શ્રી પ્રવચન રત્નો-૧ ૧૩ એકપણે કરે આહાહાહા! છે? ‘તે સમય છે’
અહા... હા! એ સમયની વ્યાખ્યા કરી. ફરીને...!
કરવું પરિણમવું અને જાણવું, એવી બે ક્રિયા એકસમયમાં જે કરે તેને સમય’ કહેવામાં આવે છે.
‘સમય’ કેમ ઓળખ્યો? પૂછયું તું તે દિ’ દિલ્હી! ‘સમય’ કેમ કહ્યો? અરે.. કીધુંઃ વસ્તુનું સ્વરૂપ છે ‘સમય’ = सम् + अय, સમય કીધું. આહા.. હા! આત્માને ‘સમય’ કેમ કહ્યો? કે એકપણે.. પરિણમે અને જાણે, એકસમયમાં એક પણે બે ક્રિયા કરે તેને ‘સમય’ કહેવામાં આવે છે. એ ‘સમય’ તે આત્મા છે. એ આત્મા જ પરિણમે અને જાણે! બીજા પદાર્થોમાં પરિણમન-ગમન છે પણ ‘જાણવું’ નથી. ગમનની અપેક્ષાએ બીજાને ‘સમય’ કહેવાય.
પણ, આંહી તો ‘જાણવું ને ગમન કરવું’ બે અર્થમાં જે હોય તેને ‘સમય’ કહીએ. આહા.. હા! પછી સ્વસમય લેશે. આ ‘સમય’ કોને કહીએ (તે વ્યાખ્યા કરી) આહા..! ‘આ જીવ નામનો પદાર્થ એ સમયનો અર્થ કર્યો હવે જીવની હારે મેળવે છે. ‘આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક / એકત્વપૂર્વક સુધાર્યું છે. ‘એક જ વખતે’ - એકત્વપૂર્વક એક જ કાળે ‘પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે’ - તેથી તેને ‘સમય’ આત્માને કહેવામાં આવે છે.
જાણવાનું કાર્ય પણ કરે અને પરિણમે, એકી સાથે બે કરે! આહા.. હા! સમય એક! બે ક્રિયા! પરિણમવાની ને જાણવાની...!! ‘એકસાથે’ કેમ કહ્યું કે પરિણમે પહેલો ને જાણે પછી, એમ નહીં. પરિણમવું ને જાણવું એક જ સમયે છે. આહા.. હા! એકત્વપૂર્વક જ કરે! બે ને એકપણે કરીને કરે! આહા.. હા!
આવી ઝીણી વાત છે. સમયસાર સમજવું-સાંભળવું બાપુ! આકરું કામ છે. બાકી તો બધુ દુનિયા કરે છે આખી! ઢોરની જેમ મેહનતું કરે છે ઢોરની જેમ બધાં! આખો દિ રાગને આ ને આ ને..! ઢોર થવાના ને ઢોર જેવી મહેનતું કરે છે.
(શ્રોતાઃ) પૈસાવાળા એમાં આવી જાય? (ઉત્તરઃ) પૈસાના બાપ હોય, અબજોપતિ બધાં ઢોર થવાનાં! પશુ! કાગડાનાં કાગડી થવાનાં, બકરાના બચ્ચાં થવાનાં, ઢેઢગરોળીની કૂંખે ઢેઢગરોળી થાશે! બાપુ! વસ્તુસ્વરૂપ એવું છે.
આહા.. હા! અરે એણે જાણ્યું ને જોયું છે ક્યાં? એને દરકાર ક્યાં છે? આહા..! અનંતકાળ વીતી ગયો પ્રભુ! તેં આ રીતે ઊંધાઈ કરી છે. આહા... હા! ભગવાન આત્મા! અનંતગુણનું પરિણમન એકસમયે અને જ્ઞાન-જાણવું એકસમયે! બીજાં અનંતાગુણો પરિણમે છે પણ જાણતાં નથી.
આહા.. હા! એક સમયમાં એટલે કે સૂક્ષ્મકાળમાં ભગવાન આત્માના જે અનંતગુણો જે છેડા વિનાના ને છેલ્લા વિનાના કીધાં, એબધા ગુણોનું એક સમયમાં પરિણમન, બદલવું, હલચલ થવી, ધ્રુવ છે એમાં હલચલ નથી. ઉત્પાદ-વ્યયમાં હલચલ છે. એટલે ઈ ધ્રુવ, ધ્રુવપણે રહી અને અનંતાગુણોનું હલચલ નામ પરિણમન થાય અને તે જ વખતે જ્ઞાન જાણવાનું કામ કરે એને આત્મા કહીએ!
અરે! પ્રભુ, આવું ક્યાં છે ભાઈ...! અનંત કાળના, અસંખ્ય ક્ષેત્રમાં, અનંત વાર ઊપજ્યો!