શ્રી પ્રવચન રત્નો -૧ ૨૦૩
સમયસાર, તા. ૨૮૩-૮૪-૮પ ગાથા. એની ટીકા. ઝીણો અધિકાર છે થોડો! ટીકાઃ ‘આત્મા પોતાથી રાગાદિકનો અકારક જ છે’ આત્માનું સ્વરૂપ જ એવું છે કે પોતાને આશ્રયે રાગ થાય એવું એનું સ્વરૂપ જ નથી. દયા -દાન- વ્રત -ભક્તિ -કામ ક્રોધાદિના ભાવ, એ આત્માને આશ્રયે થાય એવો આત્માનો સ્વભાવ જ નથી. આહા... હા! આત્મા પોતાથી પુણ્યને પાપ, રાગ અને દ્વેષ, દયા ને દાન, વ્રત ને ભક્તિ આદિના પરિણામ, એનો પોતે અકારક ‘જ’ છે. આહા... હા... હા! આત્મા અકારક જ છે રાગાદિનો જો એમ ન હોય.... જો આત્મા પોતાથી રાગાદિકનો કારક હોય શું કહે છે હવે?
કે રાગાદિ થાય છે ઈ પોતાના સ્વભાવ ને આશ્રયે નથી થતાં. ફકત પરદ્રવ્યના નિમિત્તના લક્ષે..... પોતામાં થાય છે ઈ પોતાના સ્વભાવમાં, એ રાગાદિ નથી. આહા... હા! સૂક્ષ્મ વિષય છે! થોડું ચાલી ગયું છે આ તો ફરીને...
એ પોતાથી એકલો જ્ઞાયકસ્વરૂપ! એ જ્ઞાયક!! રાગનો ત્યાગ કહેવો ઈ પણ એને લાગુ પડતું નથી કહે છે. એ તો અકારક જ છે. આહા... હા...! રાગનો ત્યાગ, આત્માએ કર્યો એ પણ એક વ્યવહારનું વચન છે. પોતે તો... રાગરહિત જ એનું સ્વરૂપ છે! અને પોતાના આશ્રયે.... રાગ કે દયા- દાન કે કામક્રોધઆદિના પરિણામ થાય, એવું એનું સ્વરૂપ જ નથી. સમજાય છે કાંઈ.... ?
એ પરદ્રવ્યના નિમિત્તના લક્ષે (રાગાદિ) ઉત્પન્ન થાય છે. નિમિત્તથી નહીં પણ પરદ્રવ્યના નિમિત્તના લક્ષે એમાં વિકાર, પુણ્ય-પાપના ભાવ થાય! એથી આત્માનો વાસ્તવિક સ્વભાવ, સ્વથી રાગ કરવો - એવું એનું સ્વરૂપ જ નથી! સમ્યગ્જ્ઞાની, ધર્મી જીવ, શુદ્ધ આત્મસ્વભાવમાં જ્ઞાયકની દ્રષ્ટિને લઈને, પરનો ત્યાગ કરનારો તો એ છે નહીં ‘પોતે પોતાનો દેખનારો ને જાણનારો છે એ પણ વ્યવહાર છે.’ આહાહા... હા.. હા! સમજાય છે કાંઈ...?
આત્મા પરને જાણે-દેખે ને છોડે એ વાત તો એનામાં છે જ નહીં. ત્રણે ય આવી ગયાં. દર્શન- જ્ઞાનને ચારિત્ર! આત્મા... એકલો પરને જાણે - દેખે અને છોડે, એવું એવું સ્વરૂપ જ નથી અરે...! પોતે - પોતાને જાણે ને દેખે ને રાગના અભાવ સ્વભાવ સ્વરૂપ અપોહક સ્વરૂપ છે એ પણ સ્વ- સ્વામીસંબંધનો વ્યવહાર છે. અહા...! પરમાર્થે એને લાગુ પડતું નથી. કો’ ભાઈ? ઝીણી વાતું છે!
સ્વયં ભગવાન આત્મા, જ્ઞાયકસ્વરૂપ તે જ્ઞાયક જ છે. એ જ્ઞાયકસ્વરૂપ છે તે પોતાને જાણે, પોતાને દેખે ને રાગનો ત્યાગ એનામાં કરે-એ પણ વ્યવહાર છે. ‘રાગ કરે... પરને જાણે–દેખે’ એ તો તદ્ન અસદ્ભૂત વ્યવહાર છે. ઝીણું બહુ! ચેતનજીએ કીધું તું! આ ફરીને લેવું કીધું તું! કાલ કહ્યું તું થોડું ચાલી ગયું હતું આપણે!
આહા... હા! ભગવાન આત્મા! જ્ઞાયક તે જ્ઞાયક જ છે! જ્ઞાયક તે પરને જાણેને પરને દેખે ને