શ્રી પ્રવચન રત્નો-૧ ૨૧૧ ઉત્પન્ન થાય, રાગભાવ ઉત્પન્ન થાય નહીં. આહાહા.... હા... હા!
ઝીણું થોડું પડે પણ આ વાતે ય તે ફરી - ફરીને આવે છે બે ત્રણ વાર. મારગ આવો છે બાપા! ઓહોહો...! શું કહ્યું? એ બે પ્રકારનો જ ઉપદેશ છે. કયા બે પ્રકારનો? દ્રવ્ય અને ભાવ, પર દ્રવ્યનું લક્ષ અને ઉત્પન્ન થતો ભાવ. એ નિમિત્ત-નૈમિત્તિક! ઈ બે પ્રકારનો જે ઉપદેશ છે તે ‘તે દ્રવ્ય અને ભાવના નિમિત્ત - નૈમિત્તિકપણાના ભાવને જાહેર કરતો થકો’ એટલે? ભાવ ક્યો વિકારી, દ્રવ્ય કોણ પર. પરદ્રવ્યના લક્ષે નિમિત્તે એ દ્રવ્યને આંહી વિકારમાં ભાવ એ નિમિત્ત - નૈમિત્તિકને જાહેર કરતો (થકો) આત્મા અકારક છે એમ સિદ્ધિ કરે છે. આહા.... હા... હા... હા... હા... હા... હા...!
ઝીણી વાત છે બાપુ આ કાંઈ... કથા... વાર્તા નથી. આહા... હા! આતો ત્રણ લોકના નાથ! એની કથા છે. ધર્મકથા, ધર્મકથા છે આ તો...! આહા...હા...!
આહા...હા...! દ્રવ્ય અને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાને’ દ્રવ્ય નિમિત્તને ભાવ નૈમિત્તિક એમ. પર દ્રવ્યનું લક્ષ એ નિમિત્ત ને નૈમિત્તિક એ ભાવ, વિકારભાવ, પુણ્યપાપના. ‘એને જાહેર કરતો થકો, આત્માના અકર્તાપણાને જ જણાવે છે’ એ નિમિત્ત-નૈમિત્તિક જાહેર એમ કરે છે કે આત્મા સ્વયં અકર્તા છે. એ તો નિમિત્તનું લક્ષ કરે ને વિકાર કરે તો (કર્તા કહેવાય છે) બાકી સ્વયં તો અકર્તા છે. આહા...હા...હા...!
કો’ ભાઈ? આવું ક્યાં છે તમારે કલકત્તામાં? ધૂળમાંય નથી ક્યાંય... (શ્રોતા!) પૈસો ધૂળ છે. એ! (ઉત્તરઃ) ધૂળ છે. પૈસા, પૈસા! અરે... રે! કહે છે કે દયા-દાન-વ્રત-ભક્તિના તેપણ નૈમિત્તિક ભાવ છે તે નિમિત્તને લક્ષે નૈમિત્તક થાય છે. એ નૈમિત્તિક, સ્વભાવને લક્ષે થતા નથી. આહા... હા... હા... હા..! અરે... આવું!
એથી... એનો સ્વભાવ, ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ! એનો સ્વભાવ/આ નિમિત્તને લક્ષે વિકાર થાય એ નિમિત્ત - નૈમિત્તિક સંબંધને જાહેર કરતો થકો એ (સંબંધ) ભગવાન આત્માનો સ્વભાવ અકારક છે એમ સિદ્ધ કરે છે.
એ પર્યાયબુદ્ધિમાં નિમિત્તના લક્ષે વિકાર થાય ઈ એમ પ્રસિદ્ધ કરે છે. આત્માનો સ્વભાવ તો અકારક જ છે. આહા... હા... હા!! કો’ ચેતનજી! ચેતનજી કહે ફરીને લેવું! પાઠ એવો છે ફરીને લેવા જેવો હતો. આહા... હા...! આ સમજાય એવું છે હો! ભાષા તો સાદી છે. ભાવ ભલે જે ઝીણાં હોય!
આહા.... હા! ‘માટે નક્ક્ી થયું કે પરદ્રવ્યનું નિમિત્ત છે’ આ ઓલા વાંધા કરે છે ને...’ નિમિત્ત છે તેનાથી થાય! નિમિત્ત છે પણ તેનાથી થતું નથી. ‘પરદ્રવ્ય નિમિત્ત છે’ જોયું? (એમ અહીં કહ્યું) ‘અને આત્માના રાગાદિભાવો નૈમિત્તિક છે.’ આહા...હા...હા! જ્ઞાયક ભગવાન! અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ! સચ્ચિદાનંદ આવ્યા અંદર પૂર્ણાનંદનો નાથ જે વસ્તુ છે એ પૂર્ણ શુદ્ધ છે. વસ્તુ પોતે છે ઈ શુદ્ધને પવિત્ર ને પૂરણ છે. એવો ભગવાન અંદર આત્મા, એ પોતાના આશ્રયે - લક્ષે સ્વભાવે વિકારનો અકર્તા છે.
ત્યારે કહે કે (વિકાર) થાય છે કેમ? કે એનો પોતાનો સ્વભાવ છે તેની દ્રષ્ટિ છોડી દઈને, નિમિત્તના લક્ષે / જે નિમિત્ત એના નથી. જેનામાં એ છે એમાં જેમ છે એમાં દ્રષ્ટિ ન આપતાં જે એમાં નથી એમાં દ્રષ્ટિ