શ્રી પ્રવચન રત્નો-૧ ૨૭
સમયસાર ગાથા-૨ અધિકાર એ ચાલે છે કે જીવ, જીવ કેને કહેવો? એનાં ઘણાં વિશેષણ આવી ગયાં છે પહેલાં (ટીકામાં)
એને ઉત્પાદ-વ્યય-ધ્રુવવાળો પણ કહ્યો છે ને ભાઈ ઈ શું કહ્યું ઈ? કે વસ્તુ છે એમાં પર્યાય બદલે છે. નવી નવી અવસ્થા થાય જૂની અવસ્થા જાય, બદલે છે ને...! ઈ બદલે છે ઈ એને નવી દશા ઉત્પન્ન થાય ને જૂની વ્યય થાય, અને વસ્તુ છે એ ધ્રુવ કાયમ રહે ઉત્પાદવ્યયધ્રુવ સહિત તે તત્વ જીવ છે. અને આમેય કહ્યું ને ગુણપર્યાયવાળું! એ વસ્તુ જે છે ગુણ એટલે ત્રિકાળ રહેનાર આ વસ્તુ જે છે આત્મા અંદર! એ ત્રિકાળ રહેનાર છે એ અપેક્ષાએ ધ્રુવ અને નવી નવી અવસ્થા પલટે છે તે પર્યાય, પર્યાય એટલે હાલત દશા. તો ગુણપર્યાયવાળું એ દ્રવ્ય છે. એ સમુચ્ચય અત્યારે જીવને સિદ્ધ કરે છે. દર્શનજ્ઞાનમય છે એમ કહ્યું. જયસેનઆચાર્યની ટીકામાં તો એવી રીતે લીધું છે. જીવ છે એ નિશ્ચયથી પોતાના જ્ઞાનને આનંદથી છે માટે નિશ્ચય જીવ! વસ્તુ છે ને...! અસ્તિ છે ને...! છે તો તેના અસ્તિ-છે એવા ગુણ છે ને...! તો આનંદને જ્ઞાન આદિ ગુણ છે, એ પ્રાણથી કાયમ જીવે ટકે માટે એને અમે જીવ કહીએ.
અને બીજી રીતે પણ લીધું કે, અશુદ્ધભાવપ્રાણ (થી) જીવે છે ને આ. ભાવ પ્રાણ! આ આયુષ્ય, મન, વચન, કાય નો યોગ આદિ છે અશુદ્ધદશા વિકારી એના પ્રાણથી જીવે છે, ટકે છે એ પણ એક અશુદ્ધ નિશ્ચયથી કહ્યું છે. અને અસદ્ભૂત વ્યવહારથી દશપ્રાણથી તે જીવે છ આ જડ નિમિત્ત છે ને આ પાંચ ઇન્દ્રિય આદિ એ જડ પર છે. એનાથી જીવે એમ અસદ્ભૂતવ્યવહારથી પણ કહેવાય.
આંહી આપણે આવ્યું છે આંહી ‘વળી તે કેવો છે?’ આંહી સુધી આવ્યું છે. છે? આ જીવવસ્તુ છે ને તત્ત્વ છે ને પદાર્થ છે. આ જેમ જડ છે, એની જેમ અસ્તિ છે તત્ત્વો! એમ ચૈતન્ય એનો જાણનારો! જાણનાર જણાય છે, એ જાણનારો જુદી ચીજ છે. એ જુદી ચીજ છે એના બધા વિશેષણો આપ્યાં છે. એ જીવ કેવો છે? એ શક્તિ અનેત્રપ અવસ્થાવાળો છે, ઉત્પાદવ્યયધ્રુવવાળો છે, દર્શનજ્ઞાનસ્વરૂપે છે, આંહી વળી તે કેવો છે? વિશેષ વાત કરે છે.
આહા... હા! ‘અન્ય દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણો-વળી જીવમાં અન્ય બીજાં દ્રવ્યો નથી. આ શરીર, વાણી કાંઈ જીવમાં નથી. ‘અન્ય દ્રવ્યોના’ છે ને? વિશિષ્ટ જે ખાસ ગુણો, એમ કરીને બીજી ચીજો પણ સિદ્ધ કરી. આકાશ નામનો પદાર્થ છે કે જે બધા પદાર્થને રહેવાને અવગાહન આપે. એવી એક અરૂપી ચીજ (આકાશ) છે. લાંબી લાંબી વસ્તુ સિદ્ધ કરવા જાય તો વખત જાય! આકાશ નામનો એક પદાર્થ છે. એનો ગુણ અવગાહન છે. અવગાહન એટલે? એમાં બીજા પદાર્થો રહે એવા ગુણને અવગાહન કહે છે. તો ઈ અવગાહન ગુણ આકાશનો છે. એ આત્માનો નથી એમ સિદ્ધ કરવું છે. અહા...! છે? મૂળ વાત છે શરૂઆતના શ્લોકો જ ઝીણાં છે!
‘દ્રવ્યોના જે વિશિષ્ટ (ખાસ) ગુણો- અવગાહન-ગતિ-સ્થિતિ’ ધર્માસ્તિકાય નામનું તત્ત્વ છે જડ-ચેતન ગતિ કરે તેમાં એ ધર્માસ્તિ તત્ત્વ નિમિત્ત છે. અધર્માસ્તિ (કાય) છે. જીવ ને જડ સ્થિર રહે પોતાની