શ્રી પ્રવચન રત્નો-૧ પ૧
હવે પ્રશ્ન ઊપજે છે કે, એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ
कोडसौ शुद्ध आत्मेति चेत्।
एवं भणंति सुद्धं णादो जो सो दु सो चेव।। ६।।
એ રીતે ‘શુદ્ધ’ કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. ૬
ગાથાર્થઃ– [यः तु] જે [ज्ञायकः भावः] જ્ઞાયક ભાવ છે તે [अप्रमत्तः अपि] અપ્રમત્ત પણ [न भवति] નથી અને [न प्रमतः] પ્રમત્ત પણ નથી, [एवं] એ રીતે [शुद्ध] એને શુદ્ધ [भर्णान्त] કહે છે; [च यः] વળી જે [ज्ञातः] જ્ઞાયકપણે જણાયો [सः तु] તે તો [सः एव] તે જ છે, બીજો કોઈ નથી.
ટીકાઃ– જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી (કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી) અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે, નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક ‘ભાવ’ છે, તે સંસારની અવસ્થામાં અનાદિ બંધપર્યાયની નિરૂપણાથી (અપેક્ષાથી) ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં, દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાયચક્રના ઉદયની (-કષાયસમૂહના અપાર ઉદયોની) વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી (જ્ઞાયક ભાવથી જડ ભાવરૂપ થતો નથી) તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી; તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો ‘શુદ્ધ’ કહેવાય છે.
વળી દાહ્યના (-બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, તેવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ‘ભાવ’ ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી; કારણકે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ-પ્રકાશનની (સ્વરૂપને જાણવાની) અવસ્થામાં પણ, દીવાની જેમ, કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે- પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. (જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાને- પોતાની જ્યોતિરૂપ શિખાને-પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી; તેમ જ્ઞાયકનું સમજવું.)
ભાવાર્થઃ– અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્ય-દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે અને પર્યાય (અવસ્થા)-દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુદ્ગલકર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે તે પર્યાય છે. પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે અને દ્રવ્યદ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું