૨૧૦ શ્રી પ્રવચન રત્નો- ૧
કે ભગવાન આત્મા પોતાથી (રાગાદિકનો) અકારક છે, કારક છે જ નહીં અકારક જ છે. ત્યારે કહે કે આ (રાગાદિ) છે ને...! એ દ્રવ્ય અપ્રતિક્રમણ એ દ્રવ્ય અપ્રત્યાખ્યાનને લઈને છે. તો એ દ્રવ્ય અપ્રતિક્રમણને દ્રવ્ય અપ્રત્યાખ્યાન થયું કેમ? એ પરદ્રવ્યના લક્ષે, દ્રવ્ય અપ્રતિક્રમણને દ્રવ્ય અપ્રત્યાખ્યાન પરદ્રવ્યના લક્ષે થયું છે. એ નિમિત્તક-નૈમિત્તિક (સંબંધ) પર્યાયમાં વ્યવહાર જાહેર કરે છે. એ પર્યાયમાં, નિમિત્તના લક્ષે થતો વિકાર એ પર્યાયમાં વ્યવહાર જાહેર કરે છે. એ આત્મા અકારક છે એમ સિદ્ધ કરે છે.
આહા... હા! ભાઈ...? સમજાય છે? આહા... હા... હા! ભાષા તો સાદી પણ ભાવ તો ભાઈ જે હોય ઈ હોય ને પ્રભુ શું! ઈ શું કીધું? ‘દ્રવ્ય અને ભાવના નિમિત્ત - નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો’ આત્માના અકર્તાપણાને જ જણાવે છે’ આહા... હા... હા..!
શું કહ્યું ઈ પ્રભુ! કહે છે પ્રભુ, સાંભળ! ભગવંત! તું ભગવંત સ્વરૂપ છો!! આહા...! ભગવંત સ્વરૂપ પોતે પોતાથી વિકાર કરે એવું સ્વરૂપ એનામાં છે જ નહીં. ત્યારે એ થાય છે ખરો... તો એ દ્રવ્યગુણોમાં તો થાય નહીં, ત્યારે સ્વ તો શુદ્ધ જ્ઞાયક ચૈતન્યમૂર્તિ જ્ઞાયક આનંદરૂપ છે. ત્યારે હવે પર્યાયમાં પરના લક્ષે, નિમિત્ત પર દ્રવ્ય ઉપર તેનું લક્ષ જાય છે. એનાથી આ (વિકાર) થાય છે. એટલે નિમિત્ત ને નૈમિત્તિક જાહેર એમ કરે છે કે આત્મા રાગાદિકનો અકારક જ છે.
એ નિમિત્ત ઉપર લક્ષ કરે છે ત્યારે થાય છે એવો વ્યવહાર થાય છે (પર્યાયમાં) ઈ રીતે વ્યવહાર છે. આહા... હા! સમજાણું આમાં? આમાં સમજ્યા એમ કીધું ઓલા સમજ્યાં છો એ નહીં આહા...હા...હા! આવો મારગ! પ્રભુનો મારગ છે શૂરાનો, એ કાયરના ત્યાં કામ નથી.
શું સીધી વાત કરે છે આહા...હા...! ભગવંત! તું તો સ્વરૂપ છો ને... વીતરાગ સ્વરૂપ છો ને...! એ વીતરાગસ્વરૂપને આશ્રયે રાગ થાય પ્રભુ! (ન થાય.) ત્યારે કે છે કે આ રાગ થાય છે ને...! અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન એવા દોષ દેખાય છે ને...! કે એ દોષ છે એ નિમિત્તને લક્ષે, દ્રવ્ય સ્વભાવનો આશ્રય છૂટીને આશ્રય છે ત્યાં તેને આમ, આશ્રય પરદ્રવ્ય ઉપર છે આંહી નથી લક્ષ તેથી ન્યાં પરદ્રવ્ય ઉપર લક્ષ છે નિમિત્તને લક્ષે રાગ-દ્વેષ પુણ્યપાપ થાય છે એ નિમિત્ત નૈમિત્તિકને જાહેર કરતો આત્માને અકારક જાહેર કરે છે. આહા...હા...હા! નૈમિત્તિક વ્યવહારને જાહેર કરતો, નિશ્ચય ભગવાન આત્મા એકલો અકારક છે તેમ જાહેર કરે છે.
આહા.... હા.... હા! હવે આવો ઉપદેશ! ઓહો..! આચાર્યો! દિગંબર સંતો! એવી સાદી ભાષા! સાદી ભાષામાં... આ એટલું સિદ્ધ કર્યું છે આમ!! પ્રત્યક્ષ એને થઈ જાય એમ! આહા... હા...!
પ્રભુ તું તો વીતરાગસ્વરૂપ છો ને... એમ કીધું ને...! ‘પોતાથી અકારક છે’ એમ કીધું ને.. .! પહેલું કીધું ને ‘આત્મા પોતાથી રાગાદિકનો અકારક છે’ રાગાદિકનો અકારક એટલે વીતરાગસ્વરૂપ એમ (અર્થ છે) તું વીતરાગસ્વરૂપ જ છો!! અકષાયસ્વરૂપ પ્રભુ તારું સ્વરૂપ જ ચિદાનંદ - સચ્ચિદાનંદ ત્રિકાળ સ્વરૂપ પ્રભુ તારું છે - સચ્ચિદાનંદ સત્ શાશ્વત આનંદને જ્ઞાનનો કંદ પ્રભુ! એ (આત્મા) પોતે પોતાથી રાગાદિકનો અકારક છે, એમ સિદ્ધ કરતાં, વીતરાગસ્વરૂપ જ તું છો, વીતરાગભાવે વીતરાગ ભાવ