Pravach Ratno Part 1 (Gujarati). Pravachan: 12 Date: 19-06-1978.

< Previous Page   Next Page >


Page 38 of 225
PDF/HTML Page 51 of 238

 

૩૮ શ્રી પ્રવચન રત્નો-૧

(સમયસાર ગાથા–૨) પ્રવચન ક્રમાંક–૧૨ દિનાંકઃ ૧૯–૬–૭૮

‘જ્યારે આ જીવ સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી’ આત્મામાં રાગ ઊઠયો, વિકલ્પ ઊઠયો/ ‘ભેદજ્ઞાનજ્યોતિ’ એમ શબ્દ વાપર્યો છે. એ રાગને શરીરને કર્મથી જુદો પણ અસ્તિત્વ એનું ચૈતન્યજ્યોત-ભેદજ્ઞાનજ્યોતિ, એવા ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થાય છે પ્રગટ થાય છે, ભેદજ્ઞાનજ્યોતિથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આહા... હા! આત્માની પૂરણ મોક્ષદશા એટલે પૂરણ દુઃખથી રહિત દશા અને પૂરણ અતીન્દ્રિયઆનંદને જ્ઞાનની દશા, એ ભેદજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. વ્યવહારના રાગના સંબંધથી સ્વતઃસિદ્ધ કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી.

આહા... હા! ધીરાની વાતું છે ભઈ આ તો એ ‘ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી’ , જુઓ આ ભેદજ્ઞાનજ્યોતિ શુદ્ધાત્મ (દશા), ‘સર્વ પરદ્રવ્યોથી છૂટી’ - રાગાદિ બધાં પરદ્રવ્યો એનાથી છૂટી ‘દર્શનજ્ઞાનસ્વભાવમાં’ -દર્શન જ્ઞાન... એનો સ્વભાવ, એવું જેનું નિત્ય અસ્તિત્વ, દર્શનને જ્ઞાન એવું જેનું અસ્તિત્વ હોવાથી ભગવાન આત્મા દ્રષ્ટાને જ્ઞાતા, એવી જેની હયાતિ છે, મૌજુદગી દર્શન ને જ્ઞાનની છે. આવું આત્મતત્ત્વ એની સાથે ‘એકત્વગતપણે વર્તે’ -એકત્વપરિણમનપણે અંદર વર્તે આહાહા! રાગથી ને વિકલ્પથી ભેદજ્ઞાનજ્યોતિ વડે જુદું પાડી, અને કેવળજ્ઞાન ઉત્પન્ન કરનારી તો એ ચીજ છે. એક જ આહા...! વ્યવહાર રત્નયત્ર કેવળજ્ઞાન ઉત્પન્ન કરવાનું કારણ નથી. ક્યાં’ ય કહ્યું હોય તો ઉપચારથી કથન (છે). નિશ્ચય સાથે વ્યવહારનો સહચર દેખીને સાથે દેખીને, એનો એનામાં ઉપચાર કર્યો હોય છે. વસ્તુસ્થિતિ ‘આ’ છે.

આહા... હા! ‘ત્યારે એ દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત હોવાથી’ આત્મતત્ત્વ જે દર્શન ને જ્ઞાનના અસ્તિત્વવાળું તત્ત્વ છે, જ્ઞાતા ને દ્રષ્ટા એ સ્વભાવવાળું જે અસ્તિત્વ-મૌજુદગીચીજ તત્ત્વ છે. એમાં જે... છે ને! ‘એકત્વગતપણે વર્તે’...‘ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી’ સ્વરૂપ ચૈતન્ય જ્ઞાનને આનંદ એની હયાતિવાળું તત્ત્વ-મૌજુદગી ચીજ એમાં એકપણે જ્યારે વર્તે ત્યારે તે દર્શનજ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી-ત્યારે તે સમ્યગ્દર્શનજ્ઞાન ને ચારિત્રમાં સ્થિત છે. સમજાય છે કાંઈ...? આ વાતું આવી ઝીણી છે!

આહા...! ‘ત્યારે એ દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત હોવાથી’ આત્મતત્ત્વ જે દર્શન ને જ્ઞાનના અસ્તિત્વવાળું તત્ત્વ છે, જ્ઞાતા ને દ્રષ્ટા એ સ્વભાવવાળું જે અસ્તિત્વ-મૌજુદગીચીજ તત્ત્વ છે. એમાં જે... છે ને? ‘એકત્વગતપણે વર્તે’... ‘ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી’ સ્વરૂપ ચૈતન્ય જ્ઞાનને આનંદ એની હયાતિવાળું તત્ત્વ-મૌજુદગી ચીજ એમાં એકપણે જ્યારે વર્તે ત્યારે તે દર્શનજ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી-ત્યારે તે સમ્યગ્દર્શનજ્ઞાન ને ચારિત્રમાં સ્થિત છે. સમજાય છે કાંઈ...?

આ વાતું ઝીણી છે! આહા...! જેને કેવળજ્ઞાન એટલે મુક્તિ, મોક્ષ જેને ઉત્પન્ન કરવો છે એને ભેદજ્ઞાનજ્યોતિથી તે ઉત્પન્ન થાય છે. એ રાગના.., શ્રદ્ધાજ્ઞાનચારિત્રના વ્યવહાર ભાવ, એનાથી ભેદ પાડે, ત્યારે તે ભેદજ્ઞાનજ્યોતિ વડે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય, તેથી તે આત્મામાં દર્શન, જ્ઞાનને ચારિત્રમાં સ્થિત થાય છે.

આહા... હા! ઝીણી વાતો બહુ! ધરમ બહુ સૂક્ષ્મ ભાઈ! આહા... હા! ‘દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી’ જુઓ...! પાઠમાં ‘चरित्तदंसणणाण’ હતું. પણ... તે પદ્યમાં રચના કરવા માટે. એ મૂળ હતું એ પદ્યમાં એમ આવ્યું અને ટીકાકારે દર્શન-જ્ઞાન-ચારિત્ર લીધું. અમૃતચંદ્ર આચાર્યે પણ એમ