Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 37 of 225
PDF/HTML Page 50 of 238

 

શ્રી પ્રવચન રત્નો-૧ ૩૭

આહા... હા! ‘સર્વ પરદ્રવ્યોથી છૂટી’ દર્શનજ્ઞાનસ્વભાવ પોતાનો... એમાં જ્ઞાનદર્શન ચારિત્ર છે ને...! ‘નિયત વૃત્તિરૂપ એવું અસ્તિત્વરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે ત્યારે તે દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત હોવાથી’ આહા... હા... હા! અંર્ત સ્વરૂપમાં શ્રદ્ધામાં વર્તે! જ્ઞાનમાં વર્તે ને સ્થિરતામાં વર્તે ત્યારે તે આત્મા જ્ઞાનદર્શન-ચારિત્રમાં આવ્યો, એથી તેને સ્વસમય નામ આત્મા કહેવામાં આવે છે. સ્વસમય એને કહીએ! એને આત્મા કહીએ.

આહા... હા! ‘છે’ તો ‘છે’ પણ પરિણતિમાં શ્રદ્ધાજ્ઞાનચારિત્રમાં આવે ત્યારે એને ‘છે’ આત્મા એને સ્વસમય કહીએ એમ કહે છે.

શું કહ્યું ઈ...? છે તો છે આહા...! વસ્તુ તો છે અનંત આત્માઓ પડયા છે ને! પણ એનું- એની તરફની પ્રતીતિ, જ્ઞાન ને રમણતા, પૂર્ણાનંદનાનાથમાં શ્રદ્ધાજ્ઞાનને ચારિત્રની પરિણતિ કરતાં તેને આત્મા સાચો કહેવામાં આવે છે. અને તે સ્વસમય નામ આત્મા આત્મારૂપે થયો એમ એને કહેવામાં આવે છે. અને તેને ધર્મી કહેવામાં આવે છે.

વિશેષ કહેવાશે... (પ્રમાણવચનગુરુદેવ!)

* * *

-જોનાર જે આત્મા છે તે પોતાના સામાન્ય
અને વિશેષને જુએ છે પણ પરને નહીં, અહા! ખૂબ
ગંભીર વાત છે. પોતાની વિશેષ પર્યાયમાં જે પર
જણાય છે તે ખરેખર પોતાની પર્યાય જણાય છે;
એટલે સામાન્ય અને વિશેષને જોનારા એમ બે ચક્ષુ
કહ્યાં છે પણ પરની વાત લીધી નથી.
(અધ્યાત્મ પ્રવચન રત્નત્રય-પાનું-૧૩૮)
-સામાન્યનું યથાર્થ જ્ઞાન થાય તો વિશેષનું
જ્ઞાન યથાર્થ થાય. અહીં પરને જાણવાની વાત નથી
લીધી કેમકે આત્મા જે પરને જાણે છે એ ખરેખર
તો પોતાની પર્યાયમાં પર્યાયને જાણે છે. લ્યો, આવી
સૂક્ષ્મ વાત! પરને જાણે છે, એમ કહેવું એ તો
અસદ્ભૂત વ્યવહાર છે. ખરેખર તો ત્રિકાળ સામાન્ય
આત્માનું જે વિશેષ છે તે વિશેષમાં વિશેષનેજ
જાણવાનું છે, પરને નહિ.
(અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પાનું-૧૩૮)