Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 50 of 225
PDF/HTML Page 63 of 238

 

પ૦ શ્રી પ્રવચન રત્નો-૧ શ્રોતાઓને માટે આ ઉત્તર છે. અહા.. હા.. હા..! અમૃતચંદ્રાચાર્ય શૈલી કરે છે. કે જેને અંતરથી ઊઠયું છે કે આ શુદ્ધ છે વસ્તુ અંદર! પૂર્ણાનંદનો નાથપ્રભુ (જ્ઞાયકધ્રુવ), એ વિકલ્પના વિકારથી તદ્ન જુદો અને પોતાના પરિપૂર્ણ સ્વભાવથી એકત્વ-અભેદ એવો તે શુદ્ધ આત્મા છે.

એવો શુદ્ધ આત્મા છે કોણ? કે જેનું ‘સ્વરૂપ’ જાણવું જોઈએ. આવો પ્રશ્ન અંતરમાંથી જેને ઊઠયો છે, એવા શ્રોતાઓને આ ઉત્તર દેવામાં આવે છે. શું શૈલી!

* * *

-રાગના કાળે જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય
પોતાથી પ્રગટ થાય છે. દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવે તે
સ્વપ્રકાશક અને પર-રાગ સંબંધી પોતાનું જ્ઞાન
પોતાની પર્યાયમાં થાય તે પરપ્રકાશક. ત્યાં રાગથી
જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય થઈ છે એમ નથી.
સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય તો પોતાથી થઈ છે, તેમાં
રાગ નિમિત્ત છે. જ્ઞાનની જે પરિણત્તિ પ્રગટ થઈ તેનો
કર્તા પોતાનો આત્મા છે. તેમાં રાગ નિમિત્ત છે,
નિમિત્તકર્તા નહીં.
(પ્રવ. રત્ના. ભાગ-પ, પાનું-૧૨)
-ધર્મી રાગનો જ્ઞાતા છે એમ કહેવું એ પણ
વ્યવહાર છે કેમકે રાગમાં જ્ઞાની તન્મય નથી. જ્ઞાની તો
રાગસંબંધી જે જ્ઞાન થયું તે જ્ઞાનમાં તન્મય છે અને તે
જ્ઞાનનો જાણનાર છે. (તન્મય થયા વિના જાણવાનું
બની શકે નહિ)
(પ્રવ. રત્ના. ભાગ-પ, પાનું-૩૮૨)