શ્રી પ્રવચન રત્નો-૧ ૨પ હોવાથી જેણે સમસ્ત રૂપને-બધા રૂપને સ્વના દ્રવ્યગુણપર્યાય, પરના દ્રવ્ય-ગુણપર્યાય બધાને જાણવારૂપે પ્રકાશનારું ‘એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે’ -એટલા, અનંતજ્ઞેયોને જાણતાં જ્ઞાનનો પર્યાય અનેકરૂપે- પરનેરૂપે થતી નથી. ‘પોતાના જ્ઞાનની પર્યાયરૂપે એકપણે રહે છે.’ આહા... હા! સમજાણું કાંઈ...?
અનેકને જાણવા કાળે પણ જીવની પર્યાય એકરૂપે પોતાનાજ્ઞાનરૂપે રહે છે. પરજ્ઞેયરૂપે અનેકને જાણવા છતાં પરજ્ઞેયરૂપે તે જ્ઞાન થતું નથી. અગ્નિને જાણતું જ્ઞાન, અગ્નિરૂપે થતું નથી. ‘જ્ઞાન તો જ્ઞાનરૂપે રહીને અગ્નિને જાણે છે’ આહા... હા! એમ જ્ઞાન પોતારૂપે રહીને અન્યજ્ઞેયોને જાણે છે એ અનંતજ્ઞેયને જાણતાં, અનેકપણાના ખંડ-ખંડ થઈ ગ્યા છે જ્ઞાનમાં એમ નથી.
આહા... હા... હા! સમયસાર ધર્મકથા છે બાપુ! આ તો ભાગવત-કથા! હેં? (કહે છે) ‘એકપણું પ્રાપ્ત કર્યું છે’ છે! ‘જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે’ આકાર પ્રતિભાસે કહેવું ઈ પણ નિમિત્તની વાત છે. એ તો પોતાનું પર્યાયમાં એટલું સામર્થ્ય છે કે સ્વને પરને જાણવારૂપે-જ્ઞાનરૂપે પોતે પરિણમે છે. એવું પોતાના પરિણમન-પર્યાયનું અસ્તિત્વનું એટલું સામર્થ્ય છે.
પર છે માટે એને પરને જાણે છે એમે ય નથી. એ પર છે એના તે સંબંધીનું અસ્તિત્વનું જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે તેટલા અસ્તિત્વનું પોતે પોતામાં રહીને સ્વને અને પરને જાણતાં અનેકરૂપે પરિણમ્યું જ્ઞાન, એથી અનેક થઈ ગ્યું છે એમ નથી. જ્ઞાનની પર્યાય તો પોતે એકરૂપ રહી છે.
આહા...! ‘જેમાં અનેક વસ્તુઓના ભાવો પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકારરૂપ તે છે’ આહા...! આ વિશેષણથી, આ બધા જીવના વિશેષણ કહ્યા ને...! જીવવસ્તુ, એને વિશેષણથી ઓળખાવી, કે આવો જીવ છે. આવો જીવ છે એનાં આ વિશેષણો છે. વિશેષવસ્તુ પોતે એનાં આ બધાં વિશેષણોથી ઓળખાવી.
આહા... હા! એક ‘जीवो’ એની વ્યાખ્યા હાલે છે આ. ‘जीवो चरित्तदंसणणाण ठिदो’ એ પછી (કહેશે) આહા...! અમૃતચંદ્રાચાર્ય! જે કુંદકુંદાચાર્યને મળ્યા નહોતાં. ભગવાન પાસે ગયાં નહોતાં. એ કુંદકુંદાચાર્યના પેટમાં... જે ભાવ કહેવાના હતા ભાષામાં એ ભાવ ખોલ્યા છે.
આહા... હા! આવી ટીકા! ભરતક્ષેત્રમાં અત્યારે બીજે તો નથી પણ દિગમ્બરમાં આ સમયસાર ને આવી ટીકા બીજે ઠેકાણે નથી! આહા... હા! આખો એને હલાવી નાખે એકવાર! આહા...! પરથી જુદો તું પ્રભુ પરથી જુદો!
પરને જાણવા છતાં પરરૂપે થઈને જાણે છો એમ નહીં. પરને જાણવા કાળે પણ તારારૂપે રહીને થઈને તું જાણે છે! ભાઈ...? ભાષા તો સહેલી છે! આવી વાતું છે બાપુ શું થાય?
આહા... હા હા પરનું કાંઈ કરી શકતો તો નથી, કેમકે પરના આકારો અહીં કીધા ને... તે પરરૂપે છે. આ એમ આવ્યું ને...! ‘પોતાના અને પરદ્રવ્યોના આકારોને’ પરદ્રવ્ય, પરદ્રવ્યરૂપે છે એના દ્રવ્યગુણપર્યાય ત્રણે. પોતાના દ્રવ્યગુણપર્યાય છે. એને ‘પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી’ પરરૂપે થઈને નહીં. પોતાના જ્ઞાનમાંથી ખસીને પરને જાણે છે એમ નહીં આહા...! પોતાના જ્ઞાનના અસ્તિત્વમાં રહીને, સ્વને પરના આકારોને જાણવા છતાં ‘એકરૂપે રહે છે’ એ એકનો બે થાતો નથી.
આ જ્ઞાન પોતાને જાણે ને પરને નથી જાણતું એક કહેનારાઓનો નિષેધ કર્યો. જ્ઞાન પોતાને જ