Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 55 of 225
PDF/HTML Page 68 of 238

 

શ્રી પ્રવચન રત્નો-૧ પપ વાત છે!

(શ્રોતાઃ) ઈ જાણે છે તે આત્માની પર્યાય છે! (ઉત્તરઃ) પર્યાય, પોતાની છે, ઈ જણાણો, જેમાં ઈ પર્યાય પોતાની છે એને જાણે. આ પરને જાણે છે, એમ નથી. આહા... હા..! ઝીણી વાત છે ભાઈ! અભ્યાસ નહીં ને... ‘આ’, અનંતકાળનો મૂળ ચીજનો.

આહા... હા! ‘તે જ છે’ એમ છે ને? ‘બીજો નથી’ એટલે? એ રાગનું જ્ઞાન નથી. પરનું-જણાણું છે- જાણનારો જણાણો છે, માટે એ જાણનારો પરને જાણે- એ માટે પરને જાણવાનું જ્ઞાન છે, એમ નથી.

આહા.. હા! શબ્દે, શબ્દે... ગૂઢતા છે. આ તો સમયસાર છે!! એમાં કુંદકુંદાચાર્ય! (માંગલિક) માં ત્રીજે નંબરે આવ્યું છે ને... मंगलम् भगवान वीरो, मंगलम् गौतमो गणी मंगलम् कुंदकुंदार्यो! આહા.. હા..! પહેલા ભગવાન, બીજા ગણધર, ત્રીજા કુંદકુંદાચાર્ય! जैन धर्मोऽस्तु मंगलम्। આહા.. હા..! આકરી વાતો બહુ!! પુરુષાર્થ ઘણો જોઈએ ભાઈ...!

‘વળી જે જ્ઞાયકપણે જણાયો’ એમ આવ્યું ને...! પર્યાય છે ઈ. (ટીકાઃ–) ‘જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી પોતે પોતાથી સત્તારૂપે વસ્તુ હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી અનાદિ સત્તારૂપ છે’ - એની સત્તા, પોતે પોતાથી જ હયાતિ હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નથી, તેથી ભગવાન આત્મા, અમે શુદ્ધ કહેવા માગીએ છીએ. (તે) અનાદિ સત્તારૂપ છે- અનાદિ હોવારૂપ છે. આહા... હા..! પર્યાય તો થાય ને જાય. વસ્તુ જે છે તે તો રાગથી પૃથક તે તો અનાદિ સત્તા છે. અનાદિથી ‘હોવાવાળી’ ચીજ!! (ત્રિકાળીજ્ઞાયક) કેમ કે કોઈથી ઉત્પન્ન થયો નથી. ઈશ્વરે એને ઉત્પન્ન કર્યો છે કે ઈશ્વર કોઈ કર્ત્તા છે આત્માનો, એમ નથી. આહા.. હા...! એ પોતે- પોતાથી જ.

‘કથંચિત્ પોતાથી ને કથંચિત્ પરથી’ તો અનેકાંત થાય ને? ‘પોતે પોતાથી છે, પરથી નથી’ - એનું નામ અનેકાંત છે. પોતાથી સત્તા પોતાથી છે ને પોતાની સત્તા પરથી નથી. (એ અનેકાંત) છે. આહા... હા..! એ અનાદિ સત્તારૂપ છે.

(કહે છે કેઃ) ‘કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે’ - કદી વિનાશ પામતો નથી. ‘છે’ ... અનાદિ સત્તા વસ્તુ છે! છે.. છે.. છે.. ભૂતકાળમાં છે વર્તમાન કાળે છે, ભવિષ્યમાં છે. છે ઈ છે બસ!! આહા.. હા..! ‘છે’ - અનાદિ સત્તા-હોવાવાળી ચીજ (આત્મવસ્તુ) કદી વિનાશ પામતી નથી- કોઈ કાળે નાશ પામતી નથી. ‘કદી’ શબ્દ છે ને..! આહા.. હા..! માટે તે અનંત છે. ભવિષ્યમાં કાયમ રહેનાર છે માટે અનંત છે. આહા..! વસ્તુનો અંત નથી કદી જેની શરૂઆત નથી, જેનો અંત નથી, એવી અનાદિ અનંત એ (આત્મ) વસ્તુ છે. આહા.. હા..! ભાષા તો સાદી છે.. પણ ભાવ તો જે છે તે આકરા છે!

(ઓ.. હો.. હો..!) ‘નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી’ - પાછું વર્તમાનકાળમાં રહેનારો હોવાથી. ‘ક્ષણિક નથી’ (કાયમ) ‘છે’ ને ક્ષણિક હોય કોઈ ચીજ, એમ કોઈ કહે તો એમ નથી. ‘નિત્ય ઉદ્યોતરૂપ’ - કાયમ ઉદયરૂપ (પ્રગટ) વર્તમાનમાં કાયમ, એવો ને એવો ધ્રુવ! અનાદિ-અનંત! સત્તાસ્વરૂપ વસ્તુ! નિત્ય ઉદ્યોતરૂપ છે. વર્તમાનમાં પણ ઉદ્યોતરૂપ-કાયમ છે. (ત્રિકાળીજ્ઞાયક) ભૂતકાળમાં ઉત્પન્ન થયેલ નથી, ભવિષ્યમાં કદી અંત છે નહીં, વર્તમાનમાં ઉદ્યોતરૂપ પ્રગટ છે.

આહા... હા...! એ જ વસ્તુ, રાગથી ભિન્ન-સ્વભાવથી અભિન્ન, એવી ચીજ વર્તમાનમાં