શ્રી પ્રવચન રત્નો-૧ ૨૧૩ ઉપદેશ પ્રભુનો છે ઈ બરાબર છે. આહા... હા... અને તે નિરર્થક થતાં એક જ આત્માને રાગાદિભાવોનું નિમિત્ત પણું આવી પડતાં ‘નિમિત્તને લક્ષે વિકાર છે ઈ જો તું ન માન, તો એકલો આત્મા ઉપર આવી પડતાં આત્મા વિકાર કરે એવો તો ઈ જ નહીં. આહા...!
‘આત્માને રાગાદિભાવોનું નિમિત્તપણું આવી પડતાં’ નિમિત્તપણું એટલે? ઉપાદાન તો ખરું પણ પોતાપણ એમ. રાગાદિ ભાવોનું નિમિત્તપણું એટલે પોતે કારણપણું આવી પડતાં ‘નિત્ય- કર્તાપણાનો પ્રસંગ આવવાથી મોક્ષનો અભાવ ઠરે.’ આહા... હા! ભગવાન નિત્યાનંદ પ્રભુ! જો નિમિત્તનાં લક્ષે વિકાર થાય એવો નિમિત્ત - (સંબંધને) જાહેર કરતાં આત્મા અકારક છે એ સિદ્ધ છે. એમ ન હોય તો, આત્મા રાગનો કર્તા નિત્ય ઠરે. ઈ તો પર્યાયમાં પરને લક્ષે કરે છે ક્ષણિકમાં પણ એમ જો ન માન તો, આત્મા કર્તા તો આત્મા તો નિત્ય છે, આત્મા નિત્ય રાગનો કર્તા થાય કોઈ દિ’? તો તો ધરમ કોઈ દિ’ થાય જ નહીં. સમજાણું એમાં કાંઈ...?
ફરીને આહા...હા...! દ્રવ્ય અને ભાવ પ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો -કર્તાપણાનો કરે છે. અજ્ઞાનભાવ-રાગ-દ્વેષ એમ કહે છે એ ઉપદેશ છે ઈ નિમિત્ત તરીકેનો ઉપદેશ નિરર્થક જ થાય, અને તે નિરર્થક થતાં એક આત્માને જ રાગાદિભાવોનું નિમિત્તપણું આવી પડે’ નિમિત્ત - નૈમિત્તિક સંબંધ વિકાર થાય છે. એમ જો ન માન, નિમિત્તને લક્ષ થતો વિકાર એમ જો ન માન તો આત્મા ઉપર કર્તાપણું આવી પડે, તો આત્મા નિત્ય છે તો આત્મા નિત્ય વિકારને કરે તો કોઈ દિ’ વિકારનો અભાવ થાય નહીં ને એમ કોઈ દિ’ બનતું નથી. આહા... હા.. હા! સમજાય છે આમાં? રાત્રે ચર્ચા બંધ છે નહિતર તો ચર્ચા થાય આ બધી રાત્રે ચર્ચા બંધ છે ને
શુ કીધું ઈ? દ્રવ્ય અને ભાવનો કર્તાપણાનો નિમિત્ત તરીકેનો ઉપદેશ, પરને લક્ષે વિકાર થાય છે એવો જે ઉપદેશ છે, એ નિરર્થક જ થાય. એકલો આત્મા (વિકાર) કરે તો.... અને ‘તે નિરર્થક થતાં એક જ આત્માને રાગાદિભાવોનું નિમિત્તપણું આવી પડે’ એકલા આત્માને પરના લક્ષ વિના, પુણ્ય - પાપનો ભાવ આવી પડે ને કર્તા થાય તોતો આત્મા નિત્ય છે તો વિકાર પણ નિત્ય કરે તો તો વિકારથતાં એને કોઈ દિ’ દુઃખ મટે નહીં, કોઈ દિ’ સુખી થાય નહીં, ધરમ થાય નહીં અને મોક્ષ થાય જ નહીં સમજાણું આમાં?
આહા...હા...! ‘એક જ આત્માને રાગાદિભાવોનું નિમિત્તપણું આવી પડે’ શું કીધું? ઓલું નિમિત્તને લક્ષે વિકાર થાય છે એમ જો તું ન માન તો એકલા આત્માને રાગાદિનું કર્તાપણું આવી પડતાં, આત્મા નિત્ય છે તો નિત્યકર્તા ઠરી જાય. ઈ વીતરાગ સ્વરૂપ છે એને રાગપણાનું કર્તાપણું સિદ્ધ થઈ જાય. આહા... હા.. હા.. હા! ગજબની વાત છે.
આહા...! ‘એક જ આત્માને રાગાદિભાવોનું નિમિત્તપણું’ નિમિત્ત એટલે કારણ, આત્માને રાગદ્વેષનું કારણપણું આવી પડે! નિમિત્તને લક્ષે નૈમિત્તિક જાહેર કરતાં આત્મા અકારક છે એમ જો ન કરે, આત્મા એકલો રાગનોકર્તા ઠરતાં, આત્મા નિત્ય છે તો રાગનો કર્તા નિત્ય ઠરે!
‘નિમિત્તપણું આવી પડતાં નિત્યકર્તાપણાનો પ્રસંગ આવવાથી મોક્ષનો અભાવ ઠરે’ તો મોક્ષ કોઈ દિ’ થાય જ નહીં આત્માનો થઈ રહ્યું! આહા... હા..! શું કીધું ઈ... ? કે નિમિત્ત ઉપર લક્ષ જો નિમિત્ત