૨૦૬ શ્રી પ્રવચન રત્નો- ૧
હવે તો એ રાગનો ત્યાગ કરે છે (આત્મા), એમ કહેવું એ પણ વ્યવહાર છે. અસદ્ભૂત (વ્યવહાર છે) આંહી તો રાગના અભાવ સ્વભાવ સ્વરૂપ આત્મા છે. એવો જે ભેદ છે. એય વ્યવહાર છે. આહા... હા... હા! એ તો રાગના અભાવ સ્વભાવ સ્વરૂપ જ ત્રિકાળી જ ચીજ છે એવી વીતરાગસ્વરૂપ જ એ છે. આહા... હા... હા! વીતરાગ સ્વરૂપ છે એમાં રાગનો અભાવો કરવો.... કે આત્મા રાગનો અભાવ કરે. અથવા રાગનો અભાવ કરે તો વીતરાગપણે રહે... એમ નથી. એ તો રાગના અભાવ સ્વભાવ સ્વરૂપ વીતરાગસ્વરૂપ જ બિરાજમાન છે.
આહા...હા...હા...હા! સમજાય છે કાંઈ? સમજાય છે કાંઈ? આ તો ચાલ્યું’ તું થોડું! ચેતનજી કહે કે વળી ફરીથી લેવું! એથી ફરીને લીધું આ.
આહાહા! (શ્રોતાઃ) પછી શું આવે? (ઉત્તરઃ) આમ જ છે. ઝીણું કહો કે જાડું કહો! વસ્તુ આવી છે ત્યાં! પહેલેથી જ કીધું ને... ‘આત્મા પોતાથી રાગાદિકનો અકારક જ છે’ એ સિદ્ધાંત શું કહે છે. કે પોતાને આશ્રયે રાગ કરે કે પોતાને આશ્રયે પરને જાણવાનું કરે પરનું લક્ષ જાય છે ને તેથી પરને જાણે છે એમ કહે છે. છતાં તે પરને જાણે ઈ એ નહીં. કારણ કે એની પર્યાયમાં, જે પરસંબંધીનું જ્ઞાન, પોતામાં તે સમયે પરની અપેક્ષા વિના, પોતાથી પર્યાય પર્યાય જાણવા- દેખવાની થાય! આહા... હા! આવું છે.
‘જો આમ ન હોય તો અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન’ બે બોલ છે હો? દ્રવ્ય ને ભાવ, પછી આવશે. આંહી તો હજી અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન, પરથી પાછું હઠવું, પરમાં જોડાવું નહીં ભવિષ્યમાં (તે), એવો જે ઉપદેશ છે તે એમ જ બતાવે છે. આત્મા સ્વયં પોતાથી રાગનો કર્તા છે નહીં. આહા...હા...હા...! એ તો એનું લક્ષ પરમાં જાય છે. ત્યારે નિમિત્તના લક્ષે એ વિકાર થાય છે. નિમિત્તથી નહીં પરદ્રવ્યથી જેમ રાગ નહીં તેમ પરના નિમિત્તથી પણ રાગ નહીં... આહા!
શું કહ્યું ઈ.... ? જે ભગવાન જ્ઞાયકસ્વરૂપ પ્રભુ! પોતાથી જેમ રાગ નથી તેમ ને નિમિત્તના લક્ષે પણ રાગ નથી, નિમિત્તને લક્ષે.... પોતે રાગ પર્યાયમાં કરે છે. (આત્મા) નિમિત્તથી નહીં. આત્માથી જેમ રાગ નહીં એમ નિમિત્તથી પણ રાગ નહીં. સમજાય છે. આમાં? એની પર્યાયમાં નિમિત્તનું લક્ષ કરીને, સ્વભાવનો આશ્રય છોડી દઈને, વિકાર પર્યાયમાં કરે છે. એથી ભગવાને એમ કહ્યું કે રાગનું પ્રતિક્રમણ કર! રાગનું પચ્ચખાણ કર! કેમ કે તારું સ્વરૂપ નથી એ. આહા... હા... હા! સમજાણું આમાં?
‘અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાનના દ્વિવિધિપણાનો’ અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન હો એ અત્યારે બે લીધા. બીજાં બે (પછી) લેશે. પછી વળી દ્રવ્યને ભાવ બીજાં બે પછી. આ તો ફકત એક વર્તમાન અપ્રતિક્રમણ ભવિષ્યનું અપ્રત્યાખ્યાન, એવા બે બોલ લીધાં, ગયા કાળની વાત તો છે નહીં અત્યારે માટે પ્રશ્ન નહીં, આ લીધું વર્તમાનમાં રાગનો ત્યાગ ને ભવિષ્યમાં રાગનો ત્યાગ!
એવો અપ્રતિક્રમણને અપ્રત્યાખ્યાનનો ઉપદેશ ભગવાને આપ્યો એ શુદ્ધ નયથી કહ્યું. ખરેખર તો રાગનો વર્તમાનમાં અભાવ કર, ભવિષ્યમાં રાગનો અભાવ કર એજે કહેવું છે એ જ એમ બતાવે છે કે આત્મા પોતાના સ્વભાવથી રાગ કરે એવો એનો સ્વભાવ નથી. આહા...! એ નિમિત્ત જે પરદ્રવ્ય છે તેના ઉપર એનું લક્ષ જાય છે આ સ્વભાવ શુદ્ધ ચૈતન્ય અખંડ અભેદ છે. એનું લક્ષ છોડી દઈને, સ્વ-જીવ એનામાં નથી, જે એનામાં છે એનું લક્ષ છોડી દઈને જે એનામાં નથી એવા પરનું લક્ષ કરે છે તેથી તે નિમિત્તના