શ્રી પ્રવચનો રત્નો-૧ પ૩
૬. ગાથાર્થઃ– ‘જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી’ - એ રીતે એને શુદ્ધ કહે છે’ ... આહા! કહેશે ટીકામાં. (આચાર્યદેવ) એ વસ્તુ પોતે જે શુદ્ધ છે, પરથી વિભક્ત (અર્થાત્) શુભ-અશુભરૂપે થઈ જ નથી. જ્ઞાયક ભાવ જે છે, એ વસ્તુસ્વરૂપ છે, એ શુભાશુભ ભાવપણે થઈ નથી. કેમ? કે શુભાશુભ ભાવ જડ છે, એમાં ચેતનનો અભાવ છે. ઓ... હો.. હો..! એ જ્ઞાયક સ્વરૂપ! શુભાશુભ ભાવપણે થાય તો જડ થઈ જાય. જુઓ..! એકત્વ-વિભક્ત સિદ્ધ કરે છે. એ શુભાશુભ (ભાવ) થી ભિન્ન છે, એટલે શુભાશુભપણે પર્યાય થઈ જ નથી. પર્યાયમાં જ્ઞાયક છે ને... એ શુભાશુભભાવપણે થયો જ નથી. જો શુભાશુભભાવપણે થાય, તો પ્રમત્ત-અપ્રમત્ત દશાઓ ઉત્પન્ન થાય. સમજાણું કાંઈ..? આહા... હા! બહુ ઝીણું બાપુ! એ જ્ઞાયક ભાવ છે. બહેનની ભાષામાં આવ્યું છે ને... “જાગતો જીવ ઊભો છે ને તે કયાં જાય?” તે આ. જાગતો એટલે જ્ઞાયક, જ્ઞાયક એટલે કે ધ્રુવ, એ શુભાશુભ ભાવપણે થયો નથી. કેમ કે જ્ઞાનસ્વરૂપી પ્રભુ! (ચેતન) છે, એ શુભ-અશુભ (ભાવ) અચેતન છે, એમાં જ્ઞાનનો (ચૈતન્ય) નો અંશ નથી- એ રીતે એ કેમ થાય? આહા... હા..! શુભાશુભ ભાવરૂપે જ્ઞાયક થયો જ નથી., એટલે એનાથી પૃથક જ રહ્યો છે.
આહા... હા! ‘એ રીતે એને શુદ્ધ કહે છે’ (કહે છે કે) શુભાશુભ ભાવરૂપે જ્ઞાયક ભાવ થયો નથી તેથી તે અપ્રમત્ત-પ્રમત્ત પણ નથી. (ગાથા) માં પહેલાં અપ્રમત્ત લીધું છે ને...! આહા..! અપ્રમત્ત પણ નથી. સાતમા (ગુણ સ્થાનથી) ચૌદ સુધી અપ્રમત્ત, એકથી છ (ગુણસ્થાન) પ્રમત્ત. પહેલાં અપ્રમત્તથી ઉપાડયું (આચાર્યે) કેમ કે જ્ઞાયક ભાવ એકરૂપ વસ્તુ છે. એ શુભ-અશુભ ભાવરૂપે થઈ નથી. તેથી તે અપ્રમત્ત-પ્રમત્ત એવાં ગુણસ્થાન ભેદો, જ્ઞાયક ભાવમાં નથી. એટલે? ચૈતન્યનો એકરૂપરસ જાણક્ સ્વભાવનો એકરૂપરસ, એ બીજારૂપે (અર્થાત્) શુભાશુભ ભાવરૂપે થયેલ નથી. આહા.. હા! એ તો જ્ઞાયકરૂપ-એકરૂપરસે રહ્યો છે.
(શ્રોતાઃ) આમાં કાંઈ સમજાતું નથી. (ઉત્તરઃ) કાંઈ સમજાતું નથી? એ તો ચૈતન્યસ્વભાવના રસે જ રહ્યો છે. એમાં અચેતનનો અંશ અડયો નથી. અચેતનના શુભાશુભ રસભાવે, ચૈતન્યરસ- જ્ઞાયકરસ- જ્ઞાયક અસ્તિત્વ- જેની હયાતિ જ્ઞાયક સ્વભાવરૂપ છે. તે... શુભાશુભ ભાવપણે થયો નથી, એનાથી પૃથક છે, (તે) જ્ઞાયકભાવે જ રહ્યો છે. માટે પ્રમત્ત-અપ્રમત્ત એવા ભેદ તેને લાગુ પડતા નથી. આહા.. હા..! સમજાણું કાંઈ...?
(શ્રોતાઃ) અપ્રમત્ત એ પણ અશુદ્ધ પરિણામ છે? (ઉત્તરઃ) હા, ભેદ છે ને...! એ ગુણસ્થાનો નથી આત્મામાં. ચૌદેય ગુણસ્થાનો નથી, ભેદ છે ને...! ભેદમાં ઉદયભાવ છે ને..! એ ભેદો છે. (આત્મા) શુભાશુભ ભાવપણે થયો નથી, તેથી તે અપ્રમત્ત-પ્રમત્ત નથી, તેથી તે ગુણસ્થાનના ભેદરૂપ થયો જ નથી.
(શ્રોતાઃ) શુભાશુભ ભાવ છે ને...! (ઉત્તરઃ) એને તો અચેતન કહેલ છે. છેલ્લે ગાથા-૬૮
(ગાથાર્થઃ- જે આ ગુણસ્થાનો છે તે મોહકર્મના ઉદયથી થાય છે એમ (સર્વજ્ઞનાં આગમમાં) વર્ણવવામાં