Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 62 of 225
PDF/HTML Page 75 of 238

 

૬૨ શ્રી પ્રવચન રત્નો-૧ (કે) એનો સ્વીકાર-એનો સત્કાર એટલે કે એનો આશ્રય.

(કહે છે) ‘એ ભિન્નપણે ઉપાસવામાં આવતો ‘શુદ્ધ કહેવાય છે’. (એટલે) એ રાગને પર્યાયનું લક્ષ છોડી, એની સેવા કરનાર (અર્થાત્) સ્વરૂપનું લક્ષ થતાં તેની પર્યાયમાં શુદ્ધતા જે થાય, એ શુદ્ધતા ઈ દ્રવ્યની સેવા-શુદ્ધતા એ (શુદ્ધ) દ્રવ્યનો સ્વીકાર કર્યો છે. એ શુદ્ધતાની પર્યાયે, શુદ્ધદ્રવ્યનો સ્વીકાર કર્યો એથી શુદ્ધની પર્યાયમાં શુદ્ધ જણાયો, એને શુદ્ધ કહેવામાં આવે છે. આહા.. હા..! ગંભીર ભાષા છે ભાઈ!

આ તો- આ તો ઓગણીસમી વાર વંચાય છે. સમયસાર!! પહેલેથી છેલ્લે સુધી કોઈ વાર દોઢ વરસ, કોઈ વાર બે વરસ, કોઈ વાર અઢી વરસ, એમ અઢાર વાર ચાલ્યું છે. આ ઓગણીસમી વાર છે. આહા.. હા..! ગજબ વાત છે.

વીતરાગ ત્રણલોકના નાથ! એની વાણી, એ સંતો આડતીયા થઈને જાહેર કરે છે. પ્રભુ! તું કોણ છો? તને ક્યારે ખબર પડે? તું છો જ્ઞાયક! જેમાં શુભાશુભ ભાવ છે જ નહી તેથી એમાં પર્યાયભેદ છે નહી. પણ.., એની ક્યારે તને ખબર પડે? ‘છે તો છે શુદ્ધ’ .

તું... જ્યારે પરનું લક્ષ છોડી દઈ અને સ્વદ્રવ્યને ધ્યેય બનાવી અને ધ્યેયનો પર્યાયમાં સત્કાર થયો, ઉપાસના થઈ, શુદ્ધતા પ્રગટી એ સમ્યગ્દર્શન જ્ઞાનની પર્યાયમાં ‘આ શુદ્ધ છે’ એમ જણાય છે. સમજાણું કાંઈ...? આવી વાત છે!! કઠણ વાત છે બાપુ!! વીતરાગ મારગ મળ્‌યો નથી લોકોને ભાઈ..! લોકો બહારની પ્રવૃત્તિમાં-રાગમાર્ગ-સંસાર માર્ગ છે એમાં રચ્યા-પચ્યા છે, અત્યારે તો પૂજા, ભક્તિ, વ્રત ને તપ, અપવાસ એ બધો રાગમાર્ગ છે અન્ય માર્ગ છે એ જૈનમાર્ગ નહીં!

આહા.. હા..! આંહી પ્રભુ એમ કહે છે, તારી પ્રભુતા જેમ છે તેમ તે પૂછયું’ તું! અને તેનું ‘સ્વરૂપ’ જાણવું જોઈએ તે તેં પૂછયું તો એનો ઉત્તર આ છે કે પરદ્રવ્ય ઉપરનું બિલકુલ લક્ષ-પરદ્રવ્ય ઉપરનું સંપૂર્ણ લક્ષ છોડી દઈ એ ‘જ્ઞાયકભાવ’ -શુદ્ધભાવ પર લક્ષ જતાં, જે પર્યાયમાં શુદ્ધતા થાય, સમ્યગ્દર્શન થાય, તે જીવને શુદ્ધ કહેવામાં આવે છે. પર્યાયની શુદ્ધતાનું ભાન થયું-સમ્યગ્દર્શન થયું, એ અંતરમાં લક્ષને લઈને અંતરનો આશ્રય લઈને-અંતરમાં સત્કાર ને સ્વીકાર શ્રદ્ધાને સ્વભાવમાં ભગવાનને લઈને, ત્યારે તે જીવને ‘આ શુદ્ધ છે’ એમ કહેવામાં આવે છે. આકરી વાત છે બાપા! શું થાય!

આ અનંતકાળ વયો ગયો, જૈનમાં અનંતવાર જન્મ્યો! ભગવાનના સમવસરણમાં પણ અનંતવાર ગયો, પણ આંહી આને જ્યાં જાવું છે ત્યાં ન ગયો, અને એની રીત શું છે? એની પણ ખબર ન પડી! આહા.. હા..! એક લીટીમાં આવો ‘ભાવ’ ભર્યો છે!! ઈ તો પાર પડે એવું નથી બાપા! એ ભગવાનની વાણી ને એનાં ભાવ વાણીમાં પાર આવે? ઈ અંતરમાં ભાસે એ ભાષામાં આવે નહી, ભાસે એટલું ભાષણમાં નો આવે!! આહા..! સાક્ષાત્ આવી વાણી પડી છે જીવંત! (એ વાણીમાં આવ્યું છે કે) એ (જ્ઞાયકભાવ) પુણ્ય-પાપ પણે થયો નથી. એટલે પુણ્ય-પાપનાં થનારાં, એના કારણ એવાં એ શુભાશુભ ભાવ એ પણે પ્રભુ! જ્ઞાયકભાવ થયો જ નથી. તેથી તે પ્રમત્ત-અપ્રમત્ત પર્યાયે, એને લઈને નથી. પર્યાયભેદ તેમાં નથી. આહા...! ચૌદગુણ સ્થાનના ભેદો પણ આમાં નથી.

એવો જે અભેદ ભગવાન જ્ઞાયક શુદ્ધ, એકરૂપ, ભગવાન પ્રભુ છે. (પ્રશ્નઃ) કોને શુદ્ધ કહેવાય? કોને શુદ્ધ છે? (ઉત્તરઃ) કે જેણે શુદ્ધ (આત્મદ્રવ્ય) તરફનો સત્કાર