૧૪ શ્રી પ્રવચનો રત્નો-૧
આહાહા... હા! એવો આત્મા... કેટલો-કેવડો છે અને ઈ કેવડો આત્મા? એક સમયમાં અનંતા ગુણોનો છેડો નહીં. છેલ્લો નહીં, એનું પરિણમન કરે અને તે જ સમયે જ્ઞાન કરે! એકત્વપૂર્વક બેની ક્રિયા કરે! કાળભેદ નહીં.
આહા.. હા! (પ્રશ્ન) ભઈ! જે વખતે પરિણમે છે એ વખતે જાણે એને? અને જ્ઞાનપણ જે વખતે પરિણમે છે તે વખતે એને જાણે?
(ઉત્તરઃ) કે હા. જ્ઞાન પોતે પરિણમે પણ છે, પરિણમનનું તો જ્ઞાનનું આવી ગયું ને..! બધાં ગુણો પરિણમે છે તો આ જ્ઞાન પણ પરિણમે એમ આવી ગયું. અને સાથે જાણે પણ છે. પરિણમે છે ને જાણે છે!! જે સમયે પરિણમે છે તે સમયે જાણે છે! તેથી એકત્વપૂર્વક કરે છે એમ કીધું ને..!
આહા.. હા! આવી વાત છે બાપા.. ઝીણી! સર્વજ્ઞ ત્રિલોકનાથની પ્રમાણથી વાત નીકળી છે. આહા..! ગણધરો! સંતો, કેવળીના નિકટવાસીઓ! નજીકમાં રહીને સાંભળેલા. અને અનુભવેલા! આહા.. હા! એનું કહેલું ‘આ’ શાસ્ત્ર છે. તેથી એ ‘પ્રમાણભૂત’ છે.
આહા.. હા.. હા! સમજાણું કાંઈ...? આહા..! ‘એક જ વખતે પરિણમે પણ છે પરિણમે એમાં જ્ઞાનપણ ભેગું પરિણમે, ઈ આવી ગ્યું ને.. આહાહા..! એક જ સમયે જ્ઞાન પરિણમે છે ને અનંતગુણો પરિણમે છે. પણ એક જ સમયે જ્ઞાન પરિણમતું જ્ઞાનને જાણે છે અને બધાંને જાણે છે? આહા.. હા!
એક જ સમયે પરિણમે અને જાણે! અને એકત્વપૂર્વક જાણે પણ છે પણ બધાને હો?! જે સમયે પરિણમન થાય છે પોતાનું ને બધાં ગુણોનું, તે જ સમયે તેને જાણે છે. આહાહા..! હજી તો.. આત્મા કહેવો કોને...? ખબરું ન મળે ને... એને ધરમ થઈ જાય ને! આહા...! રખડપટ્ટી કરી-કરીને મરી ગયો ચોરાશીના અવતારમાં! એવાં તો અનંતવાર અવતાર કર્યાં શાસ્ત્રો પણ જાણ્યાં– વાંચ્યાં! પણ આ ભાવ... આ રીતે છે એ અંદર પરિણમ્યો નહીં. એમ કીધું આંહી.
આંહી ‘પરિણમન કીધું ને..! આહા.. હા! ‘એકત્વપૂર્વક એક જ સમયમાં પોતાનું જ્ઞાનનું ને અનંતગુણનું પરિણમન એક સમયમાં, તે જ સમયે તે બધાનું જ્ઞાન પણ તે સમયે કરે. આહા.. હા! પરિણમવું ને જ્ઞાન કરવું એક જ સમયમાં છે. પરિણમે છે ને પછી જાણે છે એમ નથી. આહાહા.. હા! સમજાણું કાંઈ...?
આવી વાત છે! જૈન ધર્મ!! આ જૈન ધરમ! આહા.. ‘એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે ‘તેથીતે સમય છે’ આહા.. હા!
‘આ જીવ-પદાર્થ કેવો છે? સદાય પરિણામસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી’ .. આહા.. સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી- તે તેનો સ્વભાવ છે, અને તે સ્વભાવમાં રહેલો છે. ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે.’ ત્રણ લીધાં (લક્ષણ)
‘સદાય પરિણમન સ્વરૂપ સ્વભાવમાં રહેલો’ પરિણમન છે ઈ ઉત્પાદ-વ્યય-સ્વભાવમાં છે એ ધ્રુવ! આહા..! છે? ‘સદાય પરિણમન સ્વરૂપ’ બાપુ! આ તો મંત્રો છે. આ કાંઈ વારતા નથી. આ