૨૦૮ શ્રી પ્રવચન રત્નો- ૧ અને ભાવ. કારણ કે દ્રવ્ય એટલે પર ઉપર લક્ષ એનું જાય છે એ દ્રવ્ય. એને લઈને રાગદ્વેષ થાય છે ઈ ભાવ - એ અપ્રતિક્રમણના બે પ્રકાર. નિમિત્ત અને રાગદ્વેષ.
એમ અપ્રત્યાખ્યાનના બે પ્રકાર ભવિષ્યમાં રાગમાં લક્ષ જશે, નિમિત્ત તરફનું એ દ્રવ્ય (અપ્રત્યાખ્યાન) અને ભાવ થશે રાગ. (એમ) દ્રવ્યને ભાવ બે પ્રકારે અપ્રતિક્રમણ અને દ્રવ્ય ને ભાવ બે પ્રકારે અપ્રત્યાખ્યાન આહા... હા... હા!
નવરાશ ન મળે, ફુરસદ ન મળે! ભાઈ આ નવરાશ નહીં ને... નિર્ણય કરવાની બાયડી - છોકરાં સાચવવાં, ધંધો કરવા સાંભળવાનું મળે તો એને બીજું મળે! આ વાત... ક્યાં આંહી ત્રણલોકનો નાથ! સચ્ચિદાનંદ પ્રભુ! વીતરાગની મૂર્તિ... એ વીતરાગની મૂર્તિ, રાગ કેમ કરે? કહે છે, આહા... હા!
ત્યારે કહે કે એમાં રાગ થાય છે ને...! અને ભગવાનનો ઉપદેશ પણ છે ને...! કે રાગનું પ્રતિક્રમણને રાગનું પ્રત્યાખ્યાન કર, એમ છે ને...! હા.... છે કેમ? કે એના સ્વભાવ-દ્રવ્યગુણમાં એ નથી, પણ પર્યાયમાં એનું લક્ષ પરદ્રવ્ય ઉપર જાય છે. તેથી દ્રવ્ય અપ્રતિક્રમણ કહ્યું. અને એનાથી ભાવ-રાગ-દ્વેષ થયા એ ભાવ અપ્રતિક્રમણ કહ્યું. એમ ભવિષ્યમાં પર ઉપર લક્ષ જશે એ દ્રવ્ય અપ્રત્યાખ્યાન કહ્યું અને ભાવ થાશે એ ભાવ અપ્રત્યાખ્યાન કહ્યું! બરાબર હૈ? (શ્રોતા) બરાબર હૈ!
આહા... હા! આ વીતરાગનો મારગ છે ભાઈ...! શું કહે છે? કે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો જે ખરેખર, ખરેખર ભાષા લીધી છે જોયું? નિમિત્ત ઉપર લક્ષ જાય છે ને...! ‘દ્રવ્ય અને ભાવના ભેદે દ્વિવિધ’ બે પ્રકાર પડયાં. પોતાનો ભગવાન વીતરાગ, સ્વરૂપ જ્ઞાયક એને છોડી, એને પર દ્રવ્ય ઉપર લક્ષ કર્યું એ દ્રવ્ય અપ્રતિક્રમણ અને તેનાથી થતો રાગ તે ભાવ અપ્રતિક્રમણ.
આહા.... હા! સમજાય છે કાંઈ... .? આહા...! કહે છે, કે ‘અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન જે ખરેખર દ્રવ્ય અને ભાવના ભેદે... દ્વિવિધ (બે પ્રકારનો) ઉપદેશ છે’ ભગવાનનો ઉપદેશ કે જે રાગ થાય છે તે નિમિત્તને લક્ષે થાય છે, એ દ્રવ્ય, અને થાય છે ઈ ભાવ- દ્રવ્યને ભાવ બે (પ્રકાર) બે (પ્રકારે) અપ્રતિક્રમણને બે (પ્રકારે) અપ્રત્યાખ્યાન-દ્રવ્યને ભાવ ભેદે. વર્તમાન છે તે દ્રવ્ય, ભવિષ્યમાં પર ઉપર લક્ષ કરે તે નિમિત્તનું તે દ્રવ્ય અપ્રત્યાખ્યાન આંહી ભાવ કરે તે ભાવ અપ્રત્યાખ્યાન.
આહા... હા! એ ઉપદેશ છે તે, દ્રવ્ય અને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો’ હવે શું કહે છે? આહા.... હા... હા! ભગવાન આત્મા જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પ્રભુ! સ્વયં તો વિકાર - દયાદાનઆદિનો કર્તા નથી, પણ નિમિત્ત -નૈમિત્તિક સંબંધે, પરદ્રવ્યનિમિત્ત, વિકાર નૈમિત્તિક એની પર્યાય છે. દ્રવ્યને ભાવના નિમિત્ત-નૈમિત્તિક પણું પરદ્રવ્ય ઉપર એ દ્રવ્ય ને થાય છે ભાવ એના લક્ષે તે નૈમિત્તિક, એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એમ બતાવે છે કે વસ્તુ પોતે એકલો આત્મા વિકારનો કર્તા નથી. આહા...હા...હા...હા! સમજાય છે કાંઈ?
શું કહે છે પ્રભુ! આહા... હા... મુનિરાજની ટીકાતો જુઓ! શું કહે છે! કે દ્રવ્ય અને ભાવનો જે ઉપદેશ છે એ દ્રવ્ય ને ભાવના નિમિત્ત - નૈમિત્તિકપણાને જાહેર કરતો જોયું? પર દ્રવ્ય ઉપર લક્ષ જાય