૨૧૪ શ્રી પ્રવચન રત્નો- ૧ પર વસ્તુ છે. જેમ તું છો એમ પર પણ છે. એ પરના લક્ષે વિકાર થાય ઈ એમ જાહેર કરે છે કે આત્મા અકારક છે. હવે એમ જો તું ન માન તો નિરર્થક ઉપદેશ થાય. તો આત્મા એકલો રાગનો કર્તા ઠરતાં નિમિત્ત - નૈમિત્તિક સંબંધ ન રહ્યો! તો તો આત્મા રાગનો કર્તા ઠરતાં, આત્મા રાગનો નિત્યકર્તા ઠરે, કોઈ દિ’ મોક્ષ રહે નહીં. મોક્ષ થાય નહીં કોઈ દિ’ !
આ વાણિયાને વેપારીઓને આવી વાતું હવે! એકલો ન્યાયનો વિષય છે! હું ‘મોક્ષનો અભાવ ઠરે’ પછી વાત આવશે.
(પ્રમાણ વચન ગુરુદેવ)
* * *
જિનવાણી સ્તુતિ
આત્મજ્ઞાનમેં હી આત્માકી સિદ્ધિ ઔર પ્રસિદ્ધિ હૈ,
આત્મજ્ઞાનમેં હી ભિન્નરૂપ વિશ્વકી ભી સિદ્ધિ હૈ. ૧
આત્મજ્ઞાન હી બસ જ્ઞાન હૈ, આત્મજ્ઞાન હી બસ જ્ઞેય હૈ,
આત્મજ્ઞાનમયી જ્ઞાતા હી આત્મા, જ્ઞાન-જ્ઞેય અભેદ હૈ. ૨
દર્શાય સરસ્વતી દેવીને યહ કિયા પરમ ઉપકાર હૈ,
નિજ ભાવમેં હી સ્થિર રહૂઁ મા વંદના અવિકાર હૈ. ૩