શ્રી પ્રવચન રત્નો-૧ ૧૯ પુણ્ય-પાપ, રાગ-દ્વેષ એ જીવતત્ત્વ, જીવ છે કેમકે જીવની પર્યાય છે ને...!
એકબાજું એમ કહે છે ક્ષયોપશમભાવ આદિ ભાવ પણ જીવમાં નથી. એ દ્રવ્યની અપેક્ષાએ વાત છે.
એકબાજુ એમ કહે, કે જીવના જે પર્યાયો.. રાગ-દ્વેષ, પુણ્ય-પાપ થાય છે એ બધાં પુદ્ગલ છે કેમ કે એનામાંથી નીકળી જાય છે ને એની ચીજ નથી માટે. અને એને જીવતત્ત્વ કહ્યું કેમ કે એની પર્યાયમાં એના અસ્તિત્વમાં છે. કર્મના અસ્તિત્વમાં રાગદ્વેષ, પુણ્યપાપ નથી. સમજાણું કાંઈ..?
આહાહા! આવી વાત છે! એક કોર કહે, કે જીવમાં ક્ષાયિકભાવ નથી. ‘નિયમસાર’ .. એ ત્રિકાળીદ્રવ્યની અપેક્ષાએ..! ક્ષાયિકભાવ વસ્તુમાં ક્યાં છે? વસ્તુ પરમપારિણામિકભાવ એકરૂપ છે. ક્ષાયિકભાવ તો પર્યાય છે. ક્ષાયિકભાવ જીવદ્રવ્યમાં નથી. અને એકકોર કહે કે પર્યાયમાં રાગ-દ્વેષ એ જીવતત્ત્વ છે. કઈ અપેક્ષાએ.. (અપેક્ષા) જાણવી જોઈએ ને.! પર્યાય એની છે એનામાં થાય છે, પણ વસ્તુનો ‘સ્વભાવ નથી’ એથી એને કાઢી નાખીને... પુદ્ગલના પરિણામ કહ્યાં.
અહીંયાં હવે જે છે એ તો એનાં ગુણોની વાત છે. પર્યાયની નથી. અરે! આવું બધું સમજવું...! આહા.. હા! ‘અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે’ વસ્તુ તે અનંત ગુણો જે છે અનેક, પર્યાયની અહીં વાત નહીં અત્યારે! તેમ પુણ્ય-પાપના વિકલ્પો એનામાં છે જ નહીં. વસ્તુના ગુણોમાંય નથી ને વસ્તુમાં ય નથી.
આહા.. હા! આવો જે જીવ-પદાર્થ! અનંતગુણોનું એકરૂપ!! તે દ્રવ્ય છે. એમ કહીને ‘વસ્તુને ધર્મોથી રહિત માનનારનો નિષેધ કર્યો. હવે વળી તે કેવો છે? હવે સિદ્ધ કરે છે એની પર્યાયસહિત.
‘ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણપર્યાયો અંગીકાર કર્યા છે’ આહા.. હા! ક્રમરૂપ એ પર્યાય છે. ક્રમે.. ક્રમે થતી પર્યાય... ક્રમે થતી-એક પછી એક, એક પછી એક તે થતી, થતી, થતી તે એકપછી એક. એકપછી એક ગમે તે એકપછી એક એમ નહીં. જે થવાની છે તે એકપછી એક, તે તે રીતે ક્રમવર્તી છે ઈ... આહા..! લંબાઈ! .. એકધારા.. પર્યાય લંબાઈ એટલે આયત-એકપછી એક જે પર્યાય થવાની છે તે. ક્રમબદ્ધ એકપછી એક, ક્રમવર્તી કહો, ક્રમબદ્ધ કહો પણ.. ક્રમબદ્ધમાં બધાનો સંબંધ એકપછી એકની જે થવાની એમ આંહી ક્રમવર્તીમાં વર્તે છે એટલું. પણ એમાંય ન્યાય તો આવી જાય છે ભાઈ..! ક્રમે વર્તે છે. પર્યાય એકસમયે એક વર્તે એ જ વર્તશે. એકસમયે વર્તે છે તે જ વર્તશે. એક ક્રમે ઈ વર્તશે. એવો જેનો ક્રમવર્તી, પર્યાયનો ધર્મ છે. અને તે ક્રમવર્તી પર્યાયમાં તેને પરની કોઈ અપેક્ષા નથી. કે પર હોય તો આ ક્રમવર્તી પર્યાય થાય... એનો પોતાનો ક્રમવર્તી સ્વભાવ છે. સમજાણું કાંઈ...?
આવું ઝીણું હવે સમજવા ક્યાં નવરા થાય! એક તો આખો દિ’ સંસારના પાપ આડે નવરાશ ન મળે! આહા.. હા! સાંભળવા મળે તો પાછું કહે કે જીવતત્ત્વ, રાગ દ્વેષ જીવતત્ત્વ! એકકોર કહે કે રાગદ્વેષ પુદ્ગલ તત્ત્વ! કઈ અપેક્ષાથી કહે છે જ્ઞાન ન કરે ને એકાંત માની લ્યે કે રાગદ્વેષ જડના છે, જડ જ છે એ ખોટું! અને એ રાગ વસ્તુનો સ્વભાવ છે તેથી એ તે સ્વભાવમાં છે એ ય ખોટું!