Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 56 of 225
PDF/HTML Page 69 of 238

 

પ૬ શ્રી પ્રવચન રત્નો-૧ પ્રગટરૂપ હોવાથી ક્ષણિક નથી, એ ક્ષણિકવસ્તુ નથી, એ તો ધ્રુવ છે!!

આહા... હા..! એક-એક શબ્દ ને એક-એક પદ બરાબર સમજે તો, બધા ન્યાય આવી જાય, ઘણાં... (ન્યાય સમજાય જાય!)

અહા...! ‘અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક’ - આહા..! કેવો છે? એ તો ચળકતો, સ્પષ્ટ, પ્રગટ, પ્રત્યક્ષ પ્રકાશમાન- પ્રત્યક્ષ પ્રકાશમાન (છે) આહા..! વર્તમાન પ્રત્યક્ષ જણાય એવી જ્યોતિ છે. સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ-ચૈતન્ય જ્યોતિ-ચેતન જ્યોતિ, ચેતન... ચેતન... ચેતન... ચેતન... ચેતન પ્રત્યક્ષ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. આહા.. હા..! ‘એવો જે જ્ઞાયક’ એક ભાવ છે. જોયું?! (શું કીધું?) જ્ઞાયક એવો જે એકભાવ છે! આહા.. હા...!

હવે, અવસ્થાની વાત કરે છે. ‘તે સંસારની અવસ્થામાં’ જુઓ, વસ્તુ તો આવી જ છે, અનાદિ સત્તારૂપ શુદ્ધરૂપે નિત્ય છે. જે અનાદિ અનંત, નિત્ય, સ્પષ્ટ, વર્તમાન ઉદ્યોતરૂપ, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. હવે, એની અવસ્થામાં અનાદિથી જે ભૂલ છે, પર્યાયની-એની વાત કરે છે. જે સંસારની દશામાં અનાદિ બંધપર્યાયની નિરૂપણાથી કથંચિત્ બંધની અવસ્થામાં અપેક્ષાથી જોઈએ તો, ‘ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં’ - જેમ દૂધને પાણી એકરૂપ દેખાય છતાં દૂધ દૂધરૂપે છે પાણી પાણીરૂપે છે. આહા... હા..! ‘એમ ક્ષીર-નીરની જેમ’ - ક્ષીર એટલે દૂધ ને નીર નામ પાણી. ક્ષીર આત્માને લાગુ પડે છે ને નીર કર્મપુદ્ગલોને લાગુ પડે છે જેમ પાણી પાણીરૂપે છે ને દૂધ દૂધરૂપે છે. (કહેવત છે ને...) પાણીના પાણી ને દૂધના દૂધ!

ઓલા દૂધમાં પાણી નાખીને આપે છે ને...! તો લોકો બોલે છે કે ‘દૂધના દૂધ ને પાણીના પાણી’ રહેશે. દૂધમાં પાણી નાખીને આપે છે તો પૈસા અનર્થના નહીં રહે. એમ પાણીને દૂધ ભિન્ન- ભિન્ન છે, એમ ભગવાન આત્મા ને કર્મપુદ્ગલો ભિન્ન ભિન્ન છે, સાથે એકરૂપ (દેખાતા) હોવા છતાં, એકરૂપ સાથે. પણ..., ‘દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો’ - ઓલી (પહેલાં કહ્યું ઈ) પર્યાયના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવતાં, વસ્તુ એવી દેખાય છે, પણ વસ્તુના સ્વભાવથી જોવામાં આવે તો, એ કાંઈ સમજાણું...?

(શું કીધું?) સંસારની અવસ્થામાં અનાદિબંધ- પર્યાયની અપેક્ષાએ જોવામાં આવે તો ક્ષીર- નીરની જેમ હોવા છતાં પર્યાયમાં-પર્યાયમાં-પર્યાયની સાથે કર્મપુદ્ગલો સાથે દેખાય છે. પણ...,

‘દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો, વસ્તુનો સ્વભાવ જે છે કાયમી, અસલી અનાદિ-અનંત, નિત્યઉદ્યોતરૂપ, સ્પષ્ટ પ્રકાશમાન-જ્યોતિ (સ્વરૂપ) એવો જે દ્રવ્યસ્વભાવ, એની અપેક્ષાથી જોવામાં આવે તો...

હવે કહે છે ‘તો દુરંત કષાયચક્રના ઉદયની (કષાયસમૂહના અપાર ઉદયની) વિચિત્રતાના વશે’ - કષાયચક્રનો અંત લાવવો, મહાપુરુષાર્થ જોઈએ, અનંતા-દૂર + અંત = દૂરંત છે, જેનો મહાપુરુષાર્થ છે. એના કષાયચક્રના (એટલે) પુણ્યને પાપ. (અર્થાત્) પુણ્યને પાપ. (અર્થાત્) કષાયસમૂહના અપાર ઉદયની એમ. કષાય ચક્ર છે ને...!

‘કષાયાચક્રના ઉદયની વિચિત્રતાના વશે પ્રવર્તતાં જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર’ - કર્મનાં