શ્રી પ્રવચન રત્નો-૧ પ૯ લક્ષ છૂટી જાય છે હારે!! આહા.. હા..! આવો મારગ..!!
(કહે છે કેઃ) ‘તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી’ - અન્ય- દ્રવ્યના ભાવથી, એ છે સંસાર, ‘મોક્ષમાર્ગ-પ્રકાશક’ માં છે, ભિન્નપણે ઉપાસવામાં આવતાં- પોતે કર્યો છે આ અર્થ. શું કીધું? અહીંયા આત્મા-જ્ઞાયક ભાવ- શુદ્ધ ચૈતન્ય સ્વભાવભાવ-ત્રિકાળ (છે) એ પોતે શુભાશુભપણે થયો નથી, એવા શુદ્ધ સ્વભાવને ‘શુદ્ધ’ કહ્યો કેમ? છે તો શુદ્ધ ત્રિકાળ! પણ કોને? જેણે અન્ય દ્રવ્યના ભાવનું લક્ષ છોડી અને સ્વદ્રવ્યનું પર્યાયમાં, એનું (સ્વદ્રવ્ય સ્વભાવનું) સેવન કરે, એનો અર્થ એ થયો કે અન્ય દ્રવ્યના ભાવથી (એનું) લક્ષ છૂટયું, પોતે સ્વદ્રવ્યના લક્ષે સ્વભાવની ઉપાસના થઈ એટલે વિકારનું (પર્યાય) નું લક્ષ પણ એમાં ભેગું છૂટી ગ્યું! આહા.. હા..!
મારગ એવો છે ભાઈ! મૂળ ‘દર્શનશુદ્ધિ’ - એની વ્યાખ્યા છે. મૂળ રકમ છે ઈ પવિત્ર ને શુદ્ધ જ્ઞાયક છે. પણ ‘છે’ ઈ કોને ખ્યાલ (જ્ઞાનમાં) આવે છે? ‘છે’ - એની પ્રતીત કોને આવે? ‘છે’ - એનું જ્ઞાન કોને થાય? ‘છે તો છે’ આહા.. હા..!
(કહે છે) અન્યદ્રવ્યો ને દ્રવ્યના ભાવનું લક્ષ છોડી, એ અન્યદ્રવ્યના ‘ભાવ’ માં અસ્તિપણું જે છે, એ છોડી દઈ અને એનાથી થોડે અંતર- (પાસે જ પાછળ) જ્ઞાયકભાવ છે, એ તરફ એની પર્યાય ગઈ એ પર્યાયે એનું સેવન કર્યુ!! આહા.. હા..! એ પર્યાય જે વર્તમાન જ્ઞાનને શ્રદ્ધાની પર્યાય છે, એ પરના લક્ષને છોડીને, સ્વના-ચૈતન્યના- જ્ઞાયક ભાવના લક્ષમાં જ્યાં આવી ત્યારે એની પર્યાયમાં શુદ્ધતાનું સ્ફુરણ થયું, એટલે કે શુદ્ધતામાં એકાગ્રતા થઈ, આ એકાગ્રતા (લીનતા) થઈ... એમાં જણાણું કે ‘આ’ શુદ્ધ છે.
ઝીણી વાત છે બહુ બાપુ! આહા... હા..! ચૈતન્યધામ-પ્રભુ! ‘સ્વયં જ્યોતિ સુખધામ’ - એનું સેવન એટલે પરના આશ્રયનું લક્ષ છોડી દઈ, અને સ્વ-ચૈતન્યજ્ઞાયકભાવ (જે છે) તેનું લક્ષ કરતાં- એ લક્ષ કયારે થાય? કે એની પર્યાયમાં તેના તરફનું વલણ થાય ત્યારે. તો, એ પર્યાયમાં દ્રવ્યનું સેવન થયું છે? ‘જે સમસ્ત દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતાં’ - વસ્તુ તો શુદ્ધ છે, પણ ભિન્નપણે ઉપાસવામાં આવતાં ‘શુદ્ધ’ કહેવાય છે, એને શુદ્ધપણું જણાણું છે. પર્યાયમાં શુદ્ધ દશામાં ‘આ શુદ્ધ છે’ એમ જણાણું, એને ‘શુદ્ધ’ કહેવાય છે. આહા.. હા..! સમજાય છે? સામે (શાસ્ત્ર પાઠ?)
(જુઓ! કહે છે) એક કોર ભગવાન જ્ઞાયકભાવ અને એકકોર અનંતા દ્રવ્યો બીજાં બધાં પડયાં છે. (તેમાં) કર્મનું (દ્રવ્ય કર્મનું) મુખ્યપણું છે, એનાં તરફનું જે લક્ષ છે, આંહીથી (ત્રિકાળીથી) લક્ષ તો અનાદિથી છૂટી ગયું છે એથી એને પર્યાયમાં, ‘આ શુદ્ધ છે’ એવી દ્રષ્ટિ તો થઈ નહીં, તેથી, ‘ભિન્નપણે સેવતાં’ (ઉપાસવામાં આવતાં)’ - અન્ય દ્રવ્યોનાં ને દ્રવ્યના ‘ભાવથી’ ભેદ પાડતાં- જૂદું પડતાં પાડતાં (તો તેનો) અર્થ એ કે (સ્વ) દ્રવ્ય ઉપર લક્ષ જતાં, ઈ લક્ષ ગયું ઈ વર્તમાન પર્યાયમાં શુદ્ધતા થઈ, એ શુદ્ધતા દ્વારા ‘આ શુદ્ધ છે’ એમ જણાણું, એને શુદ્ધ છે.
આહા.. હા..! જેને શુદ્ધ છે ઈ પર્યાયમાં અશુદ્ધતા જણાય છે અને ઈ અશુદ્ધતા ઉપર જ (પર્યાય ઉપર જ) પર્યાયબુદ્ધિ ઉપર જ જેની રુચિ-દ્રષ્ટિ છે, એને તો (શુદ્ધ હોવા છતાં) શુદ્ધ છે નહીં. વસ્તુ ભલે શુદ્ધ છે, પણ એને શુદ્ધ છે નહીં, આહા... હા..! ગજબ વાત છે! સમયસાર! એની એક- એક ગાથા, એક-એક પદ! સર્વજ્ઞ અનુસારીણિ ભાષા છે. ત્રિલોકનાથ, સર્વજ્ઞ પરમેશ્વર એમણે કહેલી ચીજ જ આ