૨૦૪ શ્રી પ્રવચન રત્નો-૧ પરને છોડે – એ એનાં સ્વરૂપમાં જ નથી!! આહા... હા... હા! “આવો આત્મા જેની દ્રષ્ટિમાં આવે ત્યારે તેણે આત્મા જાણ્યો અને દેખ્યો એમ કહેવામાં આવે!” અને તે પણ આત્મા, આત્માને જાણે ને દેખે એમ એ પણ વ્યવહાર ભેદ પડયો! “આત્મા પોતે જ છે.”
આહા... હા! ઝીણું છે. એ આત્મા... શરૂઆતમાં પહેલી લીટીમાં જ બધો સિદ્ધાંત ભર્યો છે. ‘આત્મા... પોતાથી’ એટલે કે નિમિત્ત ના લક્ષ વિના, અને નિમિત્તના આશ્રય વિના રાગ થાય, આત્મા એકલો રહેને પોતાને રાગ થાય-એવો એનો સ્વભાવ જ નથી.
આહા....! એ તો જ્ઞાયકસ્વરૂપ ભગવાન! જ્ઞાયક તે જ્ઞાયક જ છે. એ જ્ઞાયક તે રાગના ત્યાગ સ્વભાવ સ્વરૂપ છે. એમ કહેવું ઈ એ વ્યવહાર છે. એ તો ત્યાગના અભાવ સ્વભાવ સ્વરૂપ જ એનું સ્વરૂપ છે! રાગના ત્યાગના અભાવ સ્વરૂપ! એનો ત્યાગ કર્યો એનો અભાવ છે. એનું સ્વરૂપ જ એવું છે. એનો-રાગનો ત્યાગ કરવો, એપણ એનાં સ્વરૂપમાં નથી. આહા... હા... હા... હા..! આવી વાતું લ્યો ધર્મની!
‘આત્મા... પોતાથી... સ્વયંથી... એ તો જ્ઞાનદર્શનને આનંદસ્વરૂપ છે. એ પોતાથી પુણ્યપાપના પરિણામ એનો અકારક જ છે.’ આહાહા...! એ દયા -દાન-વ્રત-ભક્તિ આદિના પરિણામ જે શુભ છે. એનો ય પોતાથી તો (આત્મા) અકારક જ છે. આહા.... હા... હા! આવો એનો સ્વભાવ છે. એવી દ્રષ્ટિ થવી અંદર, એનું નામ સમ્યગ્દર્શન - સમ્યગ્જ્ઞાન છે.
આહા...! ને રાગના અભાવ સ્વભાવ સ્વરૂપ, પરના લક્ષને છોડી, ને શુદ્ધ ચૈતન્ય મૂર્તિના આશ્રયે ઠર્યો એ એનો ચારિત્ર ભાવ છે. આહા...! પણ ઈ આત્મા, આત્મામાં ઠર્યો, એ પણ સ્વ- સ્વામીસંબંધ અંશ, વ્યવહાર છે. આહા.... હા... હા...! આવું.... સ્વરૂપ!! એક વાત
આંહી (હવે) કારણ આપે છે. કેમ અકારક છે? ભગવાન આત્મા સ્વયં પોતે પોતાથી કોઈપણ દયા-દાન-ભક્તિ-વ્રતાદિનાં પરિણામનો તો અકારક જ છે. એનું સ્વરૂપ જ અકારક છે. આહા... હા... હા! કારણ.... કે જો એમ ન હોય તો અર્થાત્ જો આત્મા પોતાથી જ રાગાદિભાવોનો કારક હોય તો’ એટલે આત્મા પોતાના આશ્રયેથી, પોતાને લક્ષે, પોતાને અવલંબે, દયા-દાન પુણ્યપાપનો કર્તા હોય તો ‘અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના દ્વિવિધપણાનો ઉપદેશ બની શકે નહિ’ ભગવાને... શુદ્ધ નયનું કથન છે એથી અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન કહ્યું છે. એથી ભગવાને કહ્યું કે રાગ છોડ! રાગ છોડ!! વર્તમાન રાગનું પ્રતિક્રમણ કર! ભવિષ્યના રાગનું પ્રત્યાખ્યાન કર!! ત્યારે એમ જે ઉપદેશ આવ્યો ઈ એમ સૂચવે છે કે રાગનો કર્તા ભગવાન (આત્મા) સ્વયં પોતે નથી. જો હોય તો વર્તમાન રાગનો ત્યાગ, ને ભવિષ્યના રાગના પચ્ચખાણ એમ બની શકે નહીં. સમજાય છે કાંઈ.... ?
આહા... હા! આવો ધર્મનો ઉપદેશ! ઓલો તો કેવો હતો ઉપદેશ ‘મિચ્છામિ પડિક્રમણ સામાયિ પડિકમણું થઈ ગયું લ્યો! આંહી તો કહે છે કે હજી આત્મા કોણ છે એની તને ખબર વિના.... સાંભળ તો ખરો!
આત્મા પોતાથી...પોતાથી...વજન આંહી છે. ભગવાન આનંદને જ્ઞાન ને દર્શનસ્વરૂપ છે. જ્ઞાનથી જાણે છે. દેખે છે. ઈ એમેય નહીં ઈ સ્વરૂપ જ છે. જ્ઞાન-દર્શન ને આનંદ એનું આત્માનું સ્વરૂપ