Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 63 of 225
PDF/HTML Page 76 of 238

 

શ્રી પ્રવચન રત્નો-૧ ૬૩ (સ્વીકાર) પર્યાયમાં કરી અને પરદ્રવ્યનો જેને આશ્રય અને સત્કાર છૂટી ગયો છે. ભગવાન પૂર્ણાનંદ સિવાય, પરચીજની એકપણે અધિકતા, વિશેષતા, અચિંત્યતા, ચમત્કાર (દ્રષ્ટિમાંથી) છૂટી ગ્યો છે બધો!! અધિક હોય તો ય હું, શુદ્ધ હોય તો ય હું, ચમત્કારી ચીજ હોય તો ય હું, પ્રભુ હોય તો ય હું, સમજાણું કાંઈ..?

આહા.. હા..! આવું છે! અરેરે! જિંદગિયું!! જગતમાં મજુરી કરીને હાલી જશે.. મજુર છે બધા.. બાયડી, છોકરાને ધંધા! મજુર મોટા રાગના છે! આહા.. હા..! અને કદાચિત શુભભાવમાં આવે ને શુભ કરે, તો ઈ રાગની મજુરી છે. મજુર.. મજુર!! આહા.. હા..! શુભરાગ એ મજુરી છે, તારી ચીજ નહીં ઈ પ્રભુ! તારી ચીજમાં તો પર્યાયે ય નથી. એવી ચીજને પકડતાં જે પર્યાય થાય, એ પર્યાયશુદ્ધતામાં ‘આ શુદ્ધ છે’ એમ જણાય છે.

આહા.. હા..! એ (આત્મા) દયા, દાનના વિકલ્પ કે વ્રતાદિના ભાવથી એ જણાય એવો નથી. કારણ કે એ તો રાગ છે. એ તો દુઃખ છે. વ્રત-તપ ભક્તિ-પૂજાના ભાવ એ તો રાગ છે, દુઃખ છે તું તો રાગરહિત જ છો!! આહા.. હા..! આ ભગવાન તો આનંદસ્વરૂપ છે, અતીન્દ્રિય આનંદનો ગાંઠડો છે!! આહા.. હા.! એની સેવા એટલે એનો સત્કાર, એનો આદર, એનું જ અધિકપણું બીજી બધી વસ્તુથી, એ અધિકપણું ભાસતાં પર્યાયમાં નિર્મળપણું પ્રગટ થાય, એને ‘આ શુદ્ધ છે’ એમ કહેવામાં આવે છે. આહા... હા..! ગજબ વાત છે ને..! આ પ્રભુનાં વચનો છે બાપા! બાકી બધાં થોથાં છે. આહા.. હા..!

સમજાણું કાંઈ..? કાંઈ એટલે? સમજાય તો તો પ્રભુ અલૌકિક વાત છે. પણ, સમજાણું કાંઈ? એટલે કઈ પદ્ધતિએથી કહેવાય છે? કઈ રીતથી કહેવાય છે એની ગંધ આવે છે?

આહા... હા..! અરે! એણે મૂળ વાત મૂકીને બીજે બેઠો છે અનાદિનો. આહા.. હા..! ઘરે ભગવાન પડયો છે ત્યાં જાતો નથી!! હેં? રાંકો અનાદિનો રાંકા-પામર પુણ્ય-પાપનાં ભાવ ભિખારા- રાંકા પામર છે, પામરને પકડીને બેઠો! એક સમયની પર્યાય પણ પામર છે!!

આહા.. હા..! સમ્યગ્દ્રષ્ટિ જીવને પૂર્ણતાની પ્રાપ્તિ પર્યાયમાં જણાય.. છતાં એ પર્યાય, કેવળ જ્ઞાનની પાસે પણ પામર છે. તો એ અજ્ઞાની, પર્યાયમાં સ્થિત, પર્યાય જણાય માટે પરને જાણીને પર્યાયમાં બેઠો (એકત્વબુદ્ધિ) કરી છે ઈ તો ભિખારીમાં ભિખારી પર્યાય છે-રાંક પર્યાય છે, એમાં ભગવાન (આત્મા) આવ્યો નથી, એ પર્યાયમાં પામર-પુણ્યને પાપ, દયા ને દાન વ્રતને ભક્તિ, રાગ- પામર જેમાં આવે છે, એ પર્યાય રાંક ભિખારા છે.

(કહે છે કેઃ) આંહી તો આવી પર્યાયમાં, જેણે શુદ્ધ દ્રવ્યની, અંદરમાં સેવા કરી અને શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ (આત્મા)! એનો આદર થયો ને પર્યાયમાં એનો સત્કાર થયો, ત્યારે પર્યાયમાં સમ્યગ્દર્શન થયું, એ સમ્યગ્દર્શને ‘આ શુદ્ધ છે’ એમ જાણ્યું, એ સમ્યગ્દર્શન પણ કેવળજ્ઞાનની આગળ પામર છે અને ત્રિકાળી વસ્તુ પાસે પણ એ પામર છે!!

આહા.. હા..! નિત્યપ્રભુ! શુદ્ધ ચૈતન્ય-ધાતુ-ચૈતન્યધાતુ (કે જેણે) ચૈતન્યપણું જે ધારી રાખ્યું છે, જેમાં પુણ્ય-પાપ, દયા-દાન, વ્રત-ભક્તિના વિકલ્પની ગંધ નથી. પર્યાય-ચૌદગુણ સ્થાનની જેમાં ગંધ નથી. અરે..! તેરમું ગુણસ્થાન ‘સયોગી કેવળી’ એ પણ જેમાં-વસ્તુમાં નથી, કારણ કે ઈ પર્યાય છે.