Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 31 of 225
PDF/HTML Page 44 of 238

 

શ્રી પ્રવચન રત્નો-૧ ૩૧

આહા... હા! એનાથી ભિન્ન પાડતાં અને સ્વભાવ જે પરિપૂર્ણ છે તેમાં એકાગ્ર થતાં, આમાંથી ખસતાં અને આમાં વસતાં આહાહા! ‘પરથી ખસ, સ્વભાવમાં વસ એ ટૂંકું ટચ, એ તારે માટે બસ!’ આકરાં સિદ્ધાંતો છે બાપુ! એ આંહી કહે છે પરથી ખસ. ભેદ કર! રાગ ચાહેતો દયા-દાનનો હો પણ એનાથી ભેદ-ભિન્ન કર અને સ્વરૂપ જે છે તેમાં વસ! એકાગ્ર થા... તો તે ભેદજ્ઞાન દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કે જે કેવળજ્ઞાન સર્વ પદાર્થને જાણનારું છે એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.

આહા... હા! જેમ ચોસઠપ્હોરી તીખાશમાંથી, ચોસઠપ્હોરી તીખાશ બહાર આવે છે એમ અંદર સર્વજ્ઞસ્વભાવમાં એકાગ્ર થતાં, રાગથી ભિન્ન પડતાં, સર્વજ્ઞ સ્વભાવ શક્તિરૂપે છે એ અવસ્થામાં પર્યાયમાં પ્રગટરૂપે થાય છે. સમજાણું કાંઈ?

આવી વાત છે ભાઈ! લોકો તો ક્યાંય બહારમાં મથ્યા (કરે છે) ભગવાનની ભક્તિ કરીને ઈશ્વરની ભક્તિ કરી ને થઈ જાય? હવે ઈશ્વરની ભક્તિ કરે ઈ તો રાગ છે. અને તારો માલ ત્યાં ક્ય ાં છે કે ત્યાંથી આવે? તારો તો આંહી પડયો છે અંદર! જે કંઈ પ્રગટ કરવાની તારી ધર્મદશા-શાંતદશા પ્રગટ કરવાની તને ભાવના હોય, તો ઈ ત્યાં છે ઈ શાંતદશા! તારી શાંતદશા ક્યાં ભગવાન પાસે છે? તારી શાંતદશા પ્રગટ કરવાનું ભરેલું સ્થાન તારું તત્ત્વ અંદર છે. એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. ‘છે’ એમાંથી આવશે. ભગવાન પાસે છે ઈ એની છે. સમજાણું કાંઈ...?

આહા... હા! ઈ બે લીટીમાં તો ઘણું છે!! આવો જે જીવ વર્ણવ્યો, જવ કહેતાં આત્મા છે. ‘સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ’ આહા... હા... હા! પ્રભુઆત્માને જયારે કેવળજ્ઞાન થાય છે-એકલું જ્ઞાન પ્રગટ હોય છે. વિકાર નહીં, અલ્પજ્ઞતા નહીં. પૂરું (પૂર્ણ) જ્ઞાન થાય છે આત્માને જયારે, એ કેવળજ્ઞાન છે. એ કેવળજ્ઞાન, સર્વ પદાર્થના સ્વભાવને જાણવા સમર્થ છે. એ કેવળજ્ઞાન, અને પરદ્રવ્યથી ભિન્ન આત્માને કરતાં, જેમાં ઈ જ્ઞાન પણું પૂરું ભર્યું છે તેમાં એકાગ્ર થતાં, પરથી એકાગ્રતા છૂટતાં, સ્વમાં એકાગ્રતા કરતાં, એ ભેદજ્ઞાનની જ્યોતિથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.

આહા... હા! ભેદજ્ઞાન કહો કે મોક્ષમાર્ગ કહો, કેવળજ્ઞાન કહો કે મોક્ષ કહો. આહા...! કેટલું યાદ રહે આમાં? બધું અજાણ્યા જેવું લાગે બધું! બાપુ! મારગ કોઈ જુદો છે ભાઈ! ધરમ, એ ધરમ પ્રગટ થવો, ધરમ એટલે આત્માની શાંતિ! વીતરાગતા! નિર્દોષતા! સ્વચ્છતા! એ પ્રગટ થવું એ ક્યાંથી પ્રગટ થાય? કહે છે કે પરથી હઠી, પરથી જુદું પાડી અને જેમાં એ શક્તિઓ પડી છે તેમાં એકાગ્રતા થતાં, એ સ્વચ્છતાથી ભરેલો ભગવાન છે, એ અતીન્દ્રિયજ્ઞાનથી પૂરો ભર્યો છે પ્રભુ! અતીન્દ્રિય આનંદના સ્વભાવથી પરિપૂર્ણ ભરેલો ભગવાન છે.

જે વસ્તુ હોય તેનો સ્વભાવ અપૂર્ણ ન હોય. પૂરણ સ્વભાવથી ભરેલો ભગવાન! (આત્મદ્રવ્ય) એમાં એકાગ્ર થવાથી, અને પરથી ભિન્ન પડવાથી/પરથી નાસ્તિ ને સ્વથી અસ્તિ એમાં એકાગ્રતા, એવું જે ભેદજ્ઞાન એ મોક્ષ નામ પૂરણજ્ઞાન ઉત્પન્ન કરવાનું કારણ છે.

આહા... હા! આમાં હવે નવરાશ કેદિ’ મળે! આખો દિ’ ધંધા... પાણી! બાયડી-છોકરાં સાચવવાં, ધંધા કરવા, એમાં ધરમ તો નહીં પણ પુણ્યનાં ય ઠેકાણાં નહીં. કે બે-ચાર કલાક સત્ય આવી