Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 207 of 225
PDF/HTML Page 220 of 238

 

શ્રી પ્રવચન રત્નો- ૧ ૨૦૭ લક્ષે રાગ કરે, નિમિત્તથી રાગ થતો નથી. પણ નિમિત્તના લક્ષે રાગ - દ્વેષ થાય છે સમજાય છે કાંઈ?

આહા.... હા! જેમ આત્મા, પોતે અકારક છે. રાગને પોતે પોતાથી કરે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. તેમ નિમિત્તથી રાગ થાય એવું પણ સ્વરૂપ નથી. પણ નિમિત્તને લક્ષે રાગ કરે છે. આહા... હા... હા...! કો’ આમાં સમજાય છે? ઝીણું છે ભઈ આ અધિકાર ઝીણો! આંહી સુધી તો આવ્યું’ તું કાલ.

આહા...! ભગવાનનો ઉપદેશ અપ્રતિક્રમણનો ને અપ્રત્યાખ્યાનનો બે પ્રકારનો ઉપદેશ બની શકે નહિ.ં જો પોતે પોતાથી કર્તા હોય એનો સ્વભાવ જ જો રાગ કરવાનો હોય, તો રાગને છોડ - વર્તમાન રાગને છોડને ભવિષ્યમાં રાગનો ત્યાગ તે પ્રત્યાખ્યાન એવો જે ઉપદેશ તે બની શકે નહિ. સમજાય છે કાંઈ... ? આહા!! ભાષા સમજતે કે નહીં ગુજરાતી?

આહા.... હા...! આવો... ઉપદેશ હવે! એવો ધર્મ સરળ હતો સામાયિક કરો ને પડિક્રમણાં કરો ને ચોવિહાર કરો ને થઈ ગ્યો લ્યો ધરમ? અરે... ભાઈ!

ધરમ કરનારો.... એ કોણ છે? કે જેનામાં... . રાગ છે જ નહીં જેનામાં જ્ઞાન દર્શનને આનંદ ભરેલો છે. આહા... હા! ધર્મી... એને જો ધરમ કરવો હોય તો... એનામાં... તો જ્ઞાનદર્શનને આનંદભર્યાં છે. એ પોતાને આશ્રયે રાગ-દ્વેષ કરે... એ તો સ્વરૂપ જ એનું નથી. તેથી તેને ભગવાનનો ઉપદેશ (છે કે) દ્રવ્ય અપ્રતિક્રમણ અને દ્રવ્ય અપ્રત્યાખ્યાન, વર્તમાન રાગ છે એને ને ભવિષ્યમાં રાગ થાય એને છોડ કારણ કે તારા સ્વરૂપમાં એ છે નહીં. એ ફકત તું નિમિત્તને લક્ષે તું રાગ કરે છે અને ભવિષ્યમાં પણ નિમિત્તના લક્ષે રાગ થાય તેને છોડ!

આહા... હા! આવો છે ઉપદેશ! પહેલે દિ’ હાલ્યું તે આવ્યું ઝીણું આવ્યું આવું! આ અધિકાર જ એવો છે.

આહા...! ‘અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો ખરેખર દ્રવ્યને ભાવના ભેદે’ હવે બે પહેલાં લીધાં’ તા વર્તમાન અપ્રતિક્રમણને ભવિષ્યનું અપ્રત્યાખ્યાન એટલું... . હવે એના પાછા બે ભેદ પાડયા. આહા... હા... શું કીધું ઈ? ‘અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો ખરેખર દ્રવ્યને ભાવના ભેદે દ્વિવિધ’ દ્રવ્યને ભાવ એ બે પ્રકાર લીધાં પહેલાં અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન એ બે ભેદ લીધાં, વર્તમાન અપ્રતિક્રમણ ને ભવિષ્યનું અપ્રત્યાખ્યાન.

હવે, અપ્રતિક્રમણના બે પ્રકાર ને અપ્રત્યાખ્યાનના બે પ્રકાર અપ્રતિક્રમણ બે પ્રકાર શું? દ્રવ્ય એટલે નિમિત્ત ઉપરનું લક્ષ જાય છે તે અપ્રતિક્રમણનું નિમિત્ત અને એને આશ્રયે વિકાર થાય છે એ ભાવ. નિમિત્તથી થતાં નથી ફકત એને લક્ષે કરે છે. સમજાણું કાંઈ...?

પરદ્રવ્યને લઈને રાગદ્વેષ થતાં નથી. આંહી વીતરાગી સ્વરૂપ ભગવાન આત્મા એનો આશ્રય છોડીને જેણે નિમિત્ત - પરદ્રવ્ય ઉપર લક્ષ કર્યું એથી તેને આશ્રયે રાગદ્વેષ થાય છે. તે નિમિત્તથી થયા નથી, સ્વભાવથી થયા નથી. ફકત નિમિત્તના લક્ષે થાય છે. પહેલાં બે પ્રકાર-દ્રવ્ય અપ્રતિક્રમણને દ્રવ્ય અપ્રત્યાખ્યાન બે ભેદ લીધાં હવે અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાનના પાછા બે ભેદ. (દ્રવ્ય ને ભાવ)

પહેલાં અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન કહ્યાં એ વર્તમાન તે અપ્રતિક્રમણને ભવિષ્યના અપ્રત્યાખ્યાન એ બે ભેદ લીધાં. હવે પાછા એક-એકના બબ્બે ભેદ (લે છે) કે અપ્રતિક્રમણ બે પ્રકાર-દ્રવ્ય