Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 30 of 225
PDF/HTML Page 43 of 238

 

૩૦ શ્રી પ્રવચન રત્નો-૧ તીખો સ્વભાવ ચોસઠપોરો છે. તેથી ચોસઠ પ્હોર ઘૂંટવાથી ચોસઠ પંહોરી તીખાશ બહાર આવે છે. લીંડીપીપરમાંથી... પણ ઈ અંદર પૂરણતીખાશ હતી. ઈ ચોસઠ પ્હોરી શક્તિ, ચોસઠપ્હોરી એટલે રૂપિયો! સોળ આના, ૬૪ પૈસા. એ લીંડીપીપરમાં પણ ચોસઠપ્હોરી એટલે પૂરણ તીખાશ હતી એટલે ઘૂંટવાથી હતી તે બહાર આવી છે. લાકડાને અને કોલસાને ચોસઠપ્હોર ઘૂંટે તો ચોસઠપ્હોરી તીખાશ નહિ બહાર આવે કારણકે એમાં તે છે નહીં. પણ આ પીપરમાં તો (તીખાશ) છે. છે ચોસઠપ્હોરી રૂપિયેરૂપિયો પૂરણ. લીલો રંગ અને તીખાશની પૂર્ણતા એ એક-એક પીપરના દાણામાં પડી છે. તો... છે ઈ બહાર આવે છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે.

એમ ભગવાન આત્મા, એનામાં સર્વજ્ઞસ્વભાવ શક્તિ છે. સર્વજ્ઞ કહો કે પૂરણજ્ઞાન કહો ચોસઠપ્હોરું એટલે પૂરણજ્ઞાન કહો. આહા... હા! (લીંડી) પીપરની વાત બેસે પણ આ વાત...! પૂરણજ્ઞાન અંદર છે (આત્મામાં) ચોસઠપ્હોર એટલે રૂપિયે ૧ રૂપિયો સોળઆના. એવા પૂરણજ્ઞાનનેપૂરણઆનંદ સ્વરૂપ પ્રભુને જયારે એક વર્તમાનમાં કેવળજ્ઞાન થાય છે. ત્રણકાળ-ત્રણલોકને જાણનારું જ્ઞાન, ‘એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી’ આહા...! હા! ભાષા જુઓને કેટલું સ્પષ્ટ કર્યું છે!

આવા બધા સિદ્ધાંતો... ભારે! આ તો કોલેજ છે. અધ્યાત્મનું પહેલું જાણવું હોય, તો આ સમજાય કે જેમ એ પીપરમાં ચોસઠપ્હોરી તીખાશ ભરી છે તો એ ઘૂંટવાથી છે તે બહાર આવે છે, એમ આત્મામાં સર્વજ્ઞસ્વભાવ, જ્ઞસ્વભાવ પૂરણ પડયો છે એને દયા-દાનના વિકલ્પને શરીર, વાણીથી ભિન્ન-જુદો કરતાં, જુદો પાડતાં, ભેદ-જ્ઞાન કરતાં એમાં પૂરણ જે ભર્યું છે તે તરફની એકાગ્રતાથી, પરથી જુદો પાડી, સ્વમાં એકાગ્ર થતાં એ લીંડીપીપરમાં જેમ વર્તમાનમાં કાળપ અને અલ્પ તીખાશ છે એને ઘૂંટવાથી અલ્પ તીખાશને જૂદી પડતાં અને અંદર તીખાશ પૂરી ભરી છે તે પ્રગટ થતાં, ભરી છે ઈ પ્રગટ થતાં એમ આત્મામાં રાગ ને દયા-દાનને-વિકલ્પ જે પુણ્ય-પાપના કે શરીરના, એનાથી જુદો પાડતાં, એમાં પૂરણસ્વરૂપ ભર્યું છે એમાં એકાગ્ર થતાં, તે કેવળજ્ઞાન એટલે પરમાત્મ દશા-મોક્ષદશા તેને ઉત્પન્ન થાય છે.

આહા... હા! મોક્ષની દશાનો ઉત્પન્ન થવાનો ઉપાય કે રાગઆદિ વિકલ્પ છે તે દુઃખરૂપ છે એનાથી મુક્ત થવું અને સ્વભાવની પૂરણતામાં એકાગ્ર થવું એ દુઃખથી મુક્ત થવું તે નાસ્તિ અને તેના સ્થાનમાં અતિન્દ્રીયજ્ઞાન પ્રગટ થવું તે અસ્તિ!

શબ્દો પણ એકે એક ઝીણાં છે! ખબર છે દુનિયાની બધાંની ખબર છે! આ માલ જુદી જાતનો છે ભાઈ!

આહા... હા! ‘કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી, ભાષા છે ને...! ‘સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવું કેવળજ્ઞાન.’ પૂરણજ્ઞાન જયારે પ્રગટ થાય છે. આત્મામાં ત્યારે ઈ સર્વ પદાર્થના સ્વભાવને પ્રકાશવા સમર્થ છે. પહેલો તો ઈ સિદ્ધાંત સિદ્ધ કર્યો! બીજો... એ કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટ થવાથી’ આહા... હા! વ્યવહાર કરતાં કરતાં કેવળજ્ઞાન થશે એમ ન આવ્યું એમાં ભઈ... એ દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજા એવા વ્યવહાર સદ્આચરણ કરો એ કરતા સર્વજ્ઞપણું-મોક્ષ થશે એમ નથી.