શ્રી પ્રવચન રત્નો-૧ ૨૦પ જ છે! એથી પોતાથી વિકારનો અકારક છે. આહાહા...! સમજાય છે કાંઈ... ? કેમ? ‘જો એમ ન હોયતો’ -ભગવાનનો ઉપદેશ એવો છે કે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના દ્વિવિધપણાનો ઉપદેશ બની શકે નહિ’ - નિષેધથી વાત કરી છે. બાકી એનો પોતાનો જો સ્વભાવ હોય તો.... રાગથી છૂટી જા... રાગનો ત્યાગ કર.... અને રાગનું પચ્ચખ્ખાણ કર-છોડ! એવો જે ઉપદેશ વ્યવહારનો એ બની શકે નહિ. જો આત્મા પોતાથી કરતો હોત તો... રાગને છોડને રાગનું પચ્ચખાણ કર એ બની શકે નહિ. એનો (આત્માનો) સ્વભાવ જ જો હોય તો કરવાનો તો તે ઉપદેશ બની શકે નહિ.
આહા.... હા! અધિકાર ઝીણો છે. ‘અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન દ્વિવિધ’ - હજી દ્રવ્ય ભાવની વાત નથી અત્યારે! અત્યારે તો દ્રવ્ય અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન એટલી જ એટલે કે પરનું પ્રતિક્રમણને પરનું પચ્ચખાણ, ઈ કહેવું છે ને શુદ્ધનયનો અધિકાર એટલે અપ્રતિક્રમણ ને અપચ્ચખાણ કહ્યું! ‘એવો જે ઉપદેશ ભગવાનનો છે એ બની શકે નહિ. જો પોતે જ પોતાના સ્વભાવથી, સ્વરૂપ જ વિકાર કરવાનો દયા-દાન-આદિનો હોય તો એને છોડવાનું જે કહ્યું, એટલે કે તેનાથી લક્ષ છોડી દે એમ કહ્યું, એ ઉપદેશ બની શકે નહીં સમજાણું કાંઈ... ?
આહાહા...! આવો મારગ હવે! ઓલું તો પડિકમણું મિચ્છામિ.. કરતા તો એય.. ભાઈ..! તમારા બાપ એમ કરતા. સામાયિક કરે.. સામાયિક પોષા.. પોષા કરે બધા.. બધાય કરતાને.. તો ‘આ’
આહા... હા! અરે.... આંહી તો કહે છે પ્રભુ એક વાર સુન (સાંભળ)! આંહી કહે છે કે એ રાગનો ત્યાગ કહે છે એનો અર્થ જ (આત્મા) એનો કર્તા નથી. રાગનું પ્રતિક્રમણ કર. રાગનું પચ્ચખાણ કર એમ કહેવાના ઉપદેશમાં જ એવો અર્થ આવ્યો કે આત્મા પોતાથી રાગ કરે ને પુણ્ય કરે એવું એનું સ્વરૂપ જ નથી.
આહા.... હા... હા! ઝીણો અધિકાર આવ્યો! તેરસે વ્યાખ્યાન હતું પાછું બારસે આવ્યું આ તેર દિ’ વચ્ચે પડયું! આવું.... ભાઈ? આહા... હા! ભગવાન આત્મા, જ્ઞાન દર્શન અને પરના રાગના અભાવ સ્વભાવ સ્વરૂપ છે. એનું સ્વરૂપ જ એ છે. એ વળી આત્મા, આત્માને જાણે ને આત્મા, આત્માને દેખે ને આત્મા, આત્મામાં ઠરે-એ પણ વ્યવહાર છે. એનું સ્વરૂપ જ એવું છે કહે છે! આહાહા! એ જ્ઞાનદર્શનને રાગના અભાવ સ્વભાવ સ્વરૂપ જ એનું છે. એવી દ્રષ્ટિ થતાં અંદરમાં સમ્યગ્દર્શનચારિત્ર થાય, એનું નામ ધરમને મોક્ષનો મારગ છે!
આહા... હા.... હા... હા! આકરું પડે એવું છે બધાં ને!! આવો મારગ છે ભાઈ....! આહા...! અનંતકાળથી રખડે છે! એની મહિમા, એની જાતની મહિમા, એની જાતની મોટપ!!! બેઠી નથી. એણે હીણો જ કલપ્યો છે! કાં રાગનો કર્તાને રાગનો ભોક્તા ને...! આહા... હા!
આહા.... પરનો જાણનારો ને પરનો દેખનારો ને...! પોતાની પર્યાયમાં પરને જાણવું થાય છે ઈ ક્યાં પર–પર ક્યાં ત્યાં જણાય છે? આહા...! કેમકે પરની હારે તો તન્મય નથી. એ પરને જાણતો નથી નિશ્ચયથી તો! આહા...! નિશ્ચયથી તો જેમાં પર્યાયમાં તન્મય છે તેને જાણે છે એ પણ વ્યવહાર એને પણ વ્યવહાર કહેવો છે. આહા... હા... હા! એમ પરને દેખે છે. એ ક્યાં પરમાં તન્મય થાય છે કે દેખે? એ દેખવાની પર્યાયમાં તન્મય છે. માટે પોતે પોતાને દેખે છે. – એ પણ વ્યવહાર છે. (કારણ) ભેદ પડયો!