૧૨ શ્રી પ્રવચન રત્નો-૧ ‘ગોમટ્ટસાર’ માં પાઠ છે. તિર્યંચ કેમ થાય? ‘તિર્યંચ’ છે ને શબ્દ!! તિર્યંચ એટલે તીરછું, તીરછું એટલે આડું! ઘણી સંખ્યા તો ઈ જ છે.
આહા... હા! પણ કોને પડી આ! આ બહારમાં થોડી અનુકૂળતા રહે! મરી જઈને પછી ક્યાં જઈએ, કોણ જાણે? એ કાંઈ (ખબર) નહીં, ગોલણ ગાડાં ભરે!
અહીંયાં કહે છે. એક શ્લોકમાં કેટલું સમાડી દીધું છે! અને તે કર્મના પ્રદેશ કીધાં છે. તે.. કર્મના પ્રદેશ તો પરમાણુ, જડ છે. પણ એનો અનુભાગ જે છે એનો-પ્રદેશનો ભાગ કહેવાય! એના તરફના લક્ષમાં જઈને, જે વિકારપણે પરિણમ્યો છે તે અણાત્મા-પરસમય કહેવામાં આવે છે.
આહા... હા! આવી વાત છે! કર્મપણે પણ પરમાણુના અનંતગુણો પરિણમ્યા નથી. આહા... હા! એમ ભગવાન આત્માના અનંતા ગુણો, મિથ્યાત્વ, અવ્રત, કષાય આદિમાં–એમાં અનંત ગુણો પરિણમ્યા નથી. કેટલા’ ક ગુણો... બહુ વિચાર કરીને કાઢયાં’તા ઘણાં વરસ પહેલાં! તો ય વધારે ન નીકળ્યા એકવીસ ગુણ કાઢયા’ તા વીપરીતપણાના. કાઢયાં’તા... ઘણાં વરસ પહેલાં, ગામડામાં હોય ને એકાંત..! વિપરીત આત્મામાં... મિથ્યાત્વ, ચારિત્ર, આનંદ, પ્રદેશત્વ એવા એવા કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન (અધિકરણ) એવાં એવાં ગુણો વિકારપણે થયા છે. બધાં ગુણો નથી થયાં સમજાણું?
વિચાર તો બધા આવ્યા હોય ને એક્કેએક ઘણાં! આહા.. હા! આંહી કહે છે કે ‘જે જીવ પુદ્ગલકર્મના પ્રદેશોમાં’ એટલે કે, એ કર્મનો જ ભાવ છે વિકાર, આત્માનો સ્વભાવ નથી. વિભાવ-પુણ્યને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિ, કામ ને ક્રોધ, રળવું- કમાવું, એ બધું પાપ આહા..! એમાં જે સ્થિત છે? ‘તેને પરસમય જાણ’ તેને અણાત્મા જાણ!
આહા.. હા! કેમકે એની પર્યાયમાં વિકારપણે થવું, એ વિકાર આત્મા નથી. વિકાર એ આત્માનો કોઈ સ્વભાવ નથી. વિકારપણે પરિણમ્યો છે-થયો છે, તે અણાત્મા છે.
આહા.. હા! એ તો શબ્દાર્થ થયો! હવે એની ટીકા. (ટીકાઃ) ‘સમય’ પહેલો સમય ઉપાડયો! ‘સયમ’ શબ્દનો અર્થ આ પ્રમાણે છે’ ‘सम्’ તો ઉપસર્ગ છે- વ્યાકરણના નિયમ પ્રમાણે ‘સમ્’ ઉપસર્ગ છે. તેનો એક અર્થ ‘એકપણું’ એવો છે’ - તેનો અર્થ ‘એકપણું’ એવો છે.’
‘सम्’ એકપણું! (અને) ‘अय गतौ’ સમય છે ને...! सम् ને अय બે શબ્દ ભેગાં છે. સમ્ નો અર્થ એકપણું! ‘अयगतौ’ ધાતુ છે ધાતુ. પરિણમન કરવું એ. આહા..! એ अय ધાતુનો ગમન અર્થ પણ છે.
‘अय’ એટલે ગમન કરવું - પરિણમવું, ગમન કરવું’ અને જ્ઞાન અર્થ પણ છે.’
આહા..! ગમન કરવું અને પરિણમવું, જ્ઞાનરૂપે હો! ‘ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે.’ ‘તેથી એકસાથે જ યુગપદ્ જાણવું અને પરિણમવું એ બે ક્રિયાઓ, જે એકત્વપૂર્વક કરે... તે ક્રિયાઓ એકસમયમાં, એકત્વપૂર્વક કરે-પરિણમે અને જાણે! પરિણમે અને જાણે... એવી એક સમયમાં બે ક્રિયાને