Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 47 of 225
PDF/HTML Page 60 of 238

 

શ્રી પ્રવચન રત્નો-૧ ૪૭ પરની કાંઈ વ્યવસ્થા કરે એ જીવ છે જ નહીં..

આંહી કહે છે કે પરદ્રવ્ય છે એને પ્રકાશે! એને કરી શકે નહીં એનું! આહાહા... હા! આત્મા સિવાય અનંતપદાર્થ છે એનું કાંઈ કરી શકે નહીં પણ એને સ્વમાં રહીને પોતાની સત્તાથી અનેકને જાણતાં છતાં જ્ઞાન એકરૂપ રહે અનેક- ખંડ-ખંડ ન થાય! એવો એનો સ્વભાવ છે.

આહા... હા! આવી વાત છે! આહા...! ‘અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી’ ક્ષેત્ર ભલે એક છે. આ શરીર શરીરમાં ને આત્મા આત્મામાં જુદો! આ (શરીર) તો માટી-જડ-ધૂળ છે. આહાહા...!

અરે...! એને ક્યાં ખબર છે? હું કોણ છું! એમાં ઓઘે-ઓઘે, આંધળે આંધળા... જન્મ્યા ને પછી બાળકે ને યુવાનને ને વૃદ્ધ પછી મરી જાય ને બીજો ભવ, થઈ રહ્યું! પછી ત્યાં જનમની કતાર હાલી... એકપછી એક, એક પછી એક જન્મ-મરણ, જનમમરણ કતાર લાગી ગઈ છે અનાદિથી...!

આહા... હા! વસ્તુની ખબર નથી! એક ક્ષેત્રે રહ્યાં છતાં પોતામાં સ્થિત છે. આહા...! ‘આવો જીવ નામનો પદાર્થ સમય છે જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તો સ્વસમય છે’ પહેલાનું (ટીકાનું) ટૂંકું કરી નાખ્યું છે. ‘અને પરસ્વભાવ-રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે’ કર્મના પ્રદેશ કીધાં’ તા એનો અર્થ જ રાગદ્વેષમોહ કર્યો! ટીકામાં એ જ લીધું છે. આહા...! ‘પરસ્વભાવ- રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે પરસમય છે.

એ પ્રમાણે જીવને દ્વિવિધપણું આવે છે. એકવસ્તુને બે-પણું આવું આવે છે. તે બેપણું શોભાયમાન છે નહીં.

વિશેષ કહેશે... (પ્રમાણવચન ગુરુદેવ)

* * *

-પરદ્રવ્ય જ્ઞેય છે ને આત્મા એનો જ્ઞાયક છે એમ માને એ ભ્રાંતિ છે એમ કહે

છે. ભાઈ! જે પરજ્ઞેય છે તે તો વ્યવહારે જ્ઞેય છે, વાસ્તવમાં નિશ્ચયથી તો પોતાની જ્ઞાનની દશામાં જે છ દ્રવ્યનું જ્ઞાન થાય છે તે જ પોતાનું જ્ઞેય છે, તે જ પોતાનું જ્ઞાન છે અને પોતે આત્મા જ જ્ઞાતા છે. (અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પાનું-૧૬૬)

-છ દ્રવ્યો જે જ્ઞાનમાં પ્રતિભાસે છે તે જ્ઞાનની પર્યાય તે - તે જ્ઞેયના કારણે

થઈ નથી પણ સ્વપરને પ્રકશતી થકી પોતાથી-પોતાના સામર્થ્યથી પ્રગટ થઈ છે. માટે પોતાની જ્ઞાનની પર્યાય જ પોતાનું જ્ઞેય છે. લ્યો; આવી ખૂબ ગંભીર વાત! (અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પાનું-૧૬૮)