Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 28 of 225
PDF/HTML Page 41 of 238

 

૨૮ શ્રી પ્રવચન રત્નો-૧ શક્તિથી, એમાં નિમિત્તરૂપે જે દ્રવ્ય છે એને અધર્માસ્તિકાય કહે છે.

‘વર્તનાહેતુપણું’ કાળદ્રવ્ય એક છે. અસંખ્ય કાલાણુ છે જે દરેક પદાર્થ બદલે છે- પરિણમે છે એમાં નિમિત્તરૂપ જે છે, એને કાળદ્રવ્ય કહે છે. લાંબી વ્યાખ્યા બહુ મોટી! છે? ‘અને રૂપીપણું’ વર્તનાહેતુપણું તે કાળ અને રૂપી તે આ જડ - આ શરીર, વાણી, પૈસા રૂપી છે, જડ છે. (તેમાં) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. રૂપીપણું તે જડનો ગુણ છે. એ ગુણ આત્મામાં નથી.

આહા...! ‘તેમના અભાવને લીધે’ બીજાં દ્રવ્યના જે ગુણો ખાસ છે તે ગુણોનો આત્મામાં અભાવને લીધે. આહા.. આરે આવી વાતું છે! તત્ત્વની વસ્તુ બહુ મોંધી પડી ગઈ. લોકોને અભ્યાસ ન મળે! અને બહારમાં રોકાઈ ગ્યા! મૂળ ચીજ શુ છે ચૈતન્યવસ્તુ, એનાથી બીજાં પાંચ પદાર્થ ભિન્ન છે. એ પાંચ પદાર્થના જે ખાસગુણ છે એ ગુણોનો આમાં (આત્મામાં) અભાવ છે. છે?

‘રૂપીપણું- તેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્યરૂપતા-સ્વભાવના સદ્ભાવને લીધે’ એનો તો ચૈતન્ય-જાણવું-દેખવું એ સ્વભાવ છે. કાયમી ત્રિકાળી જાણવું અને દેખવું એવો ચૈતન્યસ્વભાવ છે. ચેતનનો-આત્માનો ચૈતન્યસ્વભાવ કાયમી હોવાથી બીજા પદાર્થના ગુણોનો એમાં અભાવ છે. પોતાના ગુણોનો એનામાં સદ્ભાવ છે.

આહા... હા! ‘ચૈતન્યરૂપતા સ્વભાવના સદ્ભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુદ્ગલ- એ પાંચ દ્રવ્યોથી જે ભિન્ન છે’ ચૈતન્યવસ્તુ એ જગતના પાંચ પદાર્થથી ભિન્ન છે. એનાથી એ ભિન્ન જુદો છે.

આહા...! એ રૂપે-શરીરરૂપે નથી, વાણી રૂપે નથી, કર્મરૂપે નથી, આકાશને ધર્મ-અધર્મરૂપે પણ આત્મા નથી. આહા... હા! ઘણું શીખવું પડે! અનાદિકાળની વાસ્તવિક ચીજ શું છે! અને ઈ કઈ રીતે રખડે છે અને રખડવાનું પરિભ્રમણ બંધ કેમ થાય? એ ચીજો કોઈ અલૌકિક છે.

આહા...! આંહી કહે છે બીજાં દ્રવ્યોના જે ગુણો છે એનો આત્મામાં અભાવ છે. ‘એ પાંચ દ્રવ્યોથી તે ભિન્ન છે’ કેમકે એનાં ગુણો આમાં નથી તેથી એ દ્રવ્યોથી ભિન્ન છે. ‘આ વિશેષણથી એક બ્રહ્મવસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો.’ એક જ આત્મા વ્યાપક છે એમ કેટલાક માને છે, વેદાંત! સર્વવ્યાપક એક આત્મા વેદાંત માને છે એનું નિરાકરણ થયું.

એ માને ન માને વસ્તુ સિદ્ધ કરીને તો કહે છે કે બીજા પદાર્થોમાં ગુણ છે, તો ઈ ગુણવાળા દ્રવ્યો છે. તે ગુણ આમાં (આત્મામાં) નથી, તે તે દ્રવ્યરૂપ આત્મા નથી, ન્યાયથી લોજિકથી તો વાત કહે છે પણ હવે અભ્યાસ નહીં ને... શું થાય?

આહા...! બહારમાં ધરમને નામે પણ બીજા રસ્તે ચડાવી દીધાં લોકોને. તત્ત્વ અંદર શું ચીજ છે અસ્તિપણે મૌજુદગી ચીજ અંદર અનાદિ અનંત છે. અને તે પોતાના ગુણવાળી-શક્તિવાળી છે. તે બીજાના ગુણવાળી નથી તેથી તે બીજાં દ્રવ્યોનો તેમાં અભાવ છે.

આહા... હા! ‘વળી તે કેવો છે?’ છેલ્લો બોલ હવે. ‘અનંત અન્યદ્રવ્યો સાથે અત્યંત એકક્ષેત્રાવગાહરૂપ રહેવા છતાં’ શું કહે છે? ભગવાન આ ચેતનવસ્તુ જાણન-દેખન, બીજાં અન્ય- અનેરાં દ્રવ્યો એક જગ્યાએ રહેલાં છે. જુઓને આ શરીર આંહી છે, વાણી આંહી છે, આત્મા આંહી છે, બીજાં