Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 18 of 225
PDF/HTML Page 31 of 238

 

૧૮ શ્રી પ્રવચન રત્નો-૧ અનંત છે અને તે ગુણો એકગુણ જ્યાં વ્યાપક છે ત્યાં અનંતગુણો વ્યાપક છે. એમ કહ્યું ને...! એ અનંતધર્મોમાં રહેલું એકધર્મીપણું.

એ વસ્તુ જ છે આત્મા, એના ગુણો અનંત, પણ તે અનંતધર્મોનું રૂપ એકધર્મીપણું તે દ્રવ્ય છે. આહા.. હા! એટલે? એ ધર્મો અનંત.. એનો કોઈ અંત નહીં. અને એ ધર્મોમાં દરેક ધર્મ વ્યાપક છે. એટલે? કે અનંતગુણો છે આત્મામાં, તો જ્ઞાન છે ઉપર છે ને દર્શન હેઠે, ચારિત્ર હેઠે શાંતિ હેઠે વીર્ય હેઠે એમ એમાં ક્ષેત્રભેદ નથી. સમજાણું કાંઈ...?

જ્યાં જ્ઞાન છે ત્યાં દર્શન છે. આમ વ્યાપક છે. એકેક ગુણો અનંતધર્મોમાં વ્યાપક છે. એકેક ગુણો અનંતધર્મોમાં રહેલ છે. જેમ આ રજકણો છે. ઉપરનું રજકણ તે નીચલા રજકણની હારે નથી, નીચલું ઉપરની હારે નથી. એમ આત્મામાં નથી. આત્મામાં અનંત ગુણો એમાં એક ગુણ ઉપર છે ને પછી છે ને પછી છે ને એમ નથી. પણ અનંતગુણનો પિંડ આમ છે એમ નથી એક-એક ગુણ સર્વગુણમાં વ્યાપક છે.

આહા.. હા! જેમ કેરીમાં રંગથી દેખો તો સારી (આખી) કેરી વ્યાપક છે. ગંધથી દેખોતો આખી કેરી (ગંધમય) વ્યાપક છે. કેરી રસથી દેખો તો આખી કેરી વ્યાપક છે ને સ્પર્શથી દેખો તો આખી કેરી સ્પર્શમય વ્યાપક છે. એમ નથી કે કેરીનો રસ છે એ ઉપર રહે છે ને ગંધ છે તે હેઠે છે, સ્પર્શ હેઠે છે એમ ભાગ નથી. સમજાણું કાંઈ...?

ગહન વિષય છે! એ અનંતા ધર્મોમાં રહેલું એક ધર્મી (પણું) દ્રવ્ય, અનંતધર્મોમાં વ્યાપનારું એમ. આહા..! જેમ ધર્મ એક અનંતમાં વ્યાપક છે એમ ધર્મી-દ્રવ્ય અનંતગુણમાં વ્યાપક છે. આહા..! ‘અનંતધર્મોમાં રહેલું જે એક ધર્મી પણું તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે.’ - વસ્તુ તે પ્રગટ છે આહાહા’ કારણકે અનંતધર્મોની એકતા તે દ્રવ્યપણું છે’ એ ખુલાસો કર્યો (કૌંસ આપીને) કૌંસમાં ઓલું જરી ચૈતન્યનું પરિણમન નાખ્યું છે ને... ખરેખર તો નિત્યદર્શનજ્ઞાનસ્વરૂપ સિદ્ધ કરવું છે આંહી, આંહી પરિણમન સિદ્ધ નથી કરવું.

પરિણમન સિદ્ધ નથી કરવું આંહી તો વસ્તુ આવી છે એટલું બસ એટલું! ઈ પછી સ્થિત કેમ થાય ઈ પછી પરિણમનની દશા, એ પછી કહેશે. જે આ કૌંસમાં છે ને...? ‘કારણકે ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે’ (એમ લખ્યું છે) ઈ ત્યાં મેળ નથી ખાતો. શું કહ્યું સમજાણું?

આ નિત્ય કેવું છે ને આંહી. વસ્તુ-જીવ-પદાર્થ, ત્રિકાળજીવપદાર્થ કેવો છે? એ લઈ અને પછી એ સ્થિત થાય છે દર્શનજ્ઞાનચારિત્રમાં એ પરિણમન છે. સમજાણું કાંઈ..? પાઠે ય છે ને... જુઓ ને..! ‘ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય, ઉદ્યોતરૂપ, નિર્મળ સ્પષ્ટ દર્શનજ્ઞાન-જ્યોતિસ્વરૂપ છે’ (આ પાઠ છે)

અને આમાં અનંતધર્મોમાં રહેલું ઓહો હો! જે એક ધર્મીપણું તેન લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે. કેમકે અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે આ વિશેષણથી વસ્તુને ધર્મોથીરહિત-ગુણોરહિત માનનાર બૌદ્ધમતીનો નિષેધ થયો. આ જીવ-પદાર્થ, જીવો એ શબ્દ છે ને..! એની વ્યાખ્યા કરે છે આ. ‘जीवो’ પછી चरित्तदंसणणाण ठिदो એ પછી પર્યાયની વ્યાખ્યા ચાલશે. સમજાણું કાંઈ...?

આમ તો જુવાનિયા સાંભળે છે ને... આ તો આત્માની વાત છે આહા.. હા! એક કોર ‘તત્ત્વાર્થસૂત્ર’ માં એક કહે કે ઉદયભાવ તે જીવ છે. છે ને..? તત્ત્વાર્થસૂત્ર પહેલો અધ્યાય.