઈએ! દેહમાં નથી એ તો પોતે આત્મામાં છે. દેહનો ક્ષેત્રાંતરથી દેહ છૂટે. સમજાણું? કાલ પ્રશ્ન નહોતો થયો પંડિતજી ? કે ભઈ પરિણમન છે ઈ ક્રિયાવતી શક્તિને કારણે છે (ઉત્તરઃ) ક્ષેત્રાંતર તો એક ક્ષેત્રથી અન્ય ક્ષેત્રે ક્ષેત્રાંતર થાય ઈ ક્રિયાવતી શક્તિ, પણ એનું જે પરિણમન છે ઈ ક્રિયાવતી શક્તિથી નહીં. એ અનંત ગુણનું પરિણમન જે છે એ પોતાથી છે. ક્રિયાવતી શક્તિનું પરિણમન તો આત્મા કે પરમાણુ ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય, એ ક્રિયાવતી શક્તિનું (કાર્ય છે) પણ ત્યાંને ત્યાં રહીને જે પરિણમન થાય છે એ ક્રિયાવતી એકલી નહીં ભલે એ વખતે સ્થિર હોય તો ક્રિયાવતી શક્તિનું પરિણમન સ્થિર છે. ગતિ કરે તો એ હોય, પણ પરિણમન એની દશા... ભગવાન પૂર્ણાનંદના નાથનું અવલંબન લઈને જે દશા શુદ્ધિ, શુદ્ધિ ઉત્પન્ન થાય છે એ શુદ્ધિ અનેકતાને નહિ અભિનંદતી, શુદ્ધિ વધે ઈ એકતાની પુષ્ટિ કરે છે. સમજાણું કાંઈ...?
આહા.... હા ‘જે કર્મના વિઘટન (ક્ષયોપશમ) અનુસારે પ્રગટપણું પામે છે’ આવી ભાષા હવે એમાંથી કાઢે લોકો એ! ‘કર્મના ઉદયના ઘટવા પ્રમાણે જ્ઞાનનો ઉઘાડ થાય’ આંહી એક બાજુ એમ કહેવું કે જ્ઞાનની પોતાની પર્યાય તે સમયે તે પ્રકારની પ્રગટ થવાની લાયકાતથી પ્રગટ થાય છે. કરમના ઘટવાથી નહીં કેમ કે એમાં (આત્મામાં) એક ‘અભાવ’ નામનો ગુણ છે. કે પરના અભાવરૂપે પરિણમે છે, પરથી નહીં પરના અભાવ પણે પરિણમવું પોતાનો સ્વભાવ છે. સમજાણું કાંઈ.. ?
કરમ ઘટે માટે અભાવરૂપે પરિણમે છે એ તો નિમિત્તનું કથન છે. આહા... હા! કેમકે આત્મામાં એક ભાવને અભાવ નામનો ગુણ છે. તો ભાવગુણના કારણે તો દરેક ગુણની વર્તમાન પર્યાય થશે જ. કર્મના ઘટવાથી એવી થઈ છે (પર્યાય) એવું છે નહીં ન્યાં ભલે ઘટે પણ એની આંહી અપેક્ષા નહિ. સમજાણું કાંઈ?