Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 209 of 225
PDF/HTML Page 222 of 238

 

શ્રી પ્રવચન રત્નો- ૧ ૨૦૯ છે એ નિમિત્ત અને ભાવ થાય છે. નૈમિત્તિક! એ નિમિત્ત-નૈમિતિકને પ્રસિદ્ધ કરે છે. સ્વભાવ ત્યાં ઢંકાઈ જાય છે. સ્વભાવનું ત્યાં ભાન રહેતું નથી. નિમિત્ત-નૈમિત્તિક જાહેર કરે છે’ પરદ્રવ્ય ઉપર લક્ષ જાય છે એ દ્રવ્ય (અપ્રતિક્રમણ) આંહી થાય છે એ વિકાર એ ભાવ (અપ્રતિક્રમણ)

એ દ્રવ્ય અપ્રતિક્રમણને ભાવ અપ્રતિક્રમણ એ અપ્રત્યાખ્યાન (દ્રવ્યને ભાવ) બે ય - એ નિમિત્ત - નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો આહા...હા...! સ્વભાવમાં ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ! આહા... હા! સચ્ચિદાનંદ પ્રભુ! એ પોતે પોતાથી આનંદને ઉત્પન્ન કરે, એ પણ હજી વ્યવહાર. રાગને ઉત્પન્ન કરે ઈ તો વસ્તુમાં છે જ નહીં આહા...હા...! હવે આંહી તો હજી વ્યવહાર દયાદાનને વ્રત કરે તો ધરમ થાય! તો નિશ્ચય થાય! એમ હજી કહે છે લ્યો! લોકો આવું કહે છે.

ભગવાન! તારું સ્વરૂપ પ્રભુ! તારું સ્વરૂપ વીતરાગ ભાવથી ભરેલું તારું સ્વરૂપ છે તારી મોટપમાં વીતરાગતા છે. એ તારે આશ્રયે વીતરાગતા જ થાય પણ તે તારો આશ્રય છોડીને, નિમિત્તનું આમ લક્ષ કરે છે, પરદ્રવ્યનું - નિમિત્તનું ને તેને લક્ષે થતો ભાવ તે વિકાર એ નિમિત્ત - એ નૈમિત્તિક પ્રસિદ્ધ કરે છે કે જ્ઞાયકભાવ પોતે કર્તા નથી. આહા... હા... હા!

આવો ઉપદેશ હવે! કો’ ભાઈ? ક્યાં આવું ક્યાં હતું કયાય સાંભળ્‌યું તું ક્યાંય? આ વીતરાગનો મારગ આવો છે ભાઈ! ત્રણ લોકના નાથ, પોતે હો? ત્રણ લોકનો નાથ જ્ઞાયકભાવ!! સચ્ચિદાનંદ પ્રભુ! સત્.... છે જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ! એ જ્ઞાનાનંદસ્વરૂપ પોતાને આશ્રયે રાગ શી રીતે કરે? એના સ્વરૂપમાં જ છે નહીં.

ત્યારે કહે છે કે થાય છે ને (રાગ) કે ઈ સ્વનો આશ્રય છોડીને, નિમિત્તનો આશ્રય કરે છે ઈ પરદ્રવ્ય ત્યારે થાય છે. નિમિત્તથી થતો નથી. નિમિત્તનો આશ્રય કરે છે. એથી ત્યાં વિકાર ઉત્પન્ન થાય છે. પુણ્ય-પાપ, દયા-દાન આદિ.

એ નિમિત્ત-નૈમિત્તિક જાહેર એમ કરે છે કે વ્યવહારથી તે વિકાર થાય છે, આત્માના સ્વભાવથી તે થતો નથી. આહા...હા...હા...!

જરી’ક ઝીણું છે પણ ધીમે-ધીમે (સમજવું) વિચારવાનો બાપુ આવો વખતે ક્યારે મળશે? અરે...! વખત... હાલ્યા જાય છે. મનુષ્ય દેહ! મનુષ્ય દેહની સ્થિતિ કેટલી? આ ધૂળની આ તો માટી છે. (શરીર છે તે) હાલ્યો જશે આ! ભગવાન આંહીથી ચાલ્યો જશે. એ જેની દ્રષ્ટિમાં આ તત્ત્વ શું છે એ આવ્યું નથી ઈ ચોરાશીમાં રખડશે! પ્રભુ!! કોઈ શરણ નથી ક્યાંય! આહા...હા...!

શું કહે છે આહા... હા.... હા! દ્રવ્ય અને ભાવ બે, અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાનના બે ભેદ કીધાં એ નિમિત્ત-નૈમિત્તિકને જાહેર કરે છે, નિમિત્ત-નૈમિત્તિક જાહેર કરે છે. પર ઉપર લક્ષ જાય છે. એને નિમિત્ત કીધાં ને એ નિમિત્ત-નૈમિત્તકને જાહેર કરે છે. સ્વભાવને આશ્રયે થતો નથી એમ યથાર્થસિદ્ધ કરે છે. આહા... હા... હા...! કો’ સમજાય છે કાંઈ....? સંભળાય છે ને બરાબર... ? એ ભાઈ? (શ્રોતાઃ) હા, જી, હા... (ગુરુદેવઃ) સંભળાય છે?

આહા.... હા.... હા. શું ટીકા! શું ટીકા!! ગજબની વાત! અને તે આમ બે ને બે ચાર જેવી વાત બેસે એવી છે.