Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 52 of 225
PDF/HTML Page 65 of 238

 

પ૨ શ્રી પ્રવચન રત્નો-૧ જ છે, કાંઈ જડપણું થયું નથી. અહીં દ્રવ્યદ્રષ્ટિને પ્રધાન કરી કહ્યું છે. જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. એ અશુદ્ધતા દ્રવ્યદ્રષ્ટિમાં ગૌણ છે, વ્યવહાર છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, ઉપચાર છે. દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. માટે આત્મા જ્ઞાયક જ છે; તેમાં ભેદ નથી તેથી તે પ્રમત્ત-અપ્રમત્ત નથી. ‘જ્ઞાયક’ એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તોપણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી કારણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે. ‘આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી’ - એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. અવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે. - આ શુદ્ધનયનો વિષય છે. અન્ય પરસંયોગજનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે. અશુદ્ધદ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાયાર્થિક જ છે તેથી વ્યવહારનય જ છે એમ આશય જાણવો.

અહીં એમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે તેથી અશુદ્ધનયને સર્વથા અસત્યાર્થ ન માનવો; કારણ કે સ્વાદ્વાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા-બન્ને વસ્તુના ધર્મ છે અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે; અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે, એ જ ફેર છે. અશુદ્ધનય ને અહીં હેય કહ્યો છે કારણ કે અશુદ્ધનયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા કલેશ ભોગવે છે; જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે કલેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ધનયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે; માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધનયનું પણ આલંબન નથી રહેતું. જે વસ્તુસ્વરૂપ છે તે છે- એ પ્રમાણદ્રષ્ટિ છે. એનું ફળ વીતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે.

અહીં, (જ્ઞાયકભાવ) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે ત્યાં ‘પ્રમત્ત-અપ્રમત્ત’ એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત્ત કહેવાય છે અને સાતમાથી માંડીને અપ્રમત્ત કહેવાય છે. પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધનયની કથનીમાં છે; શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે.

* * *
-ભગવાન! તું છો કે નહીં? આ બધું છે અને એ બધું જણાય છે તે
પણ તારી પર્યાયમાં જણાય છે. જે પર્યાયમાં બધું જણાય છે તે પર્યાય જેટલો
તું છો? આ બધું જણાય છે જેની સત્તામાં-જેની હયાતીમાં એટલું પર્યાયનું
જાણપણું એટલામાં એ જણાતું નથી. ખરેખર તો એ પર્યાય જણપાય છે.
જેની વર્તમાન દશામાં આ બધું છે એમ જાણે છે કોણ? જાણનારની દશા
જાણે છે. જાણનારની દશા ખરેખર તો પોતાને જાણે છે. પણ તેનું લક્ષ પર
ઉપર છે એથી જાણે હું આને જાણું છું.
(પૂ. ગુરુદેવશ્રીનું નિયમસાર ગાથા ૮૮/૮૯ ઉપરનું પ્રવચન દિનાંક -
૨૩-૧૧-૭૯ માંથી)