શ્રી પ્રવચન રત્નો-૧ ૪૯
(આચાર્યદેવ) એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડે છે અને સાંભળનારા હે શ્રોતાઓ! (તમે) પોતાના સ્વસંવેદન પ્રત્યક્ષથી પ્રમાણ કરો!! (જુઓ!) એમાં કાંઈ એકલા મુનિને નથી કહ્યું (પરંતુ) જે શ્રોતાઓ છે તે સર્વને કહ્યું છે.
આહા... હા! બાપુ! કરવા જેવું તો ‘આ’ છે. જે કંઈ કર્તવ્ય છે મોક્ષના માર્ગનું, એ તો રાગથી ભિન્ન ને સ્વભાવથી અભિન્ન તે કર્તવ્ય છે.
(કહે છે કેઃ) સાંભળનારા હે શ્રોતાઓ! પોતાના સ્વસંવેદન પ્રત્યક્ષથી પ્રમાણ કરો-પોતાની જાતના અનુભવમાં પ્રમાણ-પ્રત્યક્ષ-અનુભવથી-પ્રત્યક્ષ એનું વેદનથી પ્રત્યક્ષ પ્રમાણ કરો એટલે કે અનુભવ કરો. આહા.. હા! પ્રથમ તો ‘આ’ કરવાનું છે. પછી આગળ શાંતિ વધે સ્વનાઆશ્રયથી ને વિકલ્પો આવે વ્રતના, પંચમગુણસ્થાને છઠ્ઠે ગુણસ્થાને (યથા) યોગ્ય, પણ એ બધા વિકલ્પો આસ્રવ છે.
આહા... હા! કરવાનું તો ‘આ’ છે. એ વખતે પણ વિભક્તપણું છે એ તારે કરવાનું છે. વ્રતો.. આવે-છઠ્ઠે ગુણસ્થાને પંચમહાવ્રતાદિ, પાંચમે બારવ્રત, પણ એ વખતે પણ એનાથી વિભક્ત કરવાનું છે, એનાં એકત્વથી-એનાથી (વિકલ્પ કરતાં-કરતાં) વિભક્ત થવાય નહીં. એ શુભરાગનાં એકત્વથી, એનાથી ભિન્ન પડાય-એમ નહીં, એનાથી ભિન્ન પાડ, તો ભિન્ન પડે સમજાણું કાંઈ...?
(કહે છે) ‘અહીં પોતાનો અનુભવ પ્રધાન છે’ - અનુભવની મુખ્યતા છે, આંહીતો! આહા..! તેનાથી શુદ્ધસ્વરૂપનો નિશ્ચય કરો- ‘એમ કહેવાનો આશય છે’
જયચંદપંડિતે ભાવાર્થમાં લખ્યું છે. પહેલાંના પંડિતો ય એવા હતાં!! દિગંબર પંડિતો- જયચંદપંડિત, ટોડરમલ્લ, બનારસીદાસ, ભાગચંદજી આદિ ઓહોહો! જયચંદ પંડિતે આ ભાવાર્થ કર્યો છે કે આચાર્યને આમ કહેવું છે અહા...! ચાલતી ભાષામાં (સૌને સમજાય.)
ત્યારે... હવે, શિષ્યને પ્રશ્ન ઊપજે છે. હવે પ્રશ્ન ઊપજે છે કે એવો શુદ્ધ આત્મા કોણ છે? છે પાઠમાં? (જુઓ!) મથાળું છે. “कोऽसौ शुद्ध आत्मेति चेत्” - એ એકત્વ છે ને પરથી વિભક્ત છે. એવો શુદ્ધ આત્મા છે કેવો!? કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ?
શિષ્યનો આ પ્રશ્ન અંતરથી આવ્યો છે, કે આવો તો, શુદ્ધ આત્મા-સ્વભાવથી અભેદ અને રાગથી ભેદ, એવો શુદ્ધ આત્મા કોણ છે?! કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ?
એમ છે ને? છે કે નહીં મથાળે? આવી જેને અંતર જિજ્ઞાસાથી પ્રશ્ન ઊઠયો છે, એવા શ્રોતાને ઉત્તર દેવામાં આવે છે. આમ (-અમથું) સાંભળવા સાધારણ આવ્યા છે, એવાઓ માટે નહીં, કહે છે. અહા..! જેને અંતરથી પ્રશ્ન ઊઠયો છે કે એ શુદ્ધ આત્મા તે કોણ છે?! આહા..! શું છે ઈ તે (તત્ત્વ!) કે જેનું ‘સ્વરૂપ’ જાણવું જોઈએ. (જુઓ શિષ્યને) બીજા દ્રવ્યનું (સ્વરૂપ) જાણવું- એ પ્રશ્ન એને ઊઠયો નથી (વિશ્વના) છ દ્રવ્યો અને છ દ્રવ્યના ગુણ... ને (પર્યાય) એ તો વાત સાધારણ એમાં ગૌણપણે આવી ગઈ.
આહા.. હા! આવો જે ભગવાન આત્મા! શુદ્ધ સ્વરૂપ!! સ્વભાવથી એકત્વ ને રાગથી વિભક્ત, એવો જે શુદ્ધ, એ તે આત્મા કોણ છે, કેવો છે?! કે જેનું ‘સ્વરૂપ’ જાણવું જોઈએ, એવો તે શુદ્ધ કોણ છે કે જેનું ‘સ્વરૂપ’ જાણવું જોઈએ. (જુઓ!) છે?
એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા છે. (ઓહો!) આવો જેને પ્રશ્ન અંતરમાંથી ઊઠયો છે, એવા