૮ શ્રી પ્રવચન રત્નો-૧
અનંત જે સંખ્યાએ આત્મામાં ગુણ છે. એગુણ પહેલો, પછી નથી. એક હારે... છે! પણ એક હારેમાં આ એક-બે-ત્રણ-ચાર એમ છેલ્લો ક્યો? આહા... હા! ગણતરીમાં છેલ્લો આવતા નથી. શું કહે છે આ?
અરે! એણે નિજ તત્ત્વ કેવું, કેવડું છે? એવું એણે અંતરથી સાંભળ્યું નથી. આહા..! એના ગુણો... તે ભાવ.. એની સંખ્યા અપાર! તો ગુણ.. ગુણ.. ગુણ.. જ્ઞાન.. જ્ઞાન.. જ્ઞાન.. દર્શન.. ચારિત્ર.. આનંદ.. અસ્તિત્વ.. વસ્તુત્વ.. એમ કરતાં ક્યાંય છેલ્લો ગુણ આવે એવો અંત નથી! આહા.. હા! જેમાં અંત વિનાના, છેલ્લો નહીં એવા અનંતગુણ! આ તે શું કહે છે! આહા... હા! અરે! એણે નિજતત્ત્વને જાણવાનો પ્રયત્ન કર્યો જ નથી. બાકી બધું આ સંસારના.. ઘોર પાપ! આખો દિ’ એણે કર્યાં!
અહીંયાં તો કહે છે જીવ ચરિત્તદંસણણાણ-चरित्तदंसणणाण ठिदो’ तं हि स्वसमय जाण। એમાં તો જેટલા ગુણો છે. એ ગુણોની સંખ્યાનો છેડો, કોઈ અંત નથી. એટલી સંખ્યા.. એટલી સંખ્યા.. એટલી સંખ્યા અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત, એને અનંતને અનંતગુણા વર્ગ કરો તોપણ છેલ્લો આ ગુણ જેમાં નથી. આહા.. હા!
એવડું આ અસ્તિત્વ એના જેટલા ગુણો છે તેટલી જ એની પર્યાય છે. એકસમયમાં અનંતી પર્યાય છે! એમાં પહેલી-પછી ઈ શબ્દ નથી. કારણ કે એકસમયમાં જ અનંતી સાથે છે.
છતાં એ પર્યાયની ગણતરીથી ગણવા માંડો એક, બે, ત્રણ, ચાર, સંખ્ય, અસંખ્ય, અનંત.. અનંત... અનંત ઈ અનંતી પર્યાયમાં છેલ્લી કઈ પર્યાય? ઈ નહીં આવે એમાં! ઝીણું તત્ત્વ બહુ બાપુ! આહા.. હા! આ ગંભીર! સર્વજ્ઞ સિવાય કોઈએ જોયું નથી, જાણ્યું નથી કહ્યું નથી.
આહા.. હા! એના અનંતા ગુણોની સંખ્યા! આકાશ તો ક્ષેત્રથી અંત નહીં. આકાશ.. આકાશ.. આકાશ દશેય દિશામાં.. પછી શું? ... પછી શું? ક્યાંય આકાશનો અંત નથી. એટલા બધા આકાશના પ્રદેશોથી અનંત ગુણા આંહી (આત્મામાં) ગુણ છે. જેનો-આકાશના પ્રદેશનો અંત નથી! આહા.. હા! એથી અનંતગુણા ગુણ, સંખ્યાએ અનંતગુણા ગુણ, એ રહ્યા અસંખ્ય પ્રદેશમાં, રહ્યા એકસમયમાં! રહ્યા અસંખ્ય પ્રદેશમાં રહ્યા એકસમયમાં! રહ્યા અનંત.. તો અનંતનો આ છેલ્લો ગુણ ‘આ’ .. આ તે કાંઈ વાત છે! શું છે! એ છેલ્લો ઈ શબ્દ જ નથી ત્યાં! અને ઈ ભાવમાં ઈ નથી. આહા.. હા! એવા અનંત.. અનંત ભાવરૂપ ગુણ એ આંહી કહેશે નીચે!
‘એ અનંતધર્મોમાં રહેલું એક ધર્મીપણું તે દ્રવ્ય છે.’ -એમ આવશે નીચે. ભાષા સાધારણ છે એમ જાણીને એની ગંભીરતા ન બેસે તો, ભાષા-ભાષા તો જડ છે. એ અનંતગુણ જે છે, એનો કોઈ છેડો નહીં. છેડો નહીં એટલે? આ છેલ્લો ગુણ... છેલ્લો ગુણ.. છેલ્લો ગુણ અનંત.. અનંત ગણતાં કે આ છેલ્લો, ઈ એમાં છે જ નહીં. આ શું કહે છે આ..!? આ વાત પહેલીવહેલી છે! કોઈ દિ’ કહેવામાં આવી નથી. સમજાણું કાંઈ..? અનંત છે ને એ બધું ઘણીવાર કહ્યું! પણ અનંત છે.. ઈ અનંતનો.. અનંતનો.. છેલ્લો, છેલ્લો ક્યો? આહાહા..!
અસંખ્યપ્રદેશમાં એક સમયમાં અનંતની સંખ્યામાં આ છેલ્લો, ઈ છેલ્લો આવતો જ નથી! છેલ્લાનો