Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 26 of 225
PDF/HTML Page 39 of 238

 

૨૬ શ્રી પ્રવચન રત્નો-૧ જાણે છે, પરને નથી જાણતું! ‘પરને જાણતું નથી’ કઈ અપેક્ષાએ? પરમાં તન્મય થઈને પરને જાણવું નથી.!

પણ પરને પરમાં તન્મય થયા વિના, પોતામાં રહીને પરને પર તરીકે બરાબર જાણે છે. (મતાર્થીનો નિષેધ કરેલ છે)

આહા...! ‘આ વિશેષણથી જ્ઞાન પોતાને જ જાણે છે પરને નથી જાણતું ‘એમ એકાકાર જ માનનારનો, તથા પોતાને નથી જાણતું પણ પરને જાણે છે. ‘એમ અનેકાકાર માનનારનો વ્યવચ્છેદ થયો’ - પોતે પોતાને નથી જાણતો પરને જ જાણે છે એમ માનનારા છે આહા... હા! આ શરીર છે, આ વાણી છે, આ ધંધો છે એને જ્ઞાન જાણે ઈ પરને જાણે છે એમ. પોતાને નથી જાણતો અરે પણ, પરને જાણવાકાળે જાણનાર પર્યાય પોતાની છેકે પરની છે?

એ પોતામાં રહીને પરને જાણે છે કે પરરૂપ થઈને પરને જાણે છે? એ પોતામાં રહીને પરને જાણે છે તો એનું સ્વરૂપ સિદ્ધ છે તો એને કેમ ન જાણે?

આહા... હા! ‘તથા પોતાને નથી જાણતું પણ પરને જાણે છે એમ અનેકાકાર જ માનનારનો વ્યવચ્છેદ થયો લ્યો! આહા... હા!

વિશેષ કહેશે હવે.....

* * *

-જ્ઞાનસ્વરૂપી આત્માનું જ્ઞાન જ્ઞેયમાં તન્મય
થતું નથી. જ્ઞેય સંબંધીના પોતાના જ્ઞાનમાં આત્મા
તન્મય છે, જ્ઞેયમાં તન્મય નથી. તેથી જ્ઞાનમાં પોતાનો
સ્વ-પરપ્રકાશક સ્વભાવજ વિસ્તરે છે, તેમાં પરનો
વિસ્તાર નથી. (આત્મધર્મ અંક-૬૩૯)
-આત્મા પરનું કાંઈ કરે તો નહિ પણ પરને
જાણે એ પણ અસદ્ભૂત વ્યવહારકથન છે. ખરેખર તો
પોતેપોતાને જાણે છે. જોકે પોતે પોતાને જાણે છે એમ
કહેવામાં પણ સ્વ-સ્વામી અંશરૂપ વ્યવહાર છે. પોતે
પોતાને જાણવાનું કાર્ય કરે એ પણ ભાવક-ભાવના
ભેદરૂપ સદ્ભૂત વ્યવહાર છે પરનું કરવું તો ક્યાંય રહ્યું,
પરને જાણે એ તો અસદ્ભૂત વ્યવહાર છે પણ પોતે
પોતાને જાણે એ પણ સ્વ-સ્વામીનો ભેદ પડતો
હોવાથી સદ્ભૂત વ્યવહાર છે. જ્ઞાયક તો જ્ઞાયક જ છે
એ નિશ્ચય છે. (આત્ધર્મ અંક-૬૪૨/૪૩)