Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >

Tiny url for this page: http://samyakdarshan.org/GbqM6Vg
PDF/HTML Page 7 of 238


This shastra has been re-typed and there may be sporadic typing errors. If you have doubts, please consult the published printed book.

Hide bookmarks
પ્રાસ્તાવિકઃ
દ્વિતીય આવૃત્તિ પ્રસંગે


પ્રસ્તુત પુસ્તકની પ્રથમ આવૃત્તિ રાજકોટના
પંચકલ્યાણકના પાવન પ્રસંગે પ્રકાશિત થયેલ. તેમાં
દર્શાવેલ જ્ઞાનના સ્વ-પર પ્રકાશક સ્વભાવની પૂ.
ગુરુદેવશ્રી દ્વારા થયેલ ચોખવટ તથા જ્ઞાન તો સદાકાળ
જ્ઞાનનેજ જાણે છે તે તથ્ય તેમજ અનંત સામર્થ્ય
સંપન્ન ભગવાન આત્માના અમૂર્તિક આત્મ પ્રદેશોમાં
સ્વચ્છત્વના પરિણમનરૂપ સ્વ-પરના પ્રતિભાસને
કારણે સ્વ-પર સંબંધીનું જ્ઞાન થવામાં જ્ઞાનની પર્યાયને
પરની સાપેક્ષતા કે પર સન્મુખતાની આવશ્યક્તા રહેતી
નથી તે વાસ્તવિક્તાના ખુલાસાથી જ્ઞાનની જાણન
પ્રક્રિયાની ઘણી સ્પષ્ટ ચોખવટ થઈ. આધારરૂપે પૂ.
ગુરુદેવશ્રીના મંગલ પ્રવચનો વાંચી ઘણા જીવોએ
ભારતના અન્ય અન્ય સ્થળોએથી ખુશી વ્યક્ત કરી.
ગુરુભક્ત પંડિતજનોના હર્ષયુક્ત પત્રો આવવાથી આ
વિષયની સારી ચોખવટ થઈ એમ મને લાગ્યું. આવો
પ્રયાસ ફળદાયી નીવડયો.
પ્રથમ આવૃત્તિની બધી પ્રતો વહેંચાઈ જતાં
આ બીજી આવૃત્તિ પૂ. ગુરુદેવશ્રીના ૧૯મા સમાધિદિને
પ્રકાશિત કરતાં પૂજ્યશ્રીને શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું
અને એવી આશા રાખું છું કે પૂજ્ય ગુરુદેવશ્રીના જે
પ્રવચનો આ પુસ્તકમાં સંકલિત કરવામાં આવેલ છે તે
સર્વ નિજ હિતાકાંક્ષી આત્માર્થી જીવોને જ્ઞેય સંબંધીની
અનાદિની ભ્રમણામાંથી મુક્ત કરીને સ્વજ્ઞેયને સ્વીકારી
ધ્યેયપૂર્વક જ્ઞેયરૂપ પરિણમન થવામાં ઉપકારી બનશે.
દિનાંકઃ ર૮-૧૧-૧૯૯૮
પૂજ્ય ગુરુદેવશ્રીનો સમાધિદિન
વજુભાઈ અજમેરા
રાજકોટ