પ૮ શ્રી પ્રવચન રત્નો-૧
શિષ્યનો પ્રશ્ન એમ હતો કે ‘શુદ્ધ આત્મા’ જે તમે કહ્યો, તે છે કોણ? કેવો છે? કે જેનું ‘સ્વરૂપ’ જાણવું જોઈએ, જેને જાણવાથી હિત થાય અને અહિત ટળે. ઈ શું ચીજ છે?
કેમ કે (આપશ્રીએ તો કહ્યું) એ આત્મા અનાદિ-અનંત, નિત્ય ઉદ્યોતરૂપ, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. એ સંસાર અવસ્થામાં પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર, એવું જે દુરંત કષાયચક્ર (અર્થાત્) શુભ-અશુભરૂપ ભાવો થાય છે, પણ એ શુભાશુભ ભાવરૂપે જ્ઞાયક થયો નથી. (એતો) એની અવસ્થામાં (પર્યાય) માં થાય છે.
જ્ઞાયકભાવ (કે) જે વસ્તુ છે, એ શુભાશુભપણે થતી જ નથી. જો એ-પણે થાય તો... વસ્તુ છે જે જ્ઞાનરસ સ્વભાવરૂપ અને શુભાશુભ છે અચેતન-અંધારા (સ્વરૂપ) છે. એ સ્વરૂપે જો આત્મા થાય તો (આત્મા) જડ થઈ જાય! આહા.. હા..! તેથી એ જ્ઞાયકભાવ-વસ્તુ જે છે પદાર્થ, તે શુભાશુભ ભાવરૂપે નહિ થવાથી- શુભાશુભરૂપે નહિ પરિણમવાથી, એમાં પ્રમત્ત-અપ્રમત્તના પર્યાયના ભેદો નથી. આહા... હા..! મૂળ ગાથા છે! છઠ્ઠીના લેખ કહે છે ને..! આહા.. હા..! જ્ઞાયકવસ્તુ-ચૈતન્ય! એ એકલો જ્ઞાનરસ! આનંદ રસ! શાંત રસ! વીતરાગ રસ- સ્વરૂપે જ બિરાજમાન. એ રાગરૂપે કેમ થાય? આત્મા જિનસ્વરૂપી- શાંત સ્વરૂપી- વીતરાગ સ્વરૂપી (એવો) જે જ્ઞાયકભાવ એ રાગરૂપે કેમ થાય? આહા...!
(શ્રોતાઃ) રાગ તો છે ને...! (ઉત્તરઃ) પર્યાયમાં રાગ થાય, વસ્તુમાં રાગ ન થાય! અહા... હા...! ચૈતન્યપ્રકાશનો ચંદ્ર!! શીતળ.. શીતળ... શીતળ..!! એ ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ!! એ અશીતળ એવા વિકાર ને આકુળતા (રૂપ) ભાવો, એ રૂપે કેમ થાય?
આહા.. હા! ભગવાન જિનચંદ્રસ્વરૂપ પ્રભુ! ચૈતન્યના રસથી ભરેલો પ્રભુ! (અભેદજ્ઞાયક) એ અચેતન એવા શુભાશુભ પરિણામરૂપે, એ જ્ઞાયક ભાવ-ચેતનભાવ કેમ થાય?
તેથી, તે પ્રમત્ત-અપ્રમત્ત નથી. અહીં સુધી તો (ગઈકાલે) આવ્યું હતું હવે, છેલ્લી એક લીટી રહી છે, મુદની વાત છે!!
એને (જ્ઞાયકભાવને) શુદ્ધ કેમ કીધો? જ્ઞાયકભાવ, એ શુભાશુભ ભાવે પરિણમતો નથી- એ ચીજને તમે શુદ્ધ કેમ કીધી?
તો કહે છે, તે શુદ્ધ તો છે જ. (પણ કોને?) કે ભિન્ન-પણે ઉપાસવામાં આવતાં- શુદ્ધસ્વભાવમાં આવતાં, એને શુદ્ધ જણાય છે. શું કહ્યું ઈ? વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ છે જ. એ તો છે, પણ છે કોને?
અહા.. હા... હા...! ‘તે જ સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી’ (એટલે) અન્ય દ્રવ્યોના ભાવ (અર્થાત્) કર્મનો રસ આદિ આહા...! વિકાર આમાં ન લેવો. આંહી તો અન્યદ્રવ્યોના ભાવ લેવા. ઈ અન્યદ્રવ્યોના ભાવથી ભિન્ન પડતાં, વિકારથી ભિન્ન પડી જાય છે. ‘ભાવ’ એમ કહેવું છે ને...! અન્ય દ્રવ્યોના ‘ભાવ’ એટલે પુણ્ય-પાપના ભાવ ઈ આંહી નહીં. અન્ય દ્રવ્યોનો જે ‘ભાવ’ અન્યભાવ, એની શક્તિ, ‘ભાવ’ - એનાથી ભિન્ન, એનું લક્ષ છોડીને, એનાથી ભિન્ન જ્યાં એનું લક્ષ છોડે ત્યાં વિકારનું