શ્રી પ્રવચન રત્નો-૧ ૬૧ ભલે તું ત્યાં નજર (કરતો) ન હોય, પણ પર્યાયમાં દ્રવ્ય જ જણાય છે. આહા... હા..! અરે... રે! ક્યાં વાત ગઈ!! ક્યાં જાવું છે ને કોણ છે, એની ખબર ન મળે!
આહા... હા..! ભગવાન આત્મા! ત્રિલોકનાથ એમ કહે, પ્રભુ! તું જેવડો મોટો પ્રભુ છો, એ તારી એક સમયની પર્યાયમાં, અજ્ઞાનમાં પણ પર્યાયમાં જણાય છે. કેમ કે (જ્ઞાન) પર્યાયનો સ્વભાવ છે સ્વપર પ્રકાશક, તો ઈ પર્યાયમાં સ્વ પ્રકાશક તો છે, પણ તારી નજર (તારું લક્ષ) ત્યાં નથી. તારી નજર, આ કાં દયા કરીને.. ભક્તિ કરીને.. વ્રત પાળ્યાં ને.. પૂજાઓ કરી એવો જે રાગ, એના ઉપરથી તારી નજર છે. એ નજરને લઈને, રાગની આગળ જે જ્ઞાનપર્યાય છે-રાગને જાણનારી છે એ જ પર્યાય તને જાણનારી છે, પણ તેમાં તારી નજર નહી હોવાથી, તને રાગ ને પર્યાય જણાય છે (પણ વસ્તુ ઉપર નજર જતી નથી) તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે-મિથ્યાદ્રષ્ટિ જ છે. આહા... હા..! સમજાણું કાંઈ..?
(કહે છે કે મિથ્યાદ્રષ્ટિ હોવા છતાં) પણ, જેની દ્રષ્ટિ પરદ્રવ્યના ‘ભાવ’ ઉપરથી છૂટી ગઈ. અને ભેદ, પર્યાયના પર્યાયમાં નથી, એથી પર્યાયલક્ષ (પર્યાયદ્રષ્ટિ) જ્યાંથી છૂટી ગઈ. આહા.. હા..! અન્યદ્રવ્યના ભાવથી લક્ષ છૂટી, એનો અર્થ (આ છે કે) આંહીથી જ્યાં અંદરમાં લક્ષ છૂટયું, તો રાગથી પણ લક્ષ છૂટયું ને રાગથી છૂટયું ને પર્યાયથી પણ લક્ષ છૂટયું! આહા... હા...! આવી વાત બાપુ! સમ્યગ્દર્શનની પહેલી-ધર્મની સીડી! એવી ચીજ છે!! લોકો તો એમ ને એમ જિંદગી ગાળીને ચાલ્યા જશે. તત્ત્વની દ્રષ્ટિ કર્યા વિના! ઈ તો ચોરાશીના અવતાર કર્યા બાપા! ચોરાશીના અવતાર અરે! પ્રભુ! ત્યાં નથી તારું, કાંઈ નથી, તું ત્યાં નથી. આહા... હા..! ત્યાં જઈને અ.. વ.. ત.. ર.. શે!!
આહા.. હા..! તો, એકવાર જ્યાં પ્રભુ (આત્મા) છે ત્યાં નજર કર.. ને..! જ્યાં ભગવાન ચૈતન્યસ્વરૂપ છે પ્રભુ! એકલો-અખંડ-આનંદનોકંદ-પૂર્ણાનંદ-ચૈતન્યરસથી ભરેલો-જિનસ્વરૂપ આત્મા છે. એ ત્રિકાળ જિન સ્વરૂપી જ છે. ત્રિકાળ જિનસ્વરૂપ જ છે! વીતરાગ છે. એને (લક્ષગત કરવા) પરનું લક્ષ છોડી, રાગનું લક્ષ છોડી, રાગને જાણનાર (જ્ઞાનપર્યાય નું) લક્ષ છૂટયું-એની પર્યાયે સ્વલક્ષ થ્યું કે આમ છૂટતાં, એનાથી પણ લક્ષ છૂટી ગ્યું છે આહા.. હા..! એનું લક્ષ જ્યાં આત્મા ઉપર ગયું ત્યારે પર્યાયમાં શુદ્ધતા પ્રગટી!! બહુ... છઠ્ઠી ગાથા! મુદની રકમ છે.
આહા... હા..! ‘અન્ય દ્રવ્યોના સમસ્ત’ -સમસ્ત લીધું ને..! (તેમાં) તીર્થંકરો આવ્યા, તીર્થંકર વાણી આવી-એના ઉપરથી પણ લક્ષ છોડી દે! આહા.. હા..! ‘સમસ્ત અન્ય દ્રવ્ય’ અને એના ‘ભાવ’ આહા.. હા..! ભગવાનનો ‘ભાવ’ તે કેવળ કેવળજ્ઞાન, કર્મનો ‘ભાવ’ તે પુણ્ય-પાપનો રસ, એ બધાથી લક્ષ છોડી દે!! અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે સેવવામાં આવતાં (એટલે) એનાથી જુદો રાગથી-વાણીથી જુદો, આત્માજ્ઞાયક ભગવાન પૂર્ણ સ્વભાવથી ભરેલો જિનચંદ્ર છે એ તો વીતરાગી શીતળ સ્વભાવથી પૂરણ ભરેલો ભગવાન! એની ઉપર લક્ષ જતાં એટલે કે પર્યાયમાં તેનું લક્ષ થતાં, પોતે દ્રવ્યમાં લક્ષ કર્યું એ સેવા છે આહા.. હા..! દ્રવ્યની સેવા!! કેટલું ભર્યું છે એમાં!! હેં? આહા.. હા..! અરે.. રે..! જગત ક્યાં પડયું છે! ને ક્યાં ચાલ્યું જાય છે અનાદિથી, રખડે! ચોરાશીના અવતાર કરી-કરીને... કાગડાનાં કૂતરાનાં, નિગોદનાં ભવ કરી મિથ્યાત્વથી રખડી મર્યો છે! સાધુ થ્યો અનંતવાર દિગંબર સાધુ અનંતવાર થ્યો, પણ દ્રષ્ટિ રાગ અને પર્યાય ઉપર છે. જ્યાં ભગવાન પૂરણ સ્વરૂપ છે, તેની ઉપાસના એનો અર્થ